Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts
Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts

Dec 14, 2017

પતંજલિના યોગસૂત્રો-26-Yogsutra of Patanjali-Gujarati

એક પ્રાચીન દંત-કથા છે કે-રાજ-હંસ ની સામે જો દૂધ અને પાણી ભેગાં કરીને મુકવામાં આવે તો,તે રાજ-હંસ દૂધ-દૂધ લઇ લેશે અને પાણી રહેવા દેશે.બસ,આ જ પ્રમાણે આપણે પણ જ્ઞાનનો સાર-ભાગ લેવો અને અસાર ભાગને છોડી દેવો જોઈએ.

Dec 13, 2017

પતંજલિના યોગસૂત્રો-25-Yogsutra of Patanjali-Gujarati- સાધન-પાદ

(૨)  સાધન-પાદ (સમાધિ અને તેની સાધના)-૫૫ સૂત્રો

  • तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः (૧)
તપ,સ્વાધ્યાય (શાસ્ત્રાભ્યાસ) અને "સર્વ કર્મોનું ફળ ઈશ્વરને સમર્પણ"-એ "ક્રિયા-યોગ" કહેવાય છે. (૧)

Dec 12, 2017

પતંજલિના યોગસૂત્રો-24-Yogsutra of Patanjali-Gujarati

ચિત્તના કોઈ એક ખૂણે ભરાઈ રહેલા અને વાઘની જેમ તરાપ મારવાને તૈયાર --એ  પુરાણા પૂર્વના અસંખ્ય સંસ્કારોને દબાવવાના છે.તેમના પર પ્રભુત્વ મેળવવાનું છે,કે જેથી,આપણે જે ઇચ્છીએ એ "એક" જ વિચાર ઉઠે,અને બીજા દૂર રહે.પણ આમ થવાને બદલે તે બધા (સંસ્કારો) એકસામટા ઉપર આવવાને મથતા હોય છે.મનની એકાગ્રતામાં વિઘ્ન નાખનારી સંસ્કારોની આ જુદીજુદી "શક્તિ"ઓ છે.

Dec 11, 2017

પતંજલિના યોગસૂત્રો-23-Yogsutra of Patanjali-Gujarati

સાક્ષાત્કાર એ જ સાચો ધર્મ છે,બીજું બધું તો તે સાક્ષાત્કારને માટેની તૈયારી છે.જેમ કે વ્યાખ્યાનો સાંભળવાં,ગ્રંથો વાંચવા,અથવા દલીલો કે ચર્ચાઓ કરવી-વગેરે....આ બધાં સાક્ષાત્કારની ભૂમિકા તૈયાર કરવા જેવું છે,એ કંઈ ધર્મ નથી.એટલે કે-બૌદ્ધિક સ્વીકાર કે અસ્વીકાર-એ ધર્મ નથી.

Dec 10, 2017

પતંજલિના યોગસૂત્રો-22-Yogsutra of Patanjali-Gujarati

सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम्  (૪૫)
સૂક્ષ્મ વિષયોમાં છેલ્લો એક કે જે અલિંગ (પ્રધાન-કે-પુરુષ-કે-આત્મા) છે. (૪૫)

સ્થૂળ વિષયો એટલે ફક્ત પંચ-ભૂતો અને તેમાંથી બનેલું સર્વ જગત.જયારે....
સૂક્ષ્મ વિષયોનો પ્રારંભ થાય છે.....તન્માત્રાઓ થી (સૂક્ષ્મ પરમાણુઓથી)....
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત અને પ્રકૃતિ (સત્વ-રજસ-તમસ-ગુણોની સામ્યાવસ્થા)
આ બધાંનો સૂક્ષ્મ વિષયો ના વર્ગ માં સમાવેશ કરવામાં આવે છે,તેમાંથી બાદ છે....એક માત્ર પુરુષ (આત્મા)

Dec 9, 2017

પતંજલિના યોગસૂત્રો-21-Yogsutra of Patanjali-Gujarati

स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का  (૪૩)
જયારે સ્મૃતિ શુદ્ધ એટલે કે "ગુણ-રહિત" થાય છે,અને વસ્તુના કેવળ "અર્થ" ને જ પ્રકાશિત કરે છે,
ત્યારે તે સમાધિ ને "નિર્વિતર્ક " કહેવામાં આવે છે. (૪૩)

Dec 8, 2017

પતંજલિના યોગસૂત્રો-20-Yogsutra of Patanjali-Gujarati

क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनतासमापत्तिः (૪૧)
જે યોગી ની વૃત્તિઓ આ રીતે ક્ષીણ થઇ ગઈ હોય છે તેનું ચિત્ત શુદ્ધ સ્ફટિકની જેમ,"ગ્રહણ-કર્તા,ગ્રાહ્ય-વસ્તુ અને ગ્રહણ કરવાનું સાધન" સાથે તાદામ્ય અને એકરૂપતા પ્રાપ્ત કરે છે.(૪૧)

Dec 7, 2017

પતંજલિના યોગસૂત્રો-19-Yogsutra of Patanjali-Gujarati

विशोका वा ज्योतिष्मती  (૩૬)
અથવા--- શોક-માત્ર થી પર એવી "જ્યોતિ"નું ધ્યાન કરવાથી,(સમાધિ પ્રાપ્ત થાય છે.) (૩૬)

આ સમાધિ માટેની એક બીજા પ્રકારની રીત છે.યોગીઓ કહે છે કે-હૃદયની કમળ-રૂપે કલ્પના કરો,
અને તે કમળની અંદર એક ઝળહળતી "જ્યોત" છે તેવી કલ્પના કરી તે જ્યોતનું ધ્યાન કરો.
કલ્પના કરો કે-હૃદય-કમળની વચમાં થી સુષુમ્ણા જાય છે,અને તે કમળની પાંખડીઓ નીચેની
બાજુ ઢળેલી (શ્વાસ ને અંદર લેતી વખતે) છે.અને શ્વાસને બહાર કાઢતી વખતે,તે કમળની પાંખડી ઓ
ઉંચી (ઉર્ધ્વ-મુખી) થઇ છે.ને તે કમળ ની મધ્યમાં "જ્યોતિ" રહેલી છે તેનું ધ્યાન કરો.
કોઈ યોગીઓ બે ભ્રમર ની મધ્યમાં (કપાળમાં) જ્યોતિની કલ્પના કરવાનું કહે છે.

Dec 6, 2017

પતંજલિના યોગસૂત્રો-18-Yogsutra of Patanjali-Gujarati

ઉદાહરણ થી આ વાત વધુ સારી રીતે સમજવી હોય તો-
જો આપણે ધારીએ કે-"મન" એ "સોય" જેવું છે.અને મગજ કે જે નરમ માખણ જેવો પદાર્થ છે,તેના પર એ મન-રૂપી સોય,જયારે જયારે નવો વિચાર કરે છે ત્યારે તે દરેકેદરેક તે મગજના પર એક કેડી કે ચીલો બનાવે છે.અને તે કેડી કે ચીલામાં મગજ-દ્રવ્યનો ભૂરો પદાર્થ (ગ્રે -એલીમેન્ટ) આવીને તેની અંદર (ચીલામાં) ભરાઈ જઈને તે ચીલાને બંધ થઇ જતો અટકાવે છે.(એટલે કે ભૂરા પદાર્થ થી ચીલા નું અસ્તિત્વ બને છે અને તે અસ્તિત્વ ત્યાં રહી જાય છે)

Dec 5, 2017

પતંજલિના યોગસૂત્રો-17-Yogsutra of Patanjali-Gujarati

આશ્ચર્યની વાત એ છે કે-યોગ-દર્શનના જનક પતંજલિએ અહીં આ પ્રાણાયામ વિષે-કોઈ ઘણી-બધી વિવિધ સૂચનાઓ આપી નથી.કે પ્રાણાયામના પ્રકારો બતાવ્યા નથી.પણ પાછળથી બીજા યોગીઓએ પોતાના અનુભવથી પ્રાણાયામ વિષે વિવિધ બાબતો ખોળી કાઢી અને પ્રાણાયામને એક મહાન વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું છે.

Dec 4, 2017

પતંજલિના યોગસૂત્રો-16-Yogsutra of Patanjali-Gujarati

मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् (૩૩)
સુખ,દુઃખ,પુણ્ય અને પાપમય વિષયો પ્રત્યે -અનુક્રમે-મૈત્રી,કરુણા,પ્રીતિ અને ઉપેક્ષા-ની,ભાવના કેળવવાથી,ચિત્તની સ્થિરતા આવે છે. (૩૩)

Dec 3, 2017

પતંજલિના યોગસૂત્રો-15-Yogsutra of Patanjali-Gujarati

व्याधि स्त्यान संशय  प्रमादालस्याविरति भ्रान्तिदर्शना
लब्धभूमिकत्वा नवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः (૩૦)
વ્યાધિ,માનસિક જડતા,સંશય,પ્રમાદ,આળસ,વૈરાગ્યનો અભાવ,ભ્રાંતિ,
અને,ધ્યાનમાં ચિત્તની અસ્થિરતા તથા મેળવેલી ઉચ્ચ અવસ્થામાં સ્થિર ન રહી શકવું-આ બધા યોગ-માર્ગ માં વિક્ષેપ પાડનારા અંતરાયો છે.  (૩૦)

Dec 2, 2017

પતંજલિના યોગસૂત્રો-14-Yogsutra of Patanjali-Gujarati

થોડુંક આગળ વિચારવામાં આવે તો સમજાય છે કે-"એક વિચાર"ની જોડે એ  "એક જ શબ્દ" હોવો આવશ્યક નથી.કારણકે -
દુનિયાના જુદા જુદા દેશોમાં વિચાર ભલે એક હોય,પણ દરેક દેશની ભાષાને લીધે તે વિચારને જુદા જુદા શબ્દ અને ઉચ્ચાર લાગુ પડવાના.
દરેક વિચારને વ્યક્ત કરવા એક શબ્દ હોવો જ જોઈએ.પણ માનો કે- "અ" શબ્દ છે તેનો ઉચ્ચાર કે ધ્વનિ એક જ હોતો નથી. તે "અ" એ જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે બોલાય છે.

Dec 1, 2017

પતંજલિના યોગસૂત્રો-13-Yogsutra of Patanjali-Gujarati

मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः (૨૨)
યોગીઓની સફળતાનો આધાર તેમણે અપનાવેલા સાધનો (મંદ-મધ્યમ-તીવ્ર) પર રાખે છે. (૨૨)

  • ईश्वरप्रणिधानाद् वा  (૨૩)
અથવા "ઈશ્વર" ની ઉપાસના દ્વારા પણ સમાધિ પ્રાપ્ત થાય છે. (૨૩)

Nov 30, 2017

પતંજલિના યોગસૂત્રો-12-Yogsutra of Patanjali-Gujarati

આત્મા જયારે મુક્ત બને ત્યારે બધી ભ્રમણાઓ દૂર થઇ જાય છે.
ભારતીય "સાંખ્ય-દર્શન" કહે છે કે-આ જગતનો-જો- કોઈ ઈશ્વર-પરમાત્મા હોઈ શકે -
તો તે એક મુક્ત-આત્મા જ હોઈ શકે બીજો કોઈ (દેવો-રૂપે) નહિ.આત્મા એ જ પરમાત્મા છે.અને તે આત્મા કાં તો બદ્ધ (બંધન-વાળો) હોય છે -કે કાં તો મુક્ત હોય છે.

Nov 29, 2017

પતંજલિના યોગસૂત્રો-11-Yogsutra of Patanjali-Gujarati

જયારે આ અવસ્થાએ -એટલે કે-અસંપ્રજ્ઞાત-કે ચેતનાતીત-અવસ્થાએ પહોંચાય છે-ત્યારે સમાધિ "નિર્બીજ" થાય છે.નિર્બીજ સમાધિ શબ્દથી -એ કહેવા માગે છે કે-આગળ બતાવેલી-જે સમાધિમાં ભાન રહે,ચિત્તમાંના તરંગો શાંત થઇને તે દાબેલા રહે છે.તે સમાધિમાં તરંગો "સંસ્કાર" ના સ્વરૂપમાં રહે છે.કે જે યોગ્ય સમય આવતાં તરંગોનુ સ્વરૂપ લે છે.એટલે કે-તે તરંગ-સંસ્કાર-રૂપી "બીજ" તો રહે જ છે,(તેનો અંકુર ફૂટે પણ ખરો)

Nov 28, 2017

પતંજલિના યોગસૂત્રો-10-Yogsutra of Patanjali-Gujarati

ઉપરની "સવિતર્ક" સમાધિમાં મન તત્વોને જાણે-પ્રશ્ન પૂછે છે-પણ-તેના બદલે સાધક જયારે તે જ ધ્યાનની અંદર-"તત્વો"ને દેશ (સ્થળ) અને કાળ (સમય)થી અલગ કરીને તેમને (તત્વોને) તે (સાધક) "તે તત્વો જેવાં છે-તેવે જ રૂપે" તેમનો "વિચાર" કરવાનો પ્રયત્ન કરે છે-ત્યારે તે-ધ્યાન "નિવિતર્ક" (પ્રશ્ન વિનાની-નિર્વિચાર) સમાધિ કહેવાય છે.

Nov 27, 2017

પતંજલિના યોગસૂત્રો-9-Yogsutra of Patanjali-Gujarati

આ પ્રકૃતિ કે જેને વિદ્વાનો,માયા,અવિદ્યા-વગેરેથી ઓળખાવે છે,
તે "પ્રકૃત્તિ" શબ્દમાં "મન"નો પણ સમાવેશ થઇ જાય છે.
એટલે-મન-વિચારથી માંડીને જડ દ્રવ્યો અને જે પણ આંખ ને દેખાય છે-
તે સર્વ સ્થૂળમાં સ્થૂળ પદાર્થો-તે પ્રકૃતિનું "વ્યક્ત-સ્વરૂપ" છે.

Nov 26, 2017

પતંજલિના યોગસૂત્રો-8-Yogsutra of Patanjali-Gujarati

આપણાં "કાર્યો" (કર્મો-ક્રિયાઓ)  કરવાની (થવાની) પાછળ -બે- "પ્રેરક-બળો" છે.
(૧) આપણે પોતે જે અનુભવ્યું છે તે અને
(૨) શાસ્ત્રોમાંથી કે-બીજાઓ પાસેથી સાંભળેલો અનુભવ.
આ બે બળો,મન-રૂપી સરોવર પર તરંગો પેદા કરે છે ને "કાર્યો" થાય છે.

Nov 25, 2017

પતંજલિના યોગસૂત્રો-7-Yogsutra of Patanjali-Gujarati

ફરીથી, આ પ્રકરણની શરૂઆતમાં યોગની જે વ્યાખ્યા આપી-કે-તેને યાદ કરીએ-તો-
"યોગ-એટલે- "ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતાં રોકવું (નિરોધ) "