Jan 1, 2013

સંધ્યા-ગુજરાતી

પ્રાતઃ સંધ્યા વિધિ -   (  ઋણ સ્વીકાર-http://pandyamasters.blogspot.com/2013/03/blog-post_2462.html

સંધ્યોપાસન વિધિ 
સંધ્યોપાસન દ્વીજ્માત્ર માટે ઘણું  આવશ્યક કર્મ છે . એની સિવાય પૂજા વગેરે કાર્ય કરવાની યોગ્યતા નથી મળતી . માટે દ્વીજ્માત્ર માટે સંધ્યા કરાવી અત્યંત આવશ્યક છે .
સ્નાન  પછી વસ્ત્ર ધરણકરી, પહેલા ઇશાન ખૂણો અથવા ઉત્તરની બાજુ મુખ કરી આસન પર બેસી જવું . આસનની ગાંઠ ઉત્તર દક્ષીણ તરફ હોવી જોઈએ . તુલસી, રુદ્રાક્ષ વગેરેની કોઈ પણ માલા ધારણ કરવી . બંને અનામીકાઓ માં પવિત્રી (દર્ભની વીંટી અથવા સોનાની વીંટી ને કાઢીને ધોઈ પાછી પહેરવી) ધારણ કરવી .

ગાયત્રી મંત્ર બોલીને શિખા (ચોટલી) બાંધવી તથા તિલક કરો અને આચમન કરો -
આચમન -
'ॐ કેશવાય નમઃ', 'ॐ નારાયણાય નમઃ', 'ॐ માધવાય નમઃ'. -
આ ત્રણ મંત્રો થી ત્રણ વાર આચમન કરી 'ॐ હ્રષિકેશાય નમઃ' અથવા     'ॐગોવિન્દાય નમઃ'  આ મંત્ર બોલી હાથ ધોઈ લો .

હવે પહેલા વિનિયોગ બોલો, ત્યાર પછી માર્જન કરો (પાણી છાંટવું)
 વિનિયોગ મંત્ર - માર્જન -

 'ॐ અપવીત્ર: પવિત્રો વેત્યસ્ય વામદેવ ઋષિ:, વિષ્ણુર્દેવતા, ગાયત્રીછંદ: હ્રદી પવિત્રકરણે વિનિયોગઃ । 
આ રીતે વિનિયોગ બોલી પાણી મુકવું તથા નિમ્નલિખિત મંત્ર થી માર્જન કરવું (શરીર અને સામગ્રી પર પાણી છાંટવું)
ॐ અપવિત્ર: પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા ।
યઃ  સ્મરેત્ પુન્ડારીકાક્ષમ સ બાહ્યાભ્યંતર: શુચિ: ।।

ત્યાર પછી આગળ લખેલ વિનિયોગ બોલાવો -
'ॐ' પૃથ્વીતિ મન્ત્રસ્ય મેરુપૃષ્ઠ ઋષિ:, સુતળ છંદ:, કુર્મો દેવતા આસનપવિત્રકરણે વિનીયોગ: ।'

પછી નીચે લખેલ મંત્ર બોલીને આસન પર પાણી છાંટવું -
ॐ પૃથ્વિ  ! ત્વયા ધ્રુતા લોકા દેવિ  । ત્વં વિષ્ણુના ધ્રુતા ।
ત્વં ચ ધાર માં દેવિ ! પવિત્રં  કુરુ ચાસનમ્  ।। 

તિલક ધારણ - પ્રકાર

ગંગાની માટી અથવા ગોપી ચંદન થી ઉર્ધ્વપુન્ડ્ર (U આકાર), ભષ્મથી ત્રીપુન્દ્ર  અને શ્રીખણ્ડચંદનથી બંને પ્રકારના તિલક કરી શકાય છે . પણ ઉત્સવ ની રાત્રીએ સર્વાંગે ચંદન લગાવવું જોઈએ .

ભષ્માદી - તિલક વિધિ -
(ક) ભષ્મ નું અભીમંત્રણ   

ભષ્મ લગાવવા પહેલા ભષ્મ ને અભિમંત્રિત કરી લેવી જોઈએ . ભષ્મ ને ડાબી હથેળી પર રાખી પાણી વગેરે મેળવી નીચે લખેલ મંત્ર ભણવો -
ॐ ત્ર્યાયુષ મીત્યસ્ય  નારાયણ ઋષિ: રુદ્રો દેવતા ।
ઉષ્નીક્ છન્દ: ભષ્મ ધારને વિનિયોગ: ।।
ॐ અગ્નિરિતિ  ભષ્મ । ॐ વાયુરિતિ ભષ્મ । ॐ  જલમિતિ  ભષ્મ । ॐ  સ્થલમિતિ ભષ્મ । ॐ  વ્યોમિતિ  ભષ્મ " ॐ  સર્વ હ વા ઈદં  ભષ્મ । ॐ  મન એતાનિ  ચક્ષુષિ  ભાસ્માનિ ।

ॐ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભુર્ભુવઃ સ્વરોમ |
ॐ ત્ર્યમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ |
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યુર્મુક્ષીય મામૃતમ ||  
આ મંત્ર ભણી  બંને હાથની વચલી ત્રણ આંગળીઓ થી ભષ્મ ને મસળવી. 

(ખ) ભષ્મ લાગાવવાનો મંત્ર-
એના પછી 'ॐ નમઃ શિવાય' મંત્ર બોલતા બોલતા લલાટ (કપાળ), ગ્રીવા (ગળું), ભુજાઓ(જમણો અને ડાબો હાથ)  અને હૃદયે ભષ્મ લગાવો. અથવા નીચે લખેલ અલગ અલગ મંત્ર બોલતા અલગ અલગ સ્થાનો એ ભષ્મ  લગાવો (ત્રિપુંડ  કરવા)
ॐ ત્ર્યાયુષમ્ જમદગ્નોરિતિ લલાટે । ॐ કશ્યપસ્ય ત્ર્યાયુષમિતિ ગ્રીવાયામ્ । ॐ યાદ્દેવેષુ ત્ર્યાયુષમિતિ ભુજાયામ્ । ॐ તનનો અસ્તુ ત્ર્યાયુષમિતિ હૃદયે।    
 હવે હાથ ધોઈ નાખવા. દર્ભની પવિત્રી ધારણ કરી નીચેના મંત્રથી ત્રણ આચમન કરવા.
ॐ ભૂ: સ્વાહા |  ॐ ભુવઃ સ્વાહા |  ॐ સ્વઃ સ્વાહા |
આ ત્રણે મંત્રોથી ક્રમે કરી જમણા કાંડાને ડાબા હાથની તર્જનીથી (પહેલી આંગળી) સ્પર્શ કરી ત્રણ આચમન કરવા, જમણા હાથના અંગુઠાનાં અગ્ર ભાગથી બે વાર મુખ લુછી નાખી ડાબી હથેળી માં જળ લઈને જમણા હાથથી નીચે ઇન્દ્રિય સ્પર્શ કરવો એટલે ન્યાસ કરવો.

ન્યાસ 
હવે ડાબા હાથમાં પાણી રાખવું . જમણા હાથની આંગળીઓ (મધ્યમાં અને અનામિકા સાથે રાખી) વડે તે જળ લઇ બતાવ્યા પ્રમાણે મંત્ર બોલી તે પાણી વડે શરીરમાં અંગોને સ્પર્શ કરવા। શરીર શુદ્ધિ માટે ન્યાસ અગત્યની ક્રિયા ગણાય .

ॐ વાગ્મઆસ્યેસ્તુ । 
(હાથના અગ્રભાગ વડે મુખનો સ્પર્શ કરવો) મારા મુખમાં બોલવાની શક્તિ  .
ॐ નસોર્મે પ્રાણોસ્તુ । 
(તર્જની (પહેલી આંગળી) અને અંગુઠા વડે નાકનો સ્પર્શ કરવો) મારા નાકમાં પ્રાણશક્તિ રહો. .
ॐ અક્ષ્ણોર્મે ચક્ષુરસ્તુ । 
(અનામિકા અને અંગુઠાથી આંખનો સ્પર્શ કરવો) મારી આંખોમાં તેજ્દ્રષ્ટિ રહો..
ॐ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ । 
(મધ્યમાં અને અંગુઠાથી કાનનો સ્પર્શ કરવો) મારા કાનમાં શ્રાવણ શક્તિ રહો.
ॐ બહવોર્મે બલામાંસ્તુ । 
(હાથના અગ્રભાગથી ખભાનો સ્પર્શ કરવો) મારા હાથો માં બળ શક્તિ રહો.
ॐ મસ્તિષ્કે મેં સુબુધ્ધરસ્તુ । 
(અનામિકા અને મધ્યમાંથી માથે સ્પર્શ કરવો) મારા મનમાં સુબુદ્ધિ રહો.
ॐ  હૃદયે મેં  શાંતિરસ્તું   
(અંગુઠો મધ્યમાં અને અનામિકા થી હૃદયે સ્પર્શ કરવો) મારા હૃદયમાં શાંતિ રહો.
ॐ  ઉર્વોર્મે ઓજોસ્તુ । 
(છતાં હાથે બંને હાથ વડે બંને સાથળે (જાન્ઘે)  સ્પર્શ કરવો) મારી જાન્ઘોમાં શક્તિ રહો.
ॐ  અરિષ્ટાનિ  મેઅન્ગાની તનુસ્તન્વા મેં સહ । ॐ  તનુંસ્તન્વા મેં સહ સન્તુ ।
(બંને હાથે માથા થી પગ સુધી સમગ્ર શરીરે સ્પર્શ કરવો)મારા બધા અંગો રોગ રહિત થાઓ.મારું શરીર ઈન્દ્રીઓ સાથે સાવધાન રહો.

શીખાબંધન મંત્ર 
ॐ માનસ્તોકે  તનયે આયુષિમાનો ગોષુમાનો અશ્વેશુરીરિષ: ।
માનોવવીરાન્નૃદ્રભામિનો વ્વધીર્હવિષ્મન્તઃ સદમિત્વા હવામહે ।।
આ મંત્ર બોલી શિખાને ગાંઠ મારવી .  

   
સંધ્યાનો સંકલ્પ - 

હાથમાં કુશ (દર્ભ) અને પાણી લઈને સંધ્યાનો સંકલ્પ બોલી પાણી રેડી દેવું-
 'ॐ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ: અદય ...ઉપાત્તદુરીતક્ષયપૂર્વકશ્રીપરમેશ્વરપ્રીત્યર્થ સંધ્યોપાસનં કરિષ્યે ।'
આચમન  - એને માટે નીચે લખેલ વિનિયોગ બોલાવો =
'ॐ ઋતં ચેતિ માધુચ્છંદ સોઘમર્ષણ ઋષૂરનૂષટુપ્ છંદો ભાવવૃત્તમ દૈવતમપામુપસ્પર્શને વિનીયોગ: ।  પછી નીચે લખેલ મંત્ર બોલી આચમન કરવું -
'ॐ ઋતં ચ સત્યં  ચાભીદ્ધાત્તપસોધ્યજાયત । તતો રાત્ર્યજાયત । તતઃ સમુદ્રો અર્ણવ: । સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત । અહોરાત્રાણી  વિદધદવિશ્વસ્ય મીષતો વશી । સૂર્યચન્દ્રમસૌ ધાતા યાથાપૂર્વમકલ્પયત્। દિવં ચ પથિવી  ચાંતરીક્ષમાથો સ્વઃ । (ઋગ્વેદ 10/190/1)

આચમની માં પાણી લઇ નીચેનો મંત્ર બોલી સ્નાકલ્પ કરવો -
અદ્યેત્યાદી મહામાન્ગલ્યપ્રદે શુભાકારિકે માસોત્તમે (જે પણ માસ હોય તે બોલવો - કાર્તિક- માગ્શીર્ષ- પૌષ- માઘ- ફાલ્ગુન- ચૈત્ર- વૈશાખ- જ્યેષ્ઠ- આષાઢ- શ્રાવણ- ભાદ્રપદ- અશ્વિન (અધિક) ) માસે (જે પક્ષ ચાલતો હોય તે શુક્લ - કૃષ્ણ)પક્ષે (જે તિથી હોય તે- પ્રતીપદી - દ્વિતીયાં- તૃતિયાં- ચાતુંર્થ્યાં- પંચમ્યાં- ષષ્ઠયાં- સપ્તમ્યાં- અષ્ટમ્યાં- નવમ્યાં- દશમ્યાં- એકાદશાં- દ્વાદશાં- ત્રયોદશાં- ચતુર્દશ્યાં-પૌર્ણમાસ્યામ્- અમાવસ્યામ્) તિથૌ (જે દિવસ હોય તે બોલવો -રવિ(ભાનુ)- સોમ(ચંદ્ર)- મંગલ(ભૌમ)- બુધ (સૌમ્ય)- બૃહસ્પતિ (ગુરુ)- શુક્ર(ભૃગુ)- શનિ(મંદ)) વાસરે યથાવર્તમાન નક્ષત્ર યોગ કરણલગ્ન મુહુર્તસમવાયે એવં પ્રહગણ - વિશેષણ વિશિષ્ટાયાં  શુભપુણ્યતિથોં  શ્રી પરમેશ્વર પ્રીત્યર્થં (પ્રાતઃ -મધ્યાન્હ - સાયં ) સંધ્યોપાસનં અહં કરિષ્યે ।   પાણી ત્રભાણી માં મૂકી દેવું .

ત્યાર પછી ડાબા હાથમાં પાણી લઈને જમણા હાથે ઢાંકીને 'ॐ' ની સાથે ત્રણ વાર ગાયત્રી  મંત્ર બોલી પોતાની રક્ષા માટે પોતાની ચારો તરફ પાણી ફેરવી દેવું . સાથે નીચે લખેલ મંત્રો થી ડાબા હાથમાં પાણી લઈને જમણા હાથે શરીરના પ્રત્યેક અંગને પાણી માર્જન કરવું (છાંટવું) પછી પ્રાણાયામ કરો .

માર્જન મંત્ર -
ॐ  ભૂ: પુનાતુ શિરસી, ॐ ભુવઃ પુનાતુ નેત્રયો,  ॐ સ્વઃ પુનાતો કપાળે,  ॐ  મહ: પુનાતુ હૃદયે, ॐ  જનઃ પુનાતુ નાભૌ, ॐ તપઃ પુનાતુ પાડયો, ॐ સત્યં પુનાતુ પુનઃ શિરસી , ॐ બ્રહ્મ પુનાતુ સર્વત્ર ||

આચામાન મંત્ર- 
જમણા હાથની હથેળીમાં પાણી લઇ ત્રણ વખત નીચેનો મંત્ર બોલી ત્રણ આચમન કરવા.
ॐ શન્નો દેવીરભિષ્ટય આપો  ભવન્તુ પિતાએ | 
શંય્યોર ભિસ્ત્રવંતુ નઃ||

પ્રાણાયામ નો સંકલ્પ 

પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ: પરમાત્મા દેવતા ગાયત્રી છન્દ: સપ્તાનાં વ્યાહ્રતીનાં વિશ્વામિત્ર જમદગ્નિ ભારદ્વાજ ગોતામાત્રી વશિષ્ઠ કશ્યપા ઋષય: ।
અગ્નિ વાયુ સૂર્ય બૃહસ્પતિ વરુણેન્દ્ર વિશ્વદેવા  દેવતા:। 
ગાયત્ર્યુષ્ણિગનુષ્ટુપ્ બૃહતિ પંક્તિ ત્રિષ્ટુપ્  જગત્ય શ્છંદાંસિ ।
તત્સ્વિતુ રિત્યસ્ય વિશ્વામિત્ર ઋષિ: સવિતા દેવતા ગાયત્રી છન્દ:।
આપોજ્યોતિરિત્યસ્ય પ્રજાપતિ: ઋષિ: બ્રહ્મા અગ્નિ: વાયુસુર્યા દેવતા: યજુચ્છંદ: પ્રાણાયામે  વિનીયોગા: ।।
       પ્રાણાયામ નો વિનિયોગ - પ્રાણાયામ કરવા પહેલા એનો વિનિયોગ આ પ્રમાણે બોલો -
'ॐકારસ્ય બ્રહ્મા ઋષિર્દેવી ગાયત્રી છંદ: અગ્નિ: પરમાત્મા દેવતા શુકલો વર્ણઃ  સર્વકર્મારંભે વિનિયોગ: ।
'ॐ સપ્તવ્યાહ્રતીનાં વિશ્વામિત્રજમદગ્નિભારદ્વાજગૌતમાત્રિવશિષ્ઠ-કશ્યપા ઋષયો ગાયત્ર્યુષ્ણીગનુષ્ટુબ્બૃ હતીપન્ક્તિત્રિષ્ટુબ્જગત્યશછંદાન્સ્ય  ગ્નિવાય્વાદિત્યબૃહસ્પતિવરુણેન્દ્રવિષ્ણવો દેવતા અનાદીષ્ટ પ્રાયશ્ચિત્તે  પ્રાણાયામે  વિનીયોગ: । 
'ॐતત્સવિતુરિતી વિશ્વામિત્ર ઋષિર્ગાયત્રી છંદ: સવિતા દેવતા પ્રાણાયામે  વિનિયોગ:।
'ॐઆપો જ્યોતિરિતિ શિરસ: પ્રજાપતિઋષીર્યુંજુશ્છંદો બ્રહ્માગ્નિવાયુસુર્યા દેવતા: પ્રાણાયામે વિનિયોગ: ।

(ક) પ્રાણાયામ નાં મંત્ર - 
આંખો બંધ કરી નીચે લખેલ મંત્રોને પ્રત્યેક પ્રાણાયામમાં ત્રણ ત્રણ વાર (અથવા પહેલા એક વાર થી આરંભ કરો, ધીરે ધીરે ત્રણ ત્રણ વાર નો અભ્યાસ વધારવો) પાઠ કરવો .
ॐ ભૂ: ॐ ભુવ: ॐ સ્વ: ॐ મહ: ॐ જન: ॐ તપ: ॐ સત્યમ્ । ॐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહી । ધિયો યો નઃ  પ્રચોદયાત્ । ॐ આપો જ્યોતિ રસોમૃતં બ્રહ્મ ભુર્ભુવ: સ્વ: સ્વરોમ્ । (તૈ . આ . પ્ર . 10 અ . 27)

(ખ) પ્રાણાયામ ની વિધિ - 
પ્રાયામ નાં ત્રણ ભેદ હોય છે - 1. પૂરક , 2. કુંભક, 3. રેચક .
1. અંગુઠા થી નાકના જમાના છિદ્ર ને દબાવી ડાબા છિદ્રથી શ્વાસ ધીરે ધીરે અંદર લેવાનો એને 'પૂરક પ્રાણાયામ' કહે છે . પૂરક પ્રાણાયામ કરતી વેળા ઉપર્યુક્ત મંત્રો ને માંથી ઉચ્ચારણ કરતા નાભિપ્રદેશ માં નીલકમળ નાં દલ સમાન નીલવર્ણ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવું .
2. જ્યારે શ્વાસ અંદર લેવાનું બંધ થઇ જાય, ત્યારે અનામિકા અને કનિષ્ઠીકા આંગળી થી નાકના બંને છિદ્રો દબાવી દેવા . મંત્ર જપતા રહેવું . એ 'કુંભક પ્રાણાયામ' થયું . આ સમયે હૃદયમાં કામાંલ્પાર વિરાજમાન લાલ વર્ણવાળા ચતુર્મુખ બ્રહ્માનું ધ્યાન કરવું . 
3. અંગુઠા ને ખસેડી જમાના ચિદ્ર થી શ્વાસ ને ધીરે ધીરે છોડવો એને 'રેચક પ્રાણાયામ' કહે છે . આ સમયે લલાટમાં સ્વેત્વર્ણ શંકરનું ધ્યાન કરવું . માંથી મંત્ર ને જપતા રહેવું . (દે . ભા . 11/16/28-36)

(ગ) પ્રાણાયામ પછી આચમન - (પ્રાતઃ કાળ નો વિનિયોગ અને મંત્ર) પ્રાતઃકાળે  નીચે લખેલ વિનિયોગ બોલી પૃથ્વી પર પાણી મૂકી દેવું .
સુર્યશ્ચ નેતિ  નારાયણ ઋષિ: અનુષ્ટુપછન્દ: સૂર્યો દેવતા અપામુપસ્પર્શેન વિનિયોગ: ।
પછી નીચે લખેલ મંત્રો ને બોલી આચમન કરો -
ॐ સુર્યશ્ચ મા  મન્યુશ્ચ મન્યુપતયશ્ચ મન્યુકૃતેભ્ય: પાપેભ્યો રક્ષન્તામ્ । યાદ્રાત્રયા પાપમાં કાર્ષમ્ મનસા  વાચા હસ્તાભ્યામ્ પાદભ્યામુદરેણ શિશ્ન અરાત્રીસ્ત દવલુમ્પતુ । યત્કિંચ દૂરિતં મયી ઇદમહપાપોમૃત્યોનૌ  સૂર્યે જ્યોતિષિ  જુહોમિ  સ્વાહા ।। (તૈ . આ . પ્ર . 10, અ . 25)



માર્જન - 
ત્યાર પછી માર્જન નો નીચે લખેલ વિનિયોગ બોલી ડાબા હાથમાં પાણી લઈને દર્ભથી અથવા જમણા  હાથની ત્રણ આંગળીઓ થી 1 થી 7 સુધીના મંત્રને બોલીને માથે છાંટવું . 8 મા મંત્ર થી પૃથ્વી પર તથા 9મા એ ફરી માથે પાણી છાંટવું .
ॐ આપો હિ ષ્ઠેત્યાદિત્ર્યુચસ્ય સિન્ધુદ્વીપ ઋષિર્ગાયત્રી છન્દ: આપો દેવતા માર્જન વિનિયોગ: ।
1. ॐ આપો હી ષ્ઠા મયોભુવ: ।
2. ॐ તા ન ઉર્જે દધાતન ।
3. ॐ મહેરણાય ચક્ષસે ।
4. ॐ યો વઃ શિવતમો રસઃ ।
5. ॐ તસ્ય ભાજયતેહ નઃ ।
6. ॐ ઉશતીરિવ માતર: ।
7. ॐ તાસમાં અરં  ગમય વઃ ।
8. ॐ યસ્ય ક્ષયાય જિન્વથ  ।
9. ॐ આપો જનયથા ચ નઃ । (યજું . 1/50-52)

હવે જમણા  હાથમાં પાણી લઇ નીચેનો મંત્ર ભણીને તે પાણી પી જવું પછી બે વાર મંત્ર વગર પાણી પીવું .

ॐ સુર્યશ્ચમા મન્યુસ્ચ મન્યુપતયશ્ચ મન્યુકૃતેભ્ય: ।
પાપેભ્યો રક્ષન્તાં  યદાત્ર્યા પાપમકાર્શં  માણસા વાચા 
હસ્તાભ્યાં પદભ્યામુદેરણ શિશ્ના રાત્રિસ્તદવલુંમ્પતુ ।
યત્ કિન્ચિત્ દુરિતં  મયી ઇદમહં  મામ્મૃતયાનૌ  સૂર્યે જયોતિષિ  જુહોમિ  સ્વાહા ।।

માથે પાણી છાંટવા વિનિયોગ અને મંત્ર - નીચે લખેલ વિનિયોગ બોલી ડાબા હાથમાં પાણી લઈને જમાના હાથે ઢાંકી દેવું અને નીચે લખેલ મંત્ર બોલી માથે છાંટી દેવું .
વિનિયોગ - 
દ્રુપદાદિવેત્યસ્ય કોકિલો રાજપુત્ર ઋષિરનુષ્ટુપ છન્દ: આપો દેવતાઃ શીરસ્સેકે વિનિયોગ: ।
મંત્ર -  
ॐ દૃપદાદિવ  મુમુચાનઃ સ્વિન્ન: સ્નાતો મલાદિવ ।
પુતં પવિત્રેણેવાજ્યમાપઃ શુન્ધન્તુ મૈનાશ ।। (યજુ . 20/20)

અઘમર્ષણ અને આચમન ના  વિનિયોગ અને મંત્ર
- નીચે લખેલ વિનિયોગ બોલી જમાણા  હાથમાં પાણી લઈને એને નાકે લગાડી મંત્ર બોલી અને ધ્યાન કરી  સમસ્ત પાપ જમાણા  નાકથી કાઢી હાથના પાણીમાં આવી ગયા છે . પછી એ પાણીને જોયા વગર ડાબી બાજુએ ફેંકી દેવું .     
ઋતંચ સત્યં ચેતિ અઘમર્ષણસુક્ત્સ્યાઘમર્ષણ ઋષિરનુષ્ટપ્ છન્દો
ભાવવૃત્તો દેવતા અઘમર્ષણે  વિનિયોગ: ।

મંત્ર - 
 ॐ ઋતંચ સત્યં ચાભીધ્ધાત્ત પસોદ્યજાયત । તતો રાત્ર્યજાયત । તતઃ સમુદ્રો અર્ણવઃ । સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત । અહોરાત્રાણિ વિદધદ્ વિશ્વસ્ય મીષતો  વશી । સૂર્યચન્દ્રમસૌ ધાતા યથાપુર્વમકલ્પયત્ । દિવંચ  પ્રુથિવી ચાંતરિક્ષમથો સ્વઃ ।। (ઋ .અ .8અ . 8વ . 48)

પાછો નીચે લખેલ વિનિયોગ કરો - 
અન્તશ્ચરસીતિ તીરશ્ચીન ઋષિરનુષ્ટુપ્ છન્દ: આપો દેવતા અપામું પસ્પર્શને વિનિયોગ: ।
પછી આ મંત્ર થી આચમન કરો -
ॐ અન્તશ્ચરસિ  ભૂતેષુ  ગુહાયામ્ વિશ્વાતોમુખ: ।
ત્વં  યજ્ઞસ્ત્વં વષ્ટ્કાર આપો જ્યોતી રસોમૃતમ્  ।। (કાત્યાયન, પરિશિષ્ટ સૂત્ર)   

સુર્યાઘ્ય વિધિ 
એના પછી નીચે લખેલ વિનિયોગ ને બોલી અંજલી થી અંગુઠાને છૂટો રાખીને ગાયત્રી મંત્રથી સૂર્ય ભગવાનને પાણી થી અર્ઘ્ય આપો . અર્ઘ્ય્માં ચંદન અને ફૂલ મેળવો . સવારે અને બપોરે એક એડી ઉઠાવી ઉભા રહી અર્ઘ્ય આપવા જોઈએ . સવારે થોડા ઝૂકીને ઉભા રહેવું અને બપોરે સીધા ઉભા રહીને અને સાંજે બેસીને . સવારે અને સાંજે ત્રણ ત્રણ અંજલી આપો અને બપોરે એક અંજલી આપવી . સવારે અને બપોરે પાણીની  અંજલી ઉછાળો અને સાંજે ધોઈને સ્વચ્છ કરેલ સ્થળ પર દ્જીરે થી અંજલી આપો . એવું નદી તત્પર કરો . અન્ય જગ્યા પર પવિત્ર સ્થળ પર અર્ઘ્ય આપો, જ્યાં પગ ના લાગે . સૌથી સારું છે કે કે એક પાત્રમાં અર્ઘ્ય આપી એ પાણીને કોઈ વૃક્ષના મૂળમાં રેડી દેવું .

સુર્યાર્ઘ્ય નો વિનિયોગ -
સૂર્ય ને  અર્ઘ્ય આપતા પહેલા નીચે લખેલ વિનિયોગ બોલો -
(ક)  'ॐકારાસ્ય બ્રહ્મા ઋષિર્ગાયત્રી છન્દ: પરમાત્મા દેવતા અર્ઘ્યદાને વિનિયોગ: ।
(ખ) 'ॐ ભુર્ભુવ: સ્વરીતિ મહાવ્યાહ્રતીનાં પરમેષ્ઠી પ્રજાપતિ ઋષિર્ગાયત્ર્યુષ્ણીગનુષ્ટુભશ્છન્દ્દાન્સ્યગનિવાયુસુર્યાદેવતા: અર્ઘ્યદાને વિનિયોગ: ।
(ગ) 'ॐ તત્સવીતુરીત્યસ્ય વિશ્વમિત્ર ઋષિર્ગાયત્રી છન્દ: સવિતા દેવતા સુર્યાર્ઘ્યદાને વિનિયોગ: । 
આ રીતે વિનિયોગ કરી નીચે લખેલ મંત્ર બોલી અર્ઘ્ય આપો .
'ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો નઃ પ્રચોદયાત્ ।' (શુક્લયજુ . 36/3)

નીચે લખેલા મંત્રો થી પરમાત્માનું માનસિક ધ્યાન કરવું બધી દિશાઓમાં પગે લાગવું.
મનસા પરીક્રમણ મંત્રા:
(પૂર્વ દિશા) 
પ્રાચી દીગગ્નીધિપતિરસિતો રક્ષિતાદિત્યા ઇષવા: |
તેભ્યો નમોધિપતીભ્યો નામો રક્ષિતૃભ્યો નમઇષુભ્યો નમઇષુભ્યોઅસ્તુ |
યોસ્માન્દ્વેષ્ટિ યં વયં દ્વીષ્મસ્તં વો જમ્મે દધ્મ: || 
(દક્ષીણ  દિશામાં)
દક્ષિણાદિગીન્દ્રોધિપતિસ્તિરશ્ચીરાજી રક્ષિતા પિતર ઇષવ: |
તેભ્યો નમોધિપતીભ્યો નામો રક્ષિતૃભ્યો નમઇષુભ્યો નમઇષુભ્યોઅસ્તુ |
યોસ્માન્દ્વેષ્ટિ યં વયં દ્વીષ્મસ્તં વો જમ્મે દધ્મ: || 
(પશ્ચિમ દિશા)
'ॐ  પ્રતીચીદિગ્વરણોધિપતિ : પૃદાકુંરક્ષિતાન્નમિષવ: |
તેભ્યો નમોધિપતીભ્યો નામો રક્ષિતૃભ્યો નમઇષુભ્યો નમઇષુભ્યોઅસ્તુ |
યોસ્માન્દ્વેષ્ટિ યં વયં દ્વીષ્મસ્તં વો જમ્મે દધ્મ: ||  
(ઉત્તર દિશા)
ॐ ઉદીચીદિક્સોમો  ધિપતિસ્વજો  રક્ષિતાશનીરિષવ: | 
તેભ્યો નમોધિપતીભ્યો નામો રક્ષિતૃભ્યો નમઇષુભ્યો નમઇષુભ્યોઅસ્તુ |
યોસ્માન્દ્વેષ્ટિ યં વયં દ્વીષ્મસ્તં વો જમ્મે દધ્મ: ||  
(પાતાળ- નીચેની દિશા)
ॐ  ધ્રુવાદિગ્વિષ્ણુ નુરધિપતિ: કલ્માષીગ્રીવો  રક્ષિતા વિરુધ ઈષવ: |
તેભ્યો નમોધિપતીભ્યો નામો રક્ષિતૃભ્યો નમઇષુભ્યો નમઇષુભ્યોઅસ્તુ |
યોસ્માન્દ્વેષ્ટિ યં વયં દ્વીષ્મસ્તં વો જમ્મે દધ્મ: ||  
(આકાશ - ઉપરની દિશા)
ઉર્ધ્વા દિગ્બ્રુહસ્પતિ: શ્ચિત્રો રક્ષિતા વર્ષમિષવ: |
તેભ્યો નમોધિપતીભ્યો નામો રક્ષિતૃભ્યો નમઇષુભ્યો નમઇષુભ્યોઅસ્તુ |
યોસ્માન્દ્વેષ્ટિ યં વયં દ્વીષ્મસ્તં વો જમ્મે દધ્મ: ||  


આ મંત્રો ને બોલી 
'બ્રહ્મસ્વરૂપિણે સુર્યનારાયણાય નમઃ' કહીને અર્ઘ્ય આપો ।       
વિશેષ -
જો સમય (પ્રાતઃ સૂર્યોદયથી અને સુર્યાસ્ત થી ત્રણ ઘડી પછી) નો અતિક્રમણ થઇ જાય તો પ્રાયશ્ચિતરૂપ નીચે લખેલ મંત્ર થી એક અર્ઘ્ય પહેલા આપવું ત્યારે સુધી આપેલ અર્ઘ્ય આપો - 
'ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો નઃ પ્રચોદયાત્ । ॐ ભૂર્ભુવ: સ્વ: ॐ।'

ઉપસ્થાન-  
સૂર્યના ઉપસ્થાન માટે પહેલા નીચે લખેલ વિનીયોગને બોલો -
(ક) ઉદ્વાયમિત્યસ્ય પ્રસ્કણ્વ ઋષિરનુષ્ટુપ્ છન્દ: સૂર્યો દેવતા સુર્યોપસ્થાને વિનિયોગ: ।
(ખ) ઉદુ  ત્યમિત્યસ્ય પ્રસ્કણ્વ ઋષિર્નિચૃદગાયત્રી છન્દ: સૂર્યો દેવતા સૂર્યોપસ્થાને વિનિયોગ:।
(ગ) ચિત્રમિત્રસ્ય કૌત્સ  ઋષિ સ્ત્રીષ્ટુપ્ છન્દ: સૂર્યો દેવતા સુર્યોપસ્થાને વિનિયોગ: ।
(ઘ) તચ્ચક્ષુરીત્યસ્ય દધ્યન્ગથર્વણ ઋષિ રક્ષરા તીત પુરઉષ્ણિકછન્દ: સૂર્યો દેવતા સુર્યોપસ્થાને વિનિયોગ:।
એના પછી પ્રાતઃ થોડા ઝૂકીને તથા બપોરે ટટ્ટાર બંને હાથોને ઉઠાવી અને સાંજે બેસીને હાથ જોડીને નીચે લખેલ મંત્રોને બોલતા સુર્યોપસ્થાન કરો ।

સુર્યોપસ્થાન મંત્ર -
(ક) ॐ ઉદ્વયમ્ તમસસ્પરિ સ્વઃ પશ્યન્ત  ઉત્તરમ્ ।
દેવં દેવત્રા સૂર્યમગન્મ જ્યોતિરુત્તમમ્ ।। (યજુ . 20/21)
(ખ) ॐ ઉદુ ત્યં જાતવેદસં દેવં વહન્તી કેતવ: ।
દશે વિશ્વાય સુર્યમ્ ।। (યજુ . 7/41)
(ગ) ॐ ચિત્રં દેવાનામુદગાદનિકં ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્ને:।
આપ્રા દયાવા પૃથિવી અંતરિક્ષ સૂર્ય આયમા જગત સ્તાસ્તસ્થુષશ્ચ ।। (યજુ . 7/42)
(ઘ) ॐ તચ્ચકશું ર્દેવહિત પુરસ્તાચ્છુક્રમુચ્ચરત્ । પશ્યેમ શરદ: શતં જીવેમ શરદ: શત શ્રુણુયામ શરદ: શતં પ્રબ્રવામ શરદ: શાતામદીના: સ્યામ શરદ: શતં ભુયસ્ચ શરદ: શતાત્ ।। (યજુ . 36/24)

ગાયત્રી જપ નું વિધાન -     
ષડ્ગન્યાસ - 
ગાયત્રી મંત્ર નાં જપ પહેલા ષડ્ગન્યાસ કરવાનું વિધાન છે . માટે આગળ લખેલ એક એક મંત્રને બોલતા તે તે અંગ ને સ્પર્શ કરો -
1. ॐ હૃદયાય નમઃ (જમાણા  હાથે પાંચેવ આંગળીઓ થી હૃદયનો સ્પર્શ કરો)
2. ॐ ભૂ: શીરસે સ્વાહા (મસ્તક નો સ્પર્શ કરો)
3. ॐ ભુવઃ શિખાયૈ વષ્ટ (શીખાનો અંગુઠાથી સ્પર્શ કરો)
4. ॐ સ્વઃ કવચાય હુમ્ (જમાણા  હાથની આંગળીઓ થી ડાબા ખભા અને ડાબા હાથની આંગળીઓથી જમાણા  ખભા નો સ્પર્શ કરો)
5. ॐ ભૂર્ભુવ: સ્વઃ નેત્રાય વૌષ્ટ (આંખોનો સ્પર્શ કરો)
6. ॐ ભુર્ભુવ: સ્વઃ અસ્ત્રાય ફટ  (ડાબા હાથ ની હથેળી પર જમણા  હાથને માથા પરથી ફેરવી મધ્યમાં અને તર્જનીથી તાળી વગાડવી)   

ગાયત્રી ધ્યાન 
પ્રાતઃકાળે બ્રહ્મરૂપા ગાયાત્રીમાતા નું ધ્યાન -
ॐ બાલાં વિદયાં તું ગાયત્રી લોહિતાં  ચતુરાનનામ્ ।
રક્તામ્બરદ્વયોપેતામક્ષસૂત્રકરાં તથા ।।
કમંડલુ ધરાં  દેવી હંસ વાહન સંસ્થિતામ્ ।
બ્રહ્માણી  બ્રહ્મદૈવત્યાં બ્રહ્મલોક નીવાસિનીમ્ ।।
મંત્રે નાં વાહયેદ્દેવી મયાન્તી સૂર્યમંડલાત્ । 
ભગવતી ગાયત્રી નું મુખ્ય મંત્ર દ્વારા સુર્યમંડળથી આવતા આ રીતે ધ્યાન કરવું જોઈએ કે એની કિશોરાવસ્થા છે અને એ જ્ઞાનસ્વરૂ પિણી  છે . એ રક્તવર્ણા  અને ચતુર્મુખી છે . એમના ઉત્તરી અને મુખ્ય પરિધાન બંને રક્તવર્ણના છે . એમના હાથોમાં રુદ્રાક્ષની માલા છે . હાથ માં કમંડળ ધારણ કરી તેઓ હંસપર  વિરાજમાન છે . એ સરસ્વતી સ્વરૂપા છે, બ્રહ્લોકમાં નિવાસ કરે છે અને બ્રહ્માજી એમના પતીદેવતા છે .'

ગાયત્રીનું આહ્વાન -  
એના પછી ગાયત્રી માતાના આહ્વાન માટે  લખેલ વિનિયોગ કરો -
તેજોસીતિ  ધામના માસીત્યસ્ય ચ પરમેષ્ઠી પ્રજાપતિઋષિર્યજુસ્ત્રિષ્ટુબુષ્ણિહૌ છન્દસી આજ્યં દેવતા ગાયત્ર્યાવાહને વિનિયોગ: ।

પછી નીચે લખેલ મંત્ર થી ગાયત્રીનું આહ્વાન કરો .
'ॐ તેજોસિ શુક્રમસ્યમૃતમસિ । ધામનામાસિ  પ્રિયં દેવાનામના  ધ્રુષ્ટં દેવયજનમસિ।' 
ગાયત્રી ત્ર્યક્ષરાં  બાલાં  સાક્ષસૂત્રકમન્ડલુમ્ ।
રક્તવસ્ત્રામ્ ચતુર્હસ્તાં હંસવાહન સંસ્થિતામ્ ।।
ઋગ્વેદક્રુતોત્સંગાં સર્વદેવ  નમસ્કૃતામ્ ।
બ્રહ્માણી  બ્રહ્મદેવત્વાં બ્રહ્મલોક નિવાસિનીમ્ ।।
અવાહ્યામ્યહં દેવી માયાન્તી સૂર્યમંડલાત્ ।।
આગચ્છ વરાળે દેવિ  ત્ર્યક્ષરે  બ્રહ્મ્વાદિની ।
ગાયત્રી છંદ્સાં માતર બ્રહ્મ્યોને નમોસ્તુતે ।।  (યજુ  . 1/31)

ગાયત્રી દેવીનું ઉપસ્થાન (પ્રણામ) - આવાહન કરવાથી ગાયત્રી દેવી આવી ગયા છે, એવું માનીને નીચે લખેલ વિનિયોગ બોલી આગળના મંત્ર થી એમને પ્રણામ કરો - 
ગાયાત્ર્યસીતિ વિવસ્વાન્ ઋષિ: સ્વરાણ્મહાપન્ક્તિશ્છન્દ: પરમાત્મા દેવતા ગાયાત્ર્યુ પસ્થાને વિનિયોગ:।
ॐગાયત્ર્યસ્યેક્પદી દ્વિપદી ત્રિપદી ચતુષ્પદયપદસિ । ન હિ  પદયસે નમસ્તે તુરીયાય દર્શતાય પડાય પરોજાસેસાવદો માં પ્રાપત્ । (બૃહદા. 5/14/7)

(ગાયત્રી ઉપસ્થાન પછી ગાયત્રી-શાપવિમોચન તથા ગાયત્રી મંત્ર જપ થી પહેલા ચોવીસ મુદ્રાઓ કરવાનું વિધાન છે, પણ નિત્ય સંધ્યાવન્દનમાં અનિવાર્ય ન હોવાથી પણ એને જો વિશેષરૂપે કરવાના ઈચ્છુક હોય, એમને માટે અહી આપવામાં આવે છે)
ગાયત્રી શાપ વિમોચન - 
બ્રહ્મા, વશિષ્ઠ વિશ્વામિત્ર અને શુક્ર દ્વારા ગાયત્રી-મંત્ર શપ્ત છે . માટે શાપ નિવૃત્તિ માટે શાપ વિમોચન કરવું જોઈએ .
1. બ્રહ્મ શાપવિમોચન - વિનિયોગ -
 ॐ અસ્ય શ્રીબ્રહ્મશાપવિમોચનમન્ત્રસ્ય બ્રહ્મા ઋષિર્ભુક્તિ પ્રદા બ્રહ્મશાપવિમોચની ગાયત્રી શક્તિર્દેવતા ગાયત્રી છન્દ: બ્રહ્મશાપવિમોચને વિનિયોગ: ।
મંત્ર- 
ॐ  ગાયત્રી બ્રહ્મેત્યુપાસીત યાદ્રૂપં બ્રહ્મવિદો વિદુ: ।
તાં  પશ્યન્તિ ધીરા: સુમનસો વાચમગ્રત: ।।
ॐ વેદાન્તનાથાય વિદ્મહે  હિરણ્યગર્ભાય ધીમાહિ  તન્નો  બ્રહ્મ પ્રચોદયાત્ । ॐ દેવી ગાયત્રિ  ત્વં  બ્રહ્મશાપાદ્ વિમુક્તા ભવ ।

2. વશિષ્ઠ- શાપ્વીમોચન વિનિયોગ - 
 ॐ અસ્ય શ્રીવશિષ્ઠ શાપવિમોચનમન્ત્રસ્ય નીગ્રહાનુગ્રહ્કર્તા વશિષ્ઠ ઋષિર્વશિષ્ઠાનુગૃહિતા ગાયત્રી શક્તિર્દેવતા વિશ્વોદ્ભવા ગાયત્રી છન્દ: વસિષ્ઠશાપવિમોચનાર્થ  જપે વિનિયોગ: ।
મંત્ર - 
ॐ સોહમર્કમયં જ્યોતીરામજ્યોતીરહં શિવ: ।
આત્મજ્યોતીરહં શુક્ર: સર્વજ્યોતિરસોસ્મ્યહમ્ ।। 
યોનીમુદ્રા દેખાડી ત્રણવાર ગાયત્રી જાપો .     
ॐ દેવી ગાયત્રિ  ત્વં વસિષ્ઠશાપદ્વિમુક્તા ભવ ।

3. વિશ્વામિત્ર શાપવિમોચન - વિનિયોગ-
ॐ અસ્ય શ્રીવિશ્વામીત્રશાપવિમોચનમન્ત્રસ્ય નૂતનસૃષ્ટિકર્તા વિશ્વામિત્રઋષિર્વિશ્વામીત્રાનુગૃહીતા ગાયત્રી શક્તિર્દેવતા વાગ્દેહા ગાયત્રી છન્દ: વિશ્વામિત્રશાપવિમોચનાર્થ જપે વિનિયોગ:।
મંત્ર - 
ॐ ગાયત્રી ભજામ્યગ્નિમુખી વિશ્વગર્ભા યાદુદ્ભવા: ।   
દેવાશ્ચક્રિરે વિશ્વસૃષ્ટિમ તા કલ્યાણીમિષ્ટકરી પ્રપદ્યે ।।
ॐ દેવી ગાયત્રી ત્વં વિશ્વામિત્રશાપાદવિમુક્તા ભવ ।

4. શુક્ર શાપવિમોચન વિનિયોગ -
ॐ અસ્ય શ્રીશુક્રશાપવિમોચનમન્ત્રસ્ય શ્રીશુક્રઋષિ: અનુષ્ટુપછન્દ: દેવી ગાયત્રી દેવતા શુક્રશાપવિમોચાનાર્થ જપે વિનિયોગ:।
મંત્ર -
ॐ સોહમર્કમયં જ્યોતિરાત્મજ્યોતિરહં શિવ ।
આત્મ જ્યોતિરહં શુક્ર:સર્વજ્યોતિ રસો સ્મ્યહમ્ ।।
ॐદેવી ગાયત્રિ ત્વં શ્રશાપાદ્વિમુક્તા ભવ ।

પ્રાર્થના -
ॐ અહો દેવી મહાદેવી સંધ્ય વિદ્યે સરસ્વતી ।
અજરે અમરે ચૈવ બ્રહ્મયોનિર્નમોસ્તુતે ।।
ॐ દેવી ગાયત્રિ ત્વં  બ્રહ્મશાપાદ્વિમુક્તા ભવ, વ વસિષ્ઠશાપાદ્વિક્તા ભવ, વિશ્વામિત્રશાપાદ્વિમુક્તા ભવ, શુક્રશાપાદ્વિમુક્તા ભવ ।

જપના પહેલા ની 24 મુદ્રાઓ -
સુમુખં સંપુટં ચૈવ વિતતં  વિસ્તૃતં  તથા। 
દ્વીમુખં ત્રિમુખં  ચૈવ ચતુષ્પંચમુખં તથા।।
ષણ્મુખાધોમુખં ચૈવ વ્યાપકાન્જલીકં તથા ।
શકટં યમપાશં ચ ગ્રથીતં ચોન્મુખોન્મુખં ।।
પ્રલમ્બં મષ્ટિકં ચૈવ મત્સ્ય: કુર્મો વરાહ્કમ્ ।
સિંહાક્રાન્તં મહાક્રાન્તં મુદગરં  પલ્લવં  તથા ।।
એતા  મુદ્રશ્ચતુર્વિશજ્જપાદૌ  પરીકીર્તિતા: ।। (દેવીભા . 11/17/99-101, યાજ્ઞવલ્કયસ્મૃતિ , આચારાધ્યાય, બાલમ્ભટ્ટી ટીકા)   

1. સુમુખમ્ - બંને હાથોની આંગળીઓને વાળીને પરસ્પર મેળવો .
2. સમ્પૂટમ્ - બંને હાથોને ફુલાવીને મેળવો .
3. વિતતમ્ - બંને હાથની હથેળીઓને પરસ્પર સામે કરો . 
4. વિસ્તૃતમ્ - બંને હાથની આંગળીઓને ખોલીને થોડી વધુ અલગ કરો .
5. દ્વીમુખમ્ - બંને હાથની કનિષ્ઠિકાથી કનિષ્ઠિકા અને અનામિકા થી અનામિકા મેળવો.
6. ત્રિમુખમ્ - ફરી બન્ને  માધ્યમાઓને મેળવો .
7. ચતુર્મુખમ્- બંને તાર્જનીઓને મેળવો .
8. પંચ્મુખમ્- બંને અંગુઠાને મેળવો .
9. ષણ્મુખમ્ - હાથ એમજ રાખી બંને કનિષ્ઠિકાઓને ખોલો .
10. અધોમુખમ્ - ઉલટા હાથોની આંગળીઓને વાળો તથા મેળવીને નીચેની તરફ કરો.
11. વ્યાપકાન્જલીકમ્ - એમજ મળેલા હાથોને શરીરની તરફ ફેરવી સીધા કરો .
12. શકટમ્- બંને હાથોને ઉલ્ટાકરી અંગુઠા થી અંગુઠો મેળવી તર્જનીઓ ને સીધી કરી મુઠ્ઠી બાંધવી .
13. યમશામ્ - તર્જની થી તર્જની બાંધી બંને મુઠ્ઠીઓ બાંધો .
14. ગ્રથીતમ્ - બંને હાથોની આંગળીઓને પરસ્પર ગુન્થો .
15. ઉન્મુખોન્મુખમ્ - હાથોની પાંચેવ આંગળીઓને મેળવીને પહેલા દાબાપર જમણો,  પછી જમણા  પર ડાબો હાથ રાખો .
16. પ્રલમ્બમ્ - આંગળીઓને થોડી વાળી હાથને ઉલટાવી નીચેની તરફ કરો .
17. મુષ્ટિકમ્ - બંને અંગુઠા ઉપર રાખીને બંને મુઠ્ઠીઓ બાંધીને મેળવો .
18.  મત્સ્ય - જમણી હથેળીની પીઠપર ડાબી હથેળી ઉલટાવી બંને અંગુઠા હલાવો .
19.કુર્મ: - સીધા ડાબા હાથની મધ્યમા, અનામિકા,તથા કનિષ્ઠિકા ને વાળી ઉલટા જમણા હાથની મધ્યમા, અનામિકાને એ ત્રણે આંગળીઓ ની નીચે રાખી તર્જની પર જમણી કનિષ્ઠિકા અને ડાબા અંગુઠા પર જમણી તર્જની રાખો .
20. વરાહકમ્ - જમણી તર્જની ને ડાબા અંગુઠા સાથે મેળવો, બંને હાથની આંગળીઓ ને પરસ્પર બાંધો .
21. સિંહાક્રાન્તમ્ - બંને હાથ ને કાનો ની નજીક લાવો .
22. મહાક્રાન્તમ્ - બંને હાથો ની આંગળીઓ ને કાન નજીક લાવો .
23. મુદ્ગરમ્ - મુઠ્ઠી બાંધી, જમણી કોણી  ડાબી હથેળી પર મુકો .
24. પલ્લવમ્ - જમણા  હાથની આંગળીઓ ને મોઢાની સામે હલાવો .

ગાયત્રી મંત્ર નો વિનિયોગ -
એના પછી ગાયત્રી મંત્ર જપ માટે વિનિયોગ બોલો -
ॐકારાસ્ય બ્રહ્મા ઋષિર્ગાયાત્રી છન્દ: પરમાત્મા દેવતા, ॐ ભૂર્ભુવ: સ્વરિતિ  મહાવ્યાહ્ગતીનાં પરમેષ્ઠી પ્રજાપતિ  ઋષિર્ગાયત્ર્યુષ્ણિગનુષ્ટુભશ્છન્દાંસિ અગ્નિવાયુસૂર્યા  દેવતા:, ॐ તત્સવિતુરિત્યસ્ય વિશ્વામિત્રઋષિર્ગાયાત્રી છન્દ: સવિતા દેવતા જપે વિનિયોગ: ।
એના પછી ગાયત્રી મંત્ર્મંત્ર નાં 108 વાર જપ કરો . 108 વાર ન થાય તો ઓછામાં ઓછા 10 વાર કરવાજ . સંધ્યામાં ગાયત્રી મંત્રને કરમાળા  (આંગળીને ટેરવે)જપ સારા મનાય છે, ગાયત્રી મંત્રનાં 24લાખ જપ કરવાથી એક પુરશ્ચરણ થાય છે . જપ માટે બધી માળાઓમાં રુદ્રાક્ષની માલા શ્રેષ્ઠ છે .

મધ્યાન્હ સંધ્યા 
(પ્રાતઃ સંધ્યા પ્રમાણે કરો)
પ્રાણાયામ પછી 'ॐ સૂર્યસ્ચ મેતિ' નાં વિનિયોગ અને આચમન મંત્ર નાં સ્થાને નીચે લખેલ વિનિયોગ તથા મંત્ર બોલો .
વિનિયોગ -
'ॐ આપઃ પુનન્ત્વિત બ્રહ્મા ઋષિર્ગાયાત્રી છન્દ: આપો દેવતા અપામુપસ્પર્શને વિનિયોગ: ।
આચમન - ॐ આપઃ પુનન્તુ પૃથિવી પ્રુથ્વી પૂતા  પુનતુ મામ્ । પુનન્તુ બ્રહ્મણસ્પતિર્બ્રહ્મપૂતા  પુનાતુ મામ્ ।
યાદુચ્છીષ્ટ માંભોજ્યં ચ યદ્વા દુશ્ચરીતં  મમ । સર્વ પુનન્તુ મામા પોસતાં ચ પ્રતીગ્રહ સ્વાહા । (તૈ . આ .પર .10, અ . 23)

ઉપસ્થાન -
બંને હાથ ઉપર કરો .
અર્ઘ્ય - સીધા ઉભા રહી સૂર્યને એક અર્ઘ્ય આપો .
વિષ્ણુરૂપા ગાયત્રીનું ધ્યાન -
'ॐ મધ્યાહને વિષ્ણુરુપાં  ચ તાક્ષર્યસ્થાં પીતવાસસામ્ ।
યુવર્તી ચ યજૂર્વેદાં સુર્યમન્ડલસંસ્થિતામ્ ।।
સૂર્ય મંડળમાં સ્થિત યુવાવાસ્થાવાળી, પીળા વસ્ત્ર, શંખ, ચક્ર, ગાદા તથા પદ્મ ધારણ કરી ગરુડપર બેઠેલી યજુર્વેદ સ્વરૂપા ગાયત્રી નું ધ્યાન કરવું .
સાયં  સંધ્યા  
(પ્રાતઃ સંધ્યા પ્રમાણેજ કરો)
ઉત્તરાભિમુખ (ઉત્તર તરફ મુખ રાખી) થઈને સૂર્ય હોય ત્યારેજ કરવી ઉત્તમ છે . પ્રાણાયામ પછી 'ॐ સુર્યસ્ચ મેતિ .' નાં વિનિયોગ તથા આચમન મંત્ર ને સ્થાને નીચે લખેલ વિનિયોગ અને મંત્ર બોલી આચમન કરવું .
વિનિયોગ -
ॐ અગ્નિસ્ચ મેતિ રુદ્ર ઋષિ: પ્રકૃતિશન્દોગ્નિર્દેવતા અપામુપસ્પર્શને વિનિયોગ: ।

આચમન -
ॐ અગ્નિસ્ચ મા  માન્યુસ્ચ મન્યુપતયસ્ચ માંન્યુકૃયેભ્ય: પાપેભ્યો રક્ષન્તામ્ । યદહના પાપમકાર્ષ મનસા  વાચા હસ્તાભ્યાં પદભ્યામુદરેણ શીશ્ના અહસ્તદવલુમ્પતુ । યત્કિંચ દુરિતં  મયિ ઇદમહમાપો મ્રુતાયોનૌ  સત્યે જ્યોતિષિ  જુહોમિ  સ્વાહા । (તૈ .આ .પ્ર . 10 અ . 24)

અર્ઘ્ય -
પશ્ચિમાભિમુખ રહીને ત્રણ અર્ઘ્ય આપો .

ઉપસ્થાન - 
બંને હાથ બંધ કરીને કમળની  જેમ કરો .

શિવરુપા ગાયત્રી નું ધ્યાન -
ॐ સાયાહને શિવરુપાં  ચ વૃધ્ધામ્ વૃષભ વાહિનીમ્ ।
સૂર્યમંડલમધ્યસ્થાં સામવેદસમાયુતામ્ ।।
સુર્ય મંડળમાં સ્થિત વૃદ્ધ રૂપા ત્રિશુલ, ડમરું, પાશ તથા પાત્ર લઇ વૃષભ પર બેઠેલી સામવેદ સ્વરૂપા ગાયત્રી નું ધ્યાન કરવું .

જપ નિવેદન સંકલ્પ :

અનેન  યથાશક્તિ ગાયત્રી જપ કૃતેન બ્રહ્મસ્વરૂપી શ્રી સૂર્યનારાયણ: પ્રીયતાં ન મમઃ।
અનેન પ્રાતઃ સંધ્યાંગ ભુતાગાયાત્રીજપસર્મણા  ભગવાન સૂર્ય નારાયણ: પ્રીયાતામ ||
અનેન પ્રાતઃ સંધ્યાખ્યેન સર્મણા ભગવાન શ્રી પરમેશ્વર:  ॐ તત્સત બ્રહ્મણાર્પણમસ્તું ||

આ પછી બંને હાથ વડે અવળા સાવલી બંને કાન પકડવા, પોતાના ગોત્ર સહીત નામનો ઉચ્ચાર કરવો અને માથું નમાવી ગુરુને નમસ્કાર કરવા તેજ પ્રમાણે માતા-પિતાને, ઇષ્ટ દેવને વગેરે નમસ્કાર કરવા .

(પોતાનું નામ) પ્રવરાન્વિતઃ યજુર્વેદસ્ય શાખાધ્યાયી શર્માહં ભો ગુરો(ગુરુનું નામ) ભો પિતર (પિતાનું નામ) ભો માતર (માતાનું નામ) ભો સ્વેષ્ટ દેવતે (ઇશ્ર દેવ નું નામ) ત્વાં  અહં  અભિવાદયામિ ।  

સંધ્યા વિધિ સમાપ્ત