May 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1158

બીજા મુનિ કહે છે કે-આ વિષયમાં તમે યોગ વડે એકાગ્ર થયેલી બુદ્ધિ વડે જોશો તો હાથમાં રહેલ
કમળની જેમ નિઃશેષ રીતે તેને જાણી શકશો.પણ ભલો.તમને મારા વચન વડે સંભાળવાની જ ઈચ્છા
હોય તો,હું તમારા બનેલા વૃત્તાંતને અનુસરીને અખંડિત રીતે તેને કહીશ તે તમે સાંભળો.

(નોંધ-અહીં હવે (પહેલા)મુનિની આ પરકાયાપ્રવેશની કથાનું તાત્પર્ય સમજાવતાં બીજા મુનિ કહે છે કે)
વસ્તુતઃ જોતાં તમે જે આ વ્યષ્ટિ-રૂપે અનુભવમાં આવો છો,તેવા રૂપે નથી જ,પણ (વિષ્ણુ) ભગવાનના
'જ્ઞાન-રૂપી-નાભિ-કમળ' ની અંદર બેઠેલા હિરણ્યગર્ભ-રૂપ (બ્રહ્મા-રૂપ) છો.
આવા તમે પોતે તપ-રૂપી મનોરાજ્યમાં સ્થિર થઈને રહેવાથી એક આશ્રમની અંદર તપસ્વી (મુનિ) રૂપ
થઇ રહ્યા હતા,ત્યાં તમારો વ્યષ્ટિ-ભાવનો અનુભવ પુષ્ટ થયો એટલે તે અનુભવથી,સ્વપ્ન વગેરેનું કૌતુક
જોવાની ઇચ્છાથી તમે  બીજા પ્રાણી (મનુષ્ય)ના શરીરના હૃદયમાં પ્રવેશ કર્યો હતો (પરકાયા પ્રવેશ)

તમે જે પ્રાણીના હૃદયની અંદર પેઠા,તેમાં જ (સ્વપ્નમાં) આ વિસ્તારવાળા ત્રણે લોકો તમારા જોવામાં આવ્યા.
અને ઘણા લાંબા સમય સુધી તે સ્વપ્ન જોવામાં તમે વ્યગ્ર થઇ ગયા,ત્યારે તમારો પોતાનો પૂર્વદેહ અને તમારો આશ્રમ
એ સર્વ પ્રચંડ દાવાનળ લાગવાથી ખાખ થઇ ગયા હતા.વળી એ દાવાનળમાં (પ્રલયમાં) તમે
જે બીજા પ્રાણીના દેહમાં પ્રવેશ કર્યો હતો તે પણ નાશને જ પ્રાપ્ત થયું હતું.
(એટલે કે આત્મા અને પરમાત્મા જુદા ના રહેતાં પરમાત્મા-રૂપ  (ચૈતન્ય કે બ્રહ્મ-રૂપ) થઇ ગયા હતા)

વ્યાધ (પહેલા) મુનિને પૂછે છે કે-હે મહારાજ,ત્યાં દાવાનળ(અગ્નિ)થી સર્વ દેહો એક સાથે કેમ ભસ્મ થઇ ગયા ?
મુનિ કહે છે કે-સંકલ્પ (કલ્પના)-આદિનો ઉદય અને  ક્ષય થવામાં જેમ તે સંકલ્પ કરનાર પુરુષના મનનું સ્ફુરણ જ
એક હેતુરૂપ છે,તેમ આ ત્રણે લોકો (ત્રૈલોક્ય)નો સંકલ્પ(કલ્પના) કરનારું વિધાતાના મનનું સ્ફુરણ જ ત્રૈલોક્ય-રૂપ
થઇ જાય છે.અને ત્રણે લોકોનો ક્ષોભ-અક્ષોભ (ઉદય-ક્ષય) થવામાં એ વિધાતા (હિરણ્યગર્ભ) નો સંકલ્પ જ હેતુરૂપ છે.
એનાથી જ આ જગતનો ઉદય થાય છે અને એનાથી જ આ જગતનો થાય થાય છે.

હિરણ્યગર્ભ,આ જગતના મનઃસમષ્ટિ -આદિના હેતુરૂપ છે,વસ્તુતઃ આ હિરણ્યગર્ભ પણ (બ્રહ્મથી) ચિદાકાશમાં કલ્પિત છે.
આમ માયા વડે યુક્ત એવા ચિદાકાશ (ઈશ્વર કે બ્રહ્મ)ની કલ્પના(સંકલ્પ) પણ અનંત છે.
આ રીતે ચિદાકાશની અંદર તે (બ્રહ્મ) ની શોભા જ આ સર્વ (જગત) ના આકારે દેખાય છે,
એવું વિવેકી વિદ્વાનોનું સમજવું છે,બાકી મૂર્ખોને જેવું ભાન થતું હોય તેવું ભલે થાઓ.(તે સત્ય નથી)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE