Showing posts with label રામચરિત-માનસ. Show all posts
Showing posts with label રામચરિત-માનસ. Show all posts

Mar 30, 2023

Ram-Charit-Manas-Gujarati-રામચરિત-માનસ- Index Page

Ram-Charit-Maanas-As It Is (With Gujarati Translation)
રામચરિત માનસ -તેના મૂળ રૂપે-ચોપાઈ અને તેના ગુજરાતીમાં સરળ શબ્દાર્થ સાથે


...........................................................................................................................
..........................................................................................................................
(5) સુંદરકાંડ-રામચરિતમાનસ(ગુજરાતી શબ્દાર્થ સાથે) 

May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૩૦

(દોહા)

સુનત બિનીત બચન અતિ કહ કૃપાલ મુસુકાઇ.
જેહિ બિધિ ઉતરૈ કપિ કટકુ તાત સો કહહુ ઉપાઇ(૫૯)
સમુદ્રનાં અત્યંત વિનીત વચનો સાંભળી કૃપાળુ શ્રી રામે હસીને કહ્યું
હે તાત ! જે પ્રકારે વાનર સેના પાર ઉતરે તે ઉપાય કહો.

ચોપાઈ 

નાથ નીલ નલ કપિ દ્વૌ ભાઈ, લરિકાઈ રિષિ આસિષ પાઈ.
તિન્હ કે પરસ કિએગિરિ ભારે, તરિહહિં જલધિ પ્રતાપ તુમ્હારે.
(સમુદ્રે કહ્યું: ) હે નાથ ! નીલ તથા નલ બંને વાનરો ભાઈ છે. તેઓએ બાળપણ માં ઋષિ પાસે આશીર્વાદમેળવ્યો છે .તેઓના સ્પર્શ કરવાથી જ ભારે પર્વતો પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરશે.

મૈં પુનિ ઉર ધરિ પ્રભુતાઈ, કરિહઉબલ અનુમાન સહાઈ.
એહિ બિધિ નાથ પયોધિ બાઇઅ, જેહિં યહ સુજસુ લોક તિહુગાઇઅ.
હું પણ પ્રભુની પ્રભુતાઈ ને હૃદયમાં ધારણ કરી મારા બળ પ્રમાણે સહાય કરીશ. હે નાથ ! એ પ્રકારે સમુદ્ર બાંધવો કે જેથી ત્રણે લોકમાં આપનો સુંદર યશ ગવાય.

એહિ સર મમ ઉત્તર તટ બાસી, હતહુ નાથ ખલ નર અઘ રાસી.
સુનિ કૃપાલ સાગર મન પીરા, તુરતહિં હરી રામ રનધીરા.
અને આ ચઢાવેલા બાણ થી મારા ઉત્તર કિનારા પાર રહેનારા , પાપના ઢગ સરખા દુષ્ટ મનુષ્યોનો નાશ કરો.કૃપાળુ અને રણધીર શ્રી રામે સમુદ્રના મનની પીડા સાંભળી તેને તરત જ હરી લીધી
( અર્થાત બાણ થી તે દુષ્ટો નો નાશ કર્યો.

દેખિ રામ બલ પૌરુષ ભારી, હરષિ પયોનિધિ ભયઉ સુખારી.
સકલ ચરિત કહિ પ્રભુહિ સુનાવા, ચરન બંદિ પાથોધિ સિધાવા.
શ્રી રામ નું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર હર્ષિત થઇ સુખી થયો . તેણે એ દુષ્ટો નું સર્વ ચરિત્ર પ્રભને
કહી સંભળાવ્યું. પછી ચરણો માં નમી સમુદ્ર ગયો.

છંદ 

નિજ ભવન ગવનેઉ સિંધુ શ્રીરઘુપતિહિ યહ મત ભાયઊ.
યહ ચરિત કલિ મલહર જથામતિ દાસ તુલસી ગાયઊ.
સુખ ભવન સંસય સમન દવન બિષાદ રઘુપતિ ગુન ગના.
તજિ સકલ આસ ભરોસ ગાવહિ સુનહિ સંતત સઠ મના.
સમુદ્ર  પોતાના નિવાસમાં ગયો રઘુનાથજીને તેની એ સલાહ ઠીક લાગી.
આ ચરિત્ર કલિયુગ નાં પાપોને હરનારું છે.આને તુલસીદાસે પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે.
શ્રી રઘુનાથજીના ગુણ સમૂહ સુખનું ધામ , સંદેહ ને દુર કરનાર    અને ખેદ નો નાશ કરનાર છે.
દુષ્ટ મન  ! તું સંસારના સર્વ આશા - ભરોસા તજી  નિરંતર આને ગા તથા સાંભળ .


(દોહા)

સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન,
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના જલજાન.(૬૦)
શ્રી રઘુનાથજી નાં  ગુણગાન સંપૂર્ણ  સુંદર મંગળો આપનાર છે . જે આને આદર સહિત સાંભળશે , તે કોઈ જલયાન  (વહાણ )વિના  જ સંસાર સમુદ્ર  તારી જશે.

સુંદરકાંડ  સમાપ્ત.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૯


નાઇ ચરન સિરુ ચલા સો, તહા કૃપાસિંધુ રઘુનાયક જહા.
કરિ પ્રનામુ નિજ કથા સુનાઈ, રામ કૃપાઆપનિ ગતિ પાઈ.
( એટલે તે પણ વિભીષણ ની પેઠે ) ચરણોમાં મસ્તક નમાવી જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા ત્યાં ચાલ્યો ગયો પ્રણામ કરી તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામની કૃપાથી પોતાની ગતિ ( મુનિ નું સ્વરૂપ ) પ્રાપ્ત કરી.

રિષિ અગસ્તિ કીં સાપ ભવાની, રાછસ ભયઉ રહા મુનિ ગ્યાની.
બંદિ રામ પદ બારહિં બારા, મુનિ નિજ આશ્રમ કહુપગુ ધારા.
(શંકર કહે છે :)  હે ભવાની  ! તે શુક જ્ઞાની મુનિ હતો. અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો.
વારંવાર શ્રી રામના ચરણોમાં વંદન કરી તે મુનિ પોતાના આશ્રમ તરફ ગયો.

(દોહા)

બિનય ન માનત જલધિ જડ઼ ગએ તીન દિન બીતિ.
બોલે રામ સકોપ તબ ભય બિનુ હોઇ ન પ્રીતિ (૫૭)
આ તરફ ત્રણ દિવસ વીત્યા છતાં જડ સમુદ્રે  વિનય માન્યો નહિ, ત્યારે શ્રી રામચંદ્ર ક્રોધ સહીત બોલ્યા :
ભય વિના પ્રીતિ થતી નથી.(૫૭)

ચોપાઈ 

લછિમન બાન સરાસન આનૂ, સોષૌં બારિધિ બિસિખ કૃસાનૂ.
સઠ સન બિનય કુટિલ સન પ્રીતી, સહજ કૃપન સન સુંદર નીતી.
હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવો. હું અગ્નિબાણ થી સમુદ્રને સુકવી નાખું. શઠ પ્રત્યે વિનય , કુટિલ સાથે પ્રીતિ,  સ્વાભાવિક કંજૂસ સાથે સુંદર નીતિ ( ઉદારતા નો ઉપદેશ ),

મમતા રત સન ગ્યાન કહાની, અતિ લોભી સન બિરતિ બખાની.
ક્રોધિહિ સમ કામિહિ હરિ કથા, ઊસર બીજ બએફલ જથા.
મમતામાં આશક્ત પ્રત્યે જ્ઞાનની કથા,અત્યંત લોભી પાસે વૈરાગ્યનું વર્ણન, ક્રોધી પાસે શાંતિની વાત અને કામી પાસે શ્રી હરિની કથા - એનું ફળ , ખારી જમીનમાં બીજ રોપવા જેવું છે.

અસ કહિ રઘુપતિ ચાપ ચઢ઼ાવા, યહ મત લછિમન કે મન ભાવા.
સંઘાનેઉ પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધિ ઉર અંતર જ્વાલા.
એમ કહી રઘુનાથજીએ  ધનુષ્ય ચડાવ્યું. આ મત લક્ષ્મણજી ના  મનને બહુ ગમ્યો.પ્રભુએ ભયાનક અગ્નિબાણસાંધ્યું, જેથી સમુદ્રની મધ્યમાં જ્વાળાઓ ઊઠી.

મકર ઉરગ ઝષ ગન અકુલાને, જરત જંતુ જલનિધિ જબ જાને.
કનક થાર ભરિ મનિ ગન નાના, બિપ્ર રૂપ આયઉ તજિ માના.
મગર, સર્પ તથા માછલાં નો સમૂહ વ્યાકુળ થયો.જયારે સમુદ્રે  જીવોને બળતા જાણ્યા, ત્યારે સોનાના
થાળમાં  અનેક મણિઓ  રત્નો ભરી , અભિમાન છોડી ,તે બ્રાહ્મણ ના રૂપમાં આવ્યો.

(દોહા)
કાટેહિં પઇ કદરી ફરઇ કોટિ જતન કોઉ સીંચ.
બિનય ન માન ખગેસ સુનુ ડાટેહિં પઇ નવ નીચ(૫૮)
( કાકભુશુન્ડી કહે છે : ) હે ગરુડજી સાંભળો. ભલે કોઈ કરોડ ઉપાય કરી (પાણી ) સીંચે ,તોપણ કેળ તો કાપ્યા પછી જ  ફળે છે,તેમ નીચ વિનયથી માનતો નથી,તેતો ભય બતાવ્યા પછી જ  નમે છે.
(ઠેકાણે આવે છે.)(૫૮)


ચોપાઈ 

સભય સિંધુ ગહિ પદ પ્રભુ કેરે, છમહુ નાથ સબ અવગુન મેરે.
ગગન સમીર અનલ જલ ધરની, ઇન્હ કઇ નાથ સહજ જડ઼ કરની.
સમુદ્રે ભયભીત થઇ પ્રભુનાં ચરણો પકડી કહ્યું : હે નાથ ! મારા સર્વ  અવગુણ (અપરાધ ) ક્ષમા કરો.  
હે નાથ !  આકાશ ,વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી - એમની કરણી સ્વભાવથી જ  જડ છે.

તવ પ્રેરિત માયાઉપજાએ, સૃષ્ટિ હેતુ સબ ગ્રંથનિ ગાએ.
પ્રભુ આયસુ જેહિ કહજસ અહઈ, સો તેહિ ભાંતિ રહે સુખ લહઈ.
આપની પ્રેરણા થી માયા એ  તેઓને સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલાં છે , એમ સર્વ ગ્રંથોએ ગાયું છે. જેને માટે સ્વામીની આજ્ઞા હોય તે પ્રકારે રહેવામાં જ તે સુખ પામે છે.

પ્રભુ ભલ કીન્હી મોહિ સિખ દીન્હી, મરજાદા પુનિ તુમ્હરી કીન્હી.
ઢોલ ગવા સૂદ્ર પસુ નારી, સકલ તાડ઼ના કે અધિકારી.
પ્રભુએ સારું કર્યું કે મને શિક્ષા દીધી,પરંતુ મર્યાદા( જીવોની પ્રકૃતિ ) પણ આપે જ રચી છે.ઢોલ, ગમાર,
શુદ્ર ,પશુ  અને સ્ત્રી - એ સર્વ દંડ નાં અધિકારી છે.

પ્રભુ પ્રતાપ મૈં જાબ સુખાઈ, ઉતરિહિ કટકુ ન મોરિ બડ઼ાઈ.
પ્રભુ અગ્યા અપેલ શ્રુતિ ગાઈ, કરૌં સો બેગિ જૌ તુમ્હહિ સોહાઈ.
પ્રભુનાં પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતારી જશે. એમાં મારી મોટાઈ નથી( મારી મર્યાદા નહિ રહે ),તોપણ આપની આજ્ઞા ઓળંગવી યોગ્ય નથી.એમ વેદો ગાય છે.હવે આપને જે ઠીક લાગે તે જ હું તરત કરું.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 


Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૮

(દોહા)

સહજ સૂર કપિ ભાલુ સબ પુનિ સિર પર પ્રભુ રામ.
રાવન કાલ કોટિ કહુ જીતિ સકહિં સંગ્રામ(૫૫)
સર્વ વાનરો તથા રીંછો સ્વાભાવિક શુરા છે અને વળી તેઓના શિર પર (સર્વેશ્વર ) પ્રભુ શ્રી રામચંદ્રજી છે.
(એટલે  પૂછવું જ શું ?) હે રાવણ  ! તેઓ સંગ્રામમાં  કરોડો કાળને (પણ ) જીતી શકે છે.(૫૫)

ચોપાઈ 

રામ તેજ બલ બુધિ બિપુલાઈ, શેષ સહસ સત  સકહી  ન ગાઈ.
સક  સર એક સોષી સત સાગર ,તવ ભ્રાતહી પૂછે ઉ  નય  નાગર.
શ્રી રામચંદ્રજીનું તેજ ,બળ બુદ્ધિની અધિકતાને લાખો શેષનાગો  પણ ગાઈ શકતા નથી. તે એકજ બાણથી સમુદ્રોને સુકવી શકે છે, પરંતુ નીતિનિપુણ્ શ્રીરામે (નીતિ જાળવવા ) તમારા ભાઈને ઉપાય પૂછ્યો.

તાસુ બચન સુનિ સાગર પાહીં, માગત પંથ કૃપા મન માહીં.
સુનત બચન બિહસા દસસીસા, જૌં અસિ મતિ સહાય કૃત કીસા.
પછી  તેમનાં (આપના ભાઈ નાં ) વચનો સાંભળી તે (શ્રીરામ ) સમુદ્ર પાસે રસ્તો માગી રહ્યા છે.
તેમનાં મનમાં  કૃપા છે.દૂત નાં વચન સાંભળી રાવણ ખુબ હસ્યો. (અને બોલ્યો :)
જયારે આવી બુદ્ધિ છે ત્યારે જ વાનરોને સહાયક   બનાવ્યા છે !

સહજ ભીરુ કર બચન દૃઢ઼ાઈ, સાગર સન ઠાની મચલાઈ.
મૂઢ઼ મૃષા કા કરસિ બડ઼ાઈ, રિપુ બલ બુદ્ધિ થાહ મૈં પાઈ.
સ્વભાવથી  બીકણ વિભીષણ નાં વચન માની તેમણે સમુદ્ર પાસે બાળહઠ કરવા માંડી છે ! ઓ મૂઢ ! વ્યર્થ  બડાઈ શું  કરેછે ? બસ મેં  શત્રુ (શ્રી રામ ) નું બળ તથા બુદ્ધિનો તાગ મેળવી લીધો.

સચિવ સભીત બિભીષન જાકેં, બિજય બિભૂતિ કહાજગ તાકેં.
સુનિ ખલ બચન દૂત રિસ બાઢ઼ી, સમય બિચારિ પત્રિકા કાઢ઼ી.
જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય , તેને જગતમાં વિજય તથા  ઐશ્વર્ય  ક્યાંથી મળે ? દુષ્ટ રાવણનાં  વચન  સાંભળી દૂતનો ક્રોધ વધ્યો. તેણે સમય વિચારી પત્રિકા કાઢી.

રામાનુજ દીન્હી યહ પાતી, નાથ બચાઇ જુડ઼ાવહુ છાતી.
બિહસિ બામ કર લીન્હી રાવન, સચિવ બોલિ સઠ લાગ બચાવન.
(અને કહ્યું :) શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ  ! આને  વંચાવી છાતી ઠંડી કરો.
રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવી  મૂર્ખ તે (પત્રિકા ) વંચાવવા લાગ્યો.

(દોહા)

બાતન્હ મનહિ રિઝાઇ સઠ જનિ ઘાલસિ કુલ ખીસ.
રામ બિરોધ ન ઉબરસિ સરન બિષ્નુ અજ ઈસ(૫૬-ક)
(પત્રિકામાં લખ્યું હતું ) અરે મૂર્ખ કેવળ વાતોથી જ મનને રીઝવી પોતાના કુળનો નાશ ન કર ! શ્રી રામ સાથે  વિરોધ કરી તું બ્રહ્મા, વિષ્ણું તથા મહેશ્વર ને શરણે જાય તો પણ બચવાનો નથી.(૫૬-ક )

કી તજિ માન અનુજ ઇવ પ્રભુ પદ પંકજ ભૃંગ.
હોહિ કિ રામ સરાનલ ખલ કુલ સહિત પતંગ.(૫૬-ખ)
કાંતો માન ત્યજી પોતાના નાના ભાઈ વિભીષણ નીપેઠે  પ્રભુના ચરણકમળ નો ભમરો થા; નહિ તો હે દુષ્ટ  !શ્રી રામના બાણ રૂપી અગ્નિમાં પરિવાર સાથે પતંગિયું થઈશ.

ચોપાઈ 

સુનત સભય મન મુખ મુસુકાઈ, કહત દસાનન સબહિ સુનાઈ.
ભૂમિ પરા કર ગહત અકાસા, લઘુ તાપસ કર બાગ બિલાસા.
(આ ) સાંભળતાં જ રાવણ મનમાં ભયભીત થયો, પરંતુ  મુખથી ( ઉપલક ) મંદ હસી તે સર્વ ને સંભળાવી   
કહેવા લાગ્યો કે ,જેમ પૃથ્વી પર પડેલો ( કોઈ મનુષ્ય ) આકાશને હાથથી પકડવાની ચેષ્ઠા કરે ,તેમ આ નાનોતપસ્વી (લક્ષ્મણ ) વાણીનો વિલાસ (બડાઈ ) કરે છે.

કહ સુક નાથ સત્ય સબ બાની, સમુઝહુ છાડ઼િ પ્રકૃતિ અભિમાની.
સુનહુ બચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહુ બિરોધા.
શુક દૂતે કહ્યું: હે નાથ !  અભિમાની સ્વભાવને છોડી (આ પત્રિકામાં લખેલી ) સર્વ વાતો સત્ય સમજો.
ક્રોધ છોડી  મારું વચન સાંભળો. હે નાથ ! શ્રી રામ તરફનો વિરોધ ત્યજી દો.

અતિ કોમલ રઘુબીર સુભાઊ, જદ્યપિ અખિલ લોક કર રાઊ.
મિલત કૃપા તુમ્હ પર પ્રભુ કરિહી, ઉર અપરાધ ન એકઉ ધરિહી.
શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં પણ તેમનો સ્વભાવ અતિ કોમળ છે. (તેમને )
મળતાં જ (તે )  પ્રભુ તમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ હૃદયમાં નહિ રાખે.

જનકસુતા રઘુનાથહિ દીજે, એતના કહા મોર પ્રભુ કીજે.
જબ તેહિં કહા દેન બૈદેહી, ચરન પ્રહાર કીન્હ સઠ તેહી.
સીતાજી  શ્રી રઘુનાથજી ને આપી દો , હે પ્રભુ ! આટલું મારું કહ્યું કરો. જયારે તેણે ( એ દૂતે ) સીતાજીને  આપી દેવા કહ્યું ,ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE