Jul 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1220






(૧૮૪) કદંબ તપસ્વીએ કુંદદંતને કરેલો બોધ

કુંદદંત (કદંબ તપસ્વીને) કહે છે કે-ઘરની અંદરના થોડા અવકાશમાં સપ્તદ્વીપ પૃથ્વી શી રીતે સમાઈ?
કદંબ (વૃદ્ધ) તપસ્વી કહે છે કે-સર્વવ્યાપી સિદ્ધાંત એવો છે કે-તે (ચૈતન્ય) પ્રપંચ-શૂન્ય છે,છતાં પોતાના
ચિદાકાશ-રૂપને છોડ્યા વિના જ તે ત્યાં પોતાના આત્માની અંદર,
પોતે જ પોતાના સ્વરૂપને ત્રૈલોક્યરૂપે અથવા તો બીજે સુષુપ્તિ-તુર્યા-આદિ-રૂપે દેખે છે.
કુંદદંત કહે છે કે-એક,શાંત પરમ મંગલમય પરબ્રહ્મની અંદર સ્વભાવસિદ્ધ અનેકપણું શી રીતે ઘટી શકે?

કદંબ તપસ્વી કહે છે કે-આ સર્વ શાંત ચિદાકાશ-રૂપ છે,અહીં અનેકપણું નથી.આ જે અનેક-રૂપે વિશાળ દેખાય છે
તે દેખાતા છતાં પણ જળમાં રહેલા તરંગની જેમ ચિદાકાશથી અભિન્ન છે.
એ ચિદાકાશ જ સ્વપ્ન-સુષુપ્તિ-રૂપ થઇ જાય છે.ચિદાકાશ'નું સ્વચ્છ સ્વરૂપ જ અજ્ઞાન દશામાં તેવા રૂપે ભાસે છે.
જેમ ચિત્ત-સત્તા,સ્વપ્નની અંદર પર્વત-રૂપે દેખાય છતાં પર્વત-રૂપ હોતી નથી અને ચલન-રૂપ પ્રતીતિમાં આવવા છતાં
અચળ-રૂપે જ રહેલી હોય છે,તેમ કલ્પિત પદાર્થોમાં રહેલી ચિત્ત-સત્તા વિષે પણ સમજવાનું છે.

વાસ્તવિક દૃષ્ટિથી જોતાં એ પરબ્રહ્મનું નિર્વિકાર સ્વરૂપ સ્થૂળ-રૂપ કે અસ્થૂળ-રૂપ નથી,
દ્રવ્ય કે જડ-રૂપ નથી,પણ કેવળ ચિદાકાશ જ આવા રૂપે વિવર્ત (આભાસ) ભાવથી થઇ રહ્યું છે.
જેમ એક જ સાક્ષી-ચૈતન્ય સ્વપ્નની અંદર લાખો માણસો-રૂપ થઇ ગયેલું પ્રતીતિમાં આવે છે
તેમ,જાગ્રતમાં પણ તે જ ચેતન,અનેક પદાર્થો-રૂપે (વિવર્ત-ભાવથી) પ્રતીતિમાં આવે છે.
જેમ,ચિદાકાશ-રૂપ મહાસાગરની અંદર જળના સૃષ્ટિઓની પરંપરા રહેલી છે.
તેમ,ચિદાકાશરૂપ મહાકાશની અંદર શૂન્યતાના જેવી સૃષ્ટિની સ્થિતિ છે.

મહાકાશ અને ઘટાકાશ-એ (દ્વૈત જેવા દેખાતા) બંને એક (અદ્વૈત) જ છે-એવો આ બોધ (જ્ઞાન) છે,
એટલે  જ્યાં સુધી અબોધ (અજ્ઞાન) રહે છે ત્યાં સુધી દ્વૈત-ભાવ કાયમ રહે છે કે જે દુઃખ-કારક છે.
સંકલ્પ કરનાર ચેતનમાંથી ઉદય પામતાં સંકલ્પનું સ્વરૂપ-એ બ્રહ્મ-રૂપ જ છે અને તે જ જગતનું રૂપ પણ છે,
તેથી જગત બ્રહ્મ-રૂપ છે.જેનાથી વાણી થાકી જઈ નિવૃત્ત થઇ જાય છે,ને જેમાં સર્વવ્યાપકતાપણાને લીધે,
વિધિ-નિષેધ,ભાવ-અભાવ આદિ દૃષ્ટિનો અવકાશ પણ છે-એવું એ પરમ-તત્વ (બ્રહ્મ કે ચૈતન્ય) છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE