Showing posts with label આકાશ =પરમાત્મા. Show all posts
Showing posts with label આકાશ =પરમાત્મા. Show all posts

Sep 3, 2011

આકાશ =પરમાત્મા




પરમાત્મા જો એક હોય તો આ એક ને સમજાવવા જો ઉદાહરણ થી હોય તો ---
આકાશ શિવાય બીજા કોઈ સાથે સરખાવવામાં જોખમ છે -----

પરમાત્માને કોઈ વસ્તુ સાથે કેમ સરખાવી શકાય ?

વસ્તુ હોય તો તેને પરિમાણ લાગી જાય છે ......

માત્ર બિંદુ મુકીએ તો પણ તેનું પરિમાણ લાગે .......

કારણ કે જો બિંદુ મુકીએ તો અને તેને સેન્ટર તરીકે વિચારવું હોય તો .....
તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........

અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે
કદાચ બિંદુ ની સહાયતા લેવાણી હશે .....

પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે.
અને હવે લોકોને--
બિંદુ એટલે શું ?
એવો પ્રશ્ન પૂછવામાં આવે તો વિચાર માં પડી જાય છે .......

એટલેજ પરમાત્મા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યોગ્ય લાગે છે ....

હવે માત્ર એક સ્પષ્ટતા જરૂરી છે કે --
ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે ક્ષિતિજ્ આગળ મળે છે તે ----
એમ જ સમજતા હોઈએ છીએ
પણ
આ આકાશ એટલે જે
આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુર્ય ની આસપાસ પણ છે ....
ટૂંક માં
આ આકાશ માં
સર્વ બ્રહ્માંડ -સુર્ય -ચંદ્ર -પૃથ્વી -તારા સમાયેલા છે..........
આ ચિત્ર માં આકાશ ને કોઈ સીમા (હદ) નથી.


આ બહુ મહત્વનું  છે--
સહેજ આંખ બંધ કરીને
આ આકાશ ની કલ્પના ઉપર મુજબ કરીએ તો
પરમાત્મા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે???

પણ આંખ બંધ કરી આવી કલ્પના કરવા આપણે તૈયાર નથી --
અને એટલે વળી પાછું

જે પરમાત્મા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ -----
તે જ
આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જરૂર પડી જાય છે ---

એટલે પાછા
આકાશ ના "દેવ" બનાવવામાં આવ્યા ---વિષ્ણુ ને ----

એક પરમાત્મા નો એક આત્મા ઉદભવ્યો ----
એક બિંદુ નું સર્જન થયું ------

દ્વૈત -અદ્વૈત બન્યું ----

અને
આ નવા સર્જન થયેલા ઘોડા પાછળ
આપણે ગાડી જોડી દઈએ છીએ

અને
થોડા સમય પછી ઘોડો ભૂલાઈ જાય છે અને
કાં તો ગાડી પાછળ જતો રહે છે ..........
કે તેનું અસ્તિત્વ ભુંસી નાખવામાં આવે છે ----

અને
પાછું વર્તુળ થાય છે અને ---

ગાડી માં મજા કરતા તર્ક અને અહમ થી ભરપુર માનવો
પરમાત્મા સમજવા ઉદાહરણ ની ખોજ ચલાવે છે ---
પણ
તે ઘોડા ને આગળ લાવવા તૈયાર નથી ....

તત્વવિવેક-(શંકરાચાર્ય )-માં પણ આત્મા ની સમજ આપેલી છે-અહીં ક્લિક કરો.