Jul 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1219

ઉપર પ્રમાણે શાપોના સમૂહને પોતાની ભૂલ જણાયાથી,પોતાના આત્માને જ ધિક્કારની દૃષ્ટિથી જોઈ,
ક્યાંય જતા રહેશે.ને એ રીતે દુર્વાસાનો શાપ પણ જતો રહેશે.ત્યારે તે ભાઈઓની ભાર્યાઓને આપેલો
ગૌરીએ આપેલો વરદાનોનો સમૂહ એ ગયેલા શાપને ઠેકાણે આવીને ઉભો રહેશે.
તે વરો (વરદાનો) બ્રહ્માને કહેશે કે-આ અનિવાર્ય અવરોધમાં જે કંઈ અમારે કરવા યોગ્ય હોય,
તેની આપ અમારી સફળતા માટે આજ્ઞા કરો.

બ્રહ્મા કહેશે કે-હે (સૂર્યે આપેલા) સપ્તદ્વીપ પૃથ્વીના ઐશ્વર્ય આપનાર વરો અને
હે,(ગૌરીએ આપેલા) ઘરમાં જ એ જીવોને રોકી રાખનાર વરો,તમારો સર્વનો મનોરથ (શાપના જતા રહેવાથી) સિદ્ધ
થયો છે.એટલે તમે બંને એકબીજામાં મળી જાઓ.કેમ કે લાંબા કાળ સુધી તમારો પરસ્પર વિરોધ ઇષ્ટ નથી.
તમારી પરસ્પર ઈચ્છા ના હોય તો પણ એ આઠે ભાઈઓ મરી ગયા પછી તરત જ ઘણા કાળ સુધી,
પૃથ્વીના પતિ-રૂપ થઇ જશે.તેમને દેહપાત થયા બાદ,પોતાના ઘરની અંદર જ (તે વરો) તે જીવોને
પૃથ્વીનું આધિપત્ય આપી તે પૃથ્વીને ભોગવશે.

સર્વ વરો (વરદાનો) કહેશે કે- હે મહારાજ સાત દ્વીપોવાળા આઠ ભૂમંડળો ક્યાં છે?ને તેમનાં ઐશ્વર્ય પણ ક્યાંથી હોય ?
કેમ કે એક જ ભૂમંડળ દીઠું અને સાંભળ્યું છે,બીજું નહિ.વળી,કોઈ એક ઘરની અંદર તે ભૂમંડળ કેવી રીતે રહી શકે?
સૂક્ષ્મ કમળની નાળની અંદર મોટા હાથીઓ કેમ સમાઈ શકે?

બ્રહ્મા કહેશે કે-તમારા અને અમારા સહિત આ સર્વ જગત ચિદાકાશ-રૂપ છે.એક પરમાણુની અંદર પણ તે રહેલું છે
તો પછી તે ઘરની અંદર સપ્તદ્વીપ વાળી પૃથ્વી સમાઈ જાય તે વાતમાં શું અદભૂત છે?
જે કંઈ આ જગત ભાસે છે તે ચેતન-તત્વ-રૂપ છે.અને માટે ચિત્તસત્તા વડે જ તે ભાસે છે.
બ્રહ્મા જયારે (વરોને) આ પ્રમાણે કહેશે ત્યારે વરદાન આપનાર દેવે આપેલા તે વરો,આધિભૌતિક ભ્રાંતિમય દેહને
છોડી દેશે અને આતિવાહિક દેહ ધારણ કરશે.તેઓ બ્રહ્માને પ્રણામ કરીને
બ્રહ્મલોકમાંથી સપ્તદ્વીપ(પૃથ્વી)ની અંદર વર આપનાર દેવના ગૃહની અંદર ચાલ્યા જશે.

પછી તે આઠ ભાઈઓ તે જ ઘરની અંદર જગતના આઠ-ભેદને લીધે,બ્રહ્માના આઠ દિવસમાં થનારા સ્વાયંભુવ મનુના
વંશજોના કુળમાં સાત-દ્વીપોના અધિપતિ-રૂપ બની જશે.તેઓ અન્યોન્ય બંધુ-રૂપ હોવા છતાં એકબીજાને ઓળખશે
નહિ.તેઓ અન્યોન્ય ભૂમંડળમાં રહેશે અને તેમની પરસ્પર ચેષ્ટા પણ અનુકૂળ જ થતી રહેશે.
એવી રીતે વિશાળ બુદ્ધિ-વાળા એ આઠેય ભાઈઓ તપના બળથી પોતે પ્રથમ કરેલા પુરુષાર્થને વિકસિત બનાવી દેશે
અને સપ્તદ્વીપના અધિપતિપણાને ભોગવશે.કેમ કે ચૈતન્યની અંદર જે કંઈ નિશ્ચય-રૂપે સ્ફુરે છે,
તે બહાર પણ જપ-તપ-આદિ કર્મો વડે કોણ મેળવી શકતું નથી?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE