Jun 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1183

(૧૬૫) જાગ્રત-સ્વપ્નનું ઐક્ય
વસિષ્ઠ કહે છે કે-મનોરાજ્ય-એ ક્ષણિક હોવાથી જાગ્રતમાં સ્વપ્ન જેવું છે વળી,મનોરાજ્ય-રૂપી-સ્વપ્ન જ
જાગ્રત-ભાવને પ્રાપ્ત થાય છે.સ્વપ્નમાં પ્રતીતિમાં આવતી જાગ્રત અવસ્થા મુજબ જ જાગ્રત એ સ્વપ્ન અવસ્થાને
પ્રાપ્ત થઇ જાય છે.આમ,સ્વપ્ન એ જાગ્રતમાં અનુસ્યૂત (પરોવાયેલું) છે તો જાગ્રત એ સ્વપ્નમાં અનુસ્યૂત છે.
સ્વપ્ન-રૂપ-જાગ્રતમાંથી પ્રબુદ્ધ થયેલો આત્મા પાછો જાગ્રત-રૂપી-સ્વપ્નમાં પ્રવેશ કરે છે.

જાગ્રત-રૂપી-સ્વપ્નમાં રહેલો પુરુષ,સ્વપ્નાવસ્થાને 'સ્વપ્ન' એવા નામથી કહે છે
તો,સ્વપ્ન-રૂપી-જાગ્રતમાં રહેલો પુરુષ,જાગ્રત અવસ્થાને 'જાગ્રત' એવા નામથી કહે છે.
સ્વપ્નાવસ્થામાં અનુભવાતી જાગ્રત અવસ્થા,એ જાગ્રત જેવો જ અનુભવ આપવાથી,જાગ્રત જ છે-સ્વપ્ન નથી.
પણ,મનોરાજ્યનું,'જાગ્રત''-સ્વપ્નના જેવું છે અને તે સ્વપ્નના જેવું અનુભવમાં આવવાથી સ્વપ્ન જ છે,જાગ્રત નથી.

નિરંતર જાગ્રત અવસ્થામાં,સ્વપ્ન એ થોડો કાળ રહેનારું ભાસે છે અને સ્વપ્નાવસ્થામાં નિરંતર જાગ્રત એ થોડો કાળ
રહેનારું ભાસે છે.વસ્તુતઃ તો જાગ્રત અને સ્વપ્ન -એ બંનેમાં કશો જરા પણ ભેદ નથી પણ પરસ્પર એકબીજાનું
અનુસ્યૂત-પણું રહેલું છે.અને વળી જો યુક્તિ વડે જોવામાં આવે તો તે બંને સત્ય નથી !!
અતિ-પ્રકાશ-રૂપે પ્રતીતિમાં આવતું 'જાગ્રત-રૂપી-સ્વપ્ન' એ મરણ વખતે  અને જ્ઞાનનો ઉદય થવાથી શમી જાય છે.
ને (વળી) તે સ્વપ્ન અને સુષુપ્તિ-એ બંને,અનુભવકાળમાં શૂન્ય-રૂપ જ રહે છે.

આ જીવન-રૂપી-સ્વપ્ન-સમયમાં,મરણ પછીના જન્મ-રૂપી-જાગ્રત-દૃશ્યનો અભાવ હોય છે,
તેથી તેમાં બીજા જન્મ-રૂપી-જગ્રતના કોઈ પણ પદાર્થો દેખાતા નથી.
શૂન્ય છતાં અનેક પ્રકારે થઇ  રહેલી એવી જીવન-રૂપી-જાગ્રત-અવસ્થા જયારે વિદ્યમાન હોય છે ત્યારે,
પરલોક-રૂપી-સ્વપ્ન જોવામાં આવતું નથી.

જેમ સ્વપ્નની અંદર દેખાતું ત્રૈલોક્ય,એ ચિદાકાશના માત્ર ચમત્કાર-રૂપ છે,તેમ જાગ્રત અવસ્થાની અંદર પણ,
સૃષ્ટિના આરંભથી માંડી,અંતઃકરણમાં ભાસી રહેલું ત્રૈલોક્ય પણ ચિદાકાશના એક ચમત્કાર-રૂપ જ છે.
સર્વ પ્રાણીઓ અને પંચમહાભૂતો પણ અસત્ય છતાં સત્ય જણાય છે,
હે રામચંદ્રજી,જો આ જગત-રૂપ-ભ્રાંતિ,એ જો અસત્ય જ છે અને સત્ય-રૂપે પ્રતીતિમાં આવવા છતાં
આકાશ-રૂપ જ છે -તો પછી શા માટે તે તરફ આગ્રહ રાખવાનો?

જગત અધિષ્ઠાન-સત્તાથી સત્ય હો (નજરે દેખાતું હોય) કે આરોપિત-રૂપે અસત્ય હો,પરંતુ તેમાં શો આગ્રહ રાખવાનો હોય?
હવે સર્વનું તાત્વિક-સ્વરૂપ તમારા સમજવામાં આવી ગયું છે,તો સંભ્રમ રાખી,
તે તુચ્છ ફળમાં ફળ-રૂપતાનો શો આગ્રહ રાખવો? વિકલ્પો ઘણા છે,પણ તેનાથી વિરામ પામવાનું છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE