May 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1153

(૧૪૮) સ્વપ્નની સત્યતા-અસત્યતા વિષે
વ્યાધ કહે છે કે-હે મુનિ,જો આપ કહો છો તેમ જ હોય તો,કેટલાંક સ્વપ્નમાં સત્યતા અને કેટલાંક સ્વપ્નમાં અસત્યતા
કેમ હોય છે? સ્વપ્ન-દૃષ્ટિ વડે જોતાં મારા ચિત્તમાં આ એક મોટો સંશય ઉત્પન્ન થાય છે.

મુનિ કહે છે કે-ચિદાત્માની અંદર સ્વપ્ન-અવસ્થામાં,દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્યના સંયોગથી જે 'સંકલ્પ'
(કાકતાલીય ન્યાયની જેમ નિશ્ચય-રૂપે) ઉદય પામે છે,તે જ 'સત્ય-સ્વપ્ન' નામે કહેવાય છે.
(મણિ,મંત્ર,ઔષધિ ને દ્રવ્ય-રૂપી નિમિત્ત વડે) કોઈ સ્થળે તેનો વ્યભિચાર થતો નથી,પણ કોઈ સ્થળે
(સાધન-સંપત્તિ ના અભાવે) તેનો વ્યભિચાર થતો પણ જોવામાં આવે છે.પરંતુ
શાસ્ત્ર-મર્યાદા પ્રમાણે તેને 'સત્ય-સ્વપ્ન' નામ વડે કહી શકાય છે.

લોકોમાં પણ આ પ્રમાણે સત્ય-સ્વપ્નની સ્થિતિ રહેલી છે,એટલે તેના (સ્વપ્નના) સત્ય કે અસત્યપણામાં,
કાકતાલીય-ન્યાય વિના બીજું કોઈ નિયામક સાધન મળતું નથી.
હિરણ્યગર્ભના સંકલ્પનું સ્ફુરણ જ્યાં જેવો નિશ્ચય બાંધે છે,ત્યાં સત્ય-સંક્લ્પતાને લીધે (તેનો સ્વભાવ જ તેવા ફળ વડે
યુક્ત હોવાથી) તેવા રૂપે થઇ જાય છે.તે હિરણ્યગર્ભના નિશ્ચયને બીજા કોઈ 'સિદ્ધ' નો 'વિરુદ્ધ સંકલ્પ'
પ્રતિબંધકારક કરી શકે નહિ.તે તો હિરણ્યગર્ભના સંકલ્પને અનુકુળ રીતે જ ઉદય પામે છે.

શાસ્ત્ર-આદિના 'પ્રમાણ'ના બળથી 'આ સ્વપ્ન સત્ય છે' એવો અંદર દૃઢ નિશ્ચય બંધાઈ ગયો હોય,તો તે તેવા પ્રમાણે જ
સત્યપણે ઉદય પામી અનુભવમાં આવે છે.પણ જો (શાસ્ત્ર-પ્રમાણમાં) સંદેહ હોય તે સંદિગ્ધ(સંશય)રૂપે અનુભવમાં આવે
છે.જો 'સ્વપ્ન સાચું છે' એવી કલ્પના થઇ હોય,અને સ્વપ્ન મુજબના ફળ જો,કોઈ બીજા કોઈ જ કારણથી પણ પ્રાપ્ત થાય,
તો પણ મનુષ્ય નિશ્ચય કરે છે કે-'આ સ્વપ્નમાં સૂચવેલ ફળ મુજબનું જ ફળ મળ્યું છે'
(એટલે કે તે મનુષ્ય તે સ્વપ્નને સત્ય માને છે-અને જો વિરુદ્ધ થાય તો સ્વપ્ન અસત્ય માને છે)

ત્રણે લોકોના પદાર્થો,તેના ઘણા લાંબા કાળના પરિચયને કારણે પુરુષના પોતાના આત્માની અંદર આરૂઢ થયેલા હોય છે.
આવો,પુરુષનો બની ગયેલ સ્વભાવ ઘણી વખત દેશ,કાળ.યત્ન-આદિના યોગથી બદલાઈ પણ જાય છે,
પણ એક ચિદાકાશનો પોતાનો સ્વભાવ કદી બદલાતો નથી.અને તેથી તે જ સત્ય છે. એટલે જગત એ ચિદાકાશનો
વિવર્ત (વિલાસ) છે.એ બ્રહ્મ (ચિદાકાશ)ને છોડીને બીજું બધું ચિદ્રુપ-રૂપે સત્ય છે અને આરોપિત-રૂપે અસત્ય છે.

સત્ય-અસત્ય-જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-આદિ સંજ્ઞાઓ (નામો) પર્યાય શબ્દની જેમ 'કલ્પવામાં' આવી છે.
અહી કોઈ પણ જાતનો દૃઢ નિયમ કે અનિયમ એવું કશું નથી.(ચિદાકાશમાં એ કેવી રીતે હોઈ શકે?)
જ્યાં સુધી ચિત્ત,દૃશ્ય-રૂપી સ્વપ્નની અંદર રહે છે -ત્યાં સુધી તે ચિત્ત જ બંધન-રૂપ થાય છે,
માટે તત્વવેત્તાઓએ ચિત્તને બહિર્મુખ ના થવા દેતાં નિયમમાં રાખવું.પવનની રેખાની જેમ ચિદાત્મા પણ
વિના કારણે જ બહિર્મુખ થાય છે,તેમાં (સત્ય-અસત્યના) કોઈ ચોક્કસ નિયમની કલ્પના ક્યાંથી અને કેવી રીતે હોય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE