May 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1157

મુનિ કહે છે કે- એ (બીજ) મુનિએ મને બોધ કર્યો એટલે મારા ચિત્તની શુદ્ધિ થઇ,અને મારા પોતાના શુદ્ધ સ્વ-રૂપને
ઓળખ્યું,એટલે એ સમયે તે (બીજા) મુનિ તે પણ હું જ હતો-એવું ચિત્તમાં મને સ્ફૂરી આવ્યું અને
મને અતિ-આશ્ચર્ય થયું ને હું જાણે હૃદયમાં આર્દ્ર થઇ ગયો.
મને સમજાઈ ગયું કે-એ મને ઉપદેશ આપનાર મુનિ પણ ભ્રાંતિ-માત્ર છે અને મારી જેમ જ બ્રહ્મ-રૂપ છે.
પહેલાં હું ભોગોમાં રાખેલી આસ્થા વડે છેતરાયો હતો પણ મારા જ આત્મબોધથી
હું મારા સ્વરૂપને ઓળખી ગયો.આ સર્વ જગત મિથ્યા છતાં જાણે સત્ય જેવું ભાસે છે-તે મોટું આશ્ચર્ય છે !!

પછી મને જ્ઞાનનો ઉપદેશ આપનાર તે મહામુનિને કહ્યું કે-હું મારા પોતાના આશ્રમમાં રહેલા પ્રથમના મુનિ
શરીરને જોવા જાઉં છું,વળી આ મનુષ્ય (કે જેના દેહમાં મેં પ્રવેશ કરેલો છે) ના દેહમાં જે આ બધું દેખાય છે
તેને જોવા માટે પણ,હું આ મનુષ્યના દેહમાંથી બહાર જાઉં છું.

ત્યારે તે મહામુનિએ મને હસતાં હસતાં કહ્યું કે-'તમારા આ બંને દેહ હવે ક્યાં છે?એ તો ભસ્મ થઇ બહુ દૂર
જતા રહ્યા છે.(જ્ઞાન થતાં બંને શરીર બ્રહ્મમય થઇ ગયા છે) છતાં તમે ત્યાં જઈને જોશો
તો એ સર્વ વિશેનો (વિચારથી) નિર્ણય થતાં,એ સર્વ પોતાની મેળે જ તમારા જાણવામાં આવી જશે'
પછી હું પૂર્વના દેહનો વિચાર કરીને તે પૂર્વદેહમાં જવાને ઈચ્છી રહ્યો.
મેં મારા તે પૂર્વ-સ્થૂળ-દેહના અનુસંધાનને અને સ્વપ્નથી (પ્રાતિભાસિક સત્તાથી) ઉત્પન્ન થયેલ દેહને
(એ બંને દેહને) 'હું પાર્થિવ-શરીર-રૂપ છું' એવા મારા 'કાલ્પનિક રૂપ' ને છોડી દીધું.

હવે મેં,મારા (પ્રાણ-ઉપાધિ-વાળા-ચિદાત્મા-રૂપ) 'જીવ'ને તેના પ્રાણ-દ્વારા,વાત (વાયુ)વ્યૂહમાં જોડી દીધો.
તે મુનિને મેં કહ્યું કે-'હે મુનિ,હું જ્યાં સુધી હું મારા પૂર્વદેહને જોઇને અહી આવું ત્યાં સુધી આપ અહી જ રહેજો'
પછી,મેં પવનની અંદર પ્રવેશ કરી,ઘણા લાંબા સમય સુધી તેમાં ભમ્યો.પણ મને તે પૂર્વ-દેહના ગળાનું છિદ્ર મળ્યું નહિ.
અને આમ વાત-વ્યૂહમાં ગૂંચવાઈ રહેવાથી મને ખેદ થવા લાગ્યો.એટલે વળી પાછો હું મારા આત્માના બંધન-રૂપ-એવા
આ જગતમાં પાછો આવ્યો અને મુનિને પૂછવા લાગ્યો કે-

'હે મહારાજ આ શું આશ્ચર્ય છે? મેં જે મનુષ્યના દેહની અંદર પ્રવેશ કર્યો હતો તે દેહને મારો પોતાનો પૂર્વદેહ
એ બંને ક્યાં જતા રહ્યા? મને તે પાછા કેમ મળ્યા નહિ?
મે ઘણા કાળ સુધી વિશાળ સંસાર-મંડળમાં ભ્રમણ કર્યું પણ મારા પૂર્વદેહના ગળાનું છિદ્ર મને કેમ મળ્યું  નહિ?'
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE