Showing posts with label સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ. Show all posts
Showing posts with label સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ. Show all posts

Apr 4, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

દેશ નો ભેદ-કાળ નો ભેદ-વસ્તુ નો ભેદ-એ બધા રૂપ ના જ ભેદ છે,
આત્મ-સ્વ-રૂપ નો કોઈ ભેદ જ નથી (ભેદ જેવી કોઈ વસ્તુ જ નથી)  (૯૯૩)

“જીવ અને ઈશ્વર-આવાં વાક્ય વેદ-શાસ્ત્રોમાં છે,પણ તેમાં “હું” એવું ચૈતન્ય જ છે,અને
આ બધું ચૈતન્ય જ છે અને “હું” એ પણ ચૈતન્ય જ છે”---
આવા “નિશ્ચય” થી પણ જે “શૂન્ય” થયો હોય-તે વિદેહ-મુક્ત છે

વસ્તુ-રૂપે અને અવસ્તુ-રૂપે પણ એ સાક્ષાત-બ્રહ્મ જ છે,તે બ્રહ્મ-વિદ્યા નો વિષય છે,
તે સત્ય-જ્ઞાન અને સુખ-રૂપ છે,વળી એ પર-બ્રહ્મ,શાંત અને સર્વ થી પર કહેવાય છે. (૯૯૪-૯૯૬)

સર્વ વસ્તુઓ નો “અપહ્ન્વ”  (એટલે દ્રશ્ય માત્ર ને મિત્ય સ્વરૂપે દૂર કરી દેવું) એ
અધ્યાત્મ-શાસ્ત્ર નો સિદ્ધાંત છે.
આમાં અવિદ્યા નથી અને માયા પણ નથી.એ અવિદ્યા અને માયા વિનાનું શાંત-બ્રહ્મ-જ છે. (૯૯૭)

પોતાને પ્રિય હોય –તેઓમાં પુણ્ય નો,તથા પોતાને અપ્રિય હોય- તેઓમાં પાપનો –ત્યાગ કરી-
(આમ પાપ-પુણ્ય નો ત્યાગ કરી) જ્ઞાની પુરુષ,ધ્યાન-યોગ વડે,સનાતન-બ્રહ્મ ને જ પામે છે. (૯૯૮)

હે,સદબુદ્ધિવાળા શિષ્ય,જેટલું જેટલું તું પોતાની મેળે સારી રીતે ત્યજવા લાગે,
તેટલું તેટલું અને બધું ત્યજાયા બાદ -પરમાનંદ -પરમાત્મા રૂપે જ બાકી રહે છે. (૯૯૯)

પરમ અક્ષર-અવિનાશી સ્વ-રૂપ ને જાણનારો જ્ઞાની,
જ્યાં (જ્યાં-પણ) મરણ પામ્યો હોય,ત્યાં સદા પર-બ્રહ્મ માં જ લય પામે છે.
તેણે ફરી સંસારમાં આવવાનું રહેતું નથી, (૧૦૦૦)

“જે જે પોતાની મનગમતી વસ્તુ હોય,તેનો ત્યાગ કરતો જ્ઞાની,મોક્ષ ને પામે છે.
અસંક્લ્પ-રૂપ શાસ્ત્ર થી આ ચિત્ત જયારે કપાઈ જાય છે,ત્યારે સર્વ-કંઈ સર્વ-વ્યાપી શાંત બ્રહ્મ બની રહે છે.”

ગુરૂ નાં વાક્યો સાંભળી શિષ્ય ના સંશયો છેદાઈ ગયા અને “જ્ઞેય” વસ્તુ તેને જણાઈ ગઈ.
પછી સદગુરૂ ના ચરણ-કમળમાં તેણે સારી રીતે પ્રણામ કર્યા,એટલે તેમણે તેને રજા આપી.
પછી તે બંધન-રહિત થઇ ને ત્યાંથી વિદાય થયો. (૧૦૦૧-૧૦૦૩)

ગુરૂ પણ આનંદ-સમુદ્ર માં સદા મગ્ન મનવાળા રહી,કોઈને કંઈ ઉત્તર આપ્યા વિના આખી પૃથ્વી ને પવિત્ર કરતાં વિચરવા લાગ્યા. (૧૦૦૪)

એ પ્રમાણે મુમુક્ષુઓને સુખેથી બોધ થાય,તે માટે,
ગુરૂ-શિષ્ય ના સંવાદથી આત્મા નું લક્ષણ જણાવ્યું છે. (૧૦૦૫)

“સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ” નામનો આ ગ્રંથ,
સજ્જનો ના હૃદય ની અજ્ઞાન-રૂપ ગાંઠ ને કાપવા માટે રચ્યો છે. (૧૦૦૬)


 સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ---સમાપ્ત



PREVIOUS PAGE         INDEX PAGE                              END              


Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

પોતાનું શરીર જયારે મૃત્યુ ને અધીન કરાય,(એટલે પોતાના શરીર નું મરણ થઇ ગયું છે તેવું જયારે ગણે)
ત્યારે,”જીવનમુક્તિનું સ્થાન”  છોડીને જ્ઞાની પુરુષ,
“નિશ્ચળ-ભાવ ને પામેલા પવન” ની પેઠે,”વિદેહ-મુક્તિ-પણું”  પામે છે. (૯૭૯)

પછી (શરીર ને મૃત્યુ ને અધીન કરી-વિદેહ-મુક્તિ પામ્યા પછી)  એ,તે જ વસ્તુ-રૂપ બન્યો હોય છે કે-જે-
વાણી નો પણ અવિષય છે (તેના વિષે કંઈ બોલી શકાતું નથી)-તે,
શૂન્ય-વાદીઓ નું શૂન્ય છે,બ્રહ્મ-વેતાઓનું બ્રહ્મ છે,વિજ્ઞાન-વેતાઓનું વિજ્ઞાન છે,
મલિનોનો ના મળ-રૂપ છે,સાંખ્ય-દ્રષ્ટાઓનો પુરુષ છે,યોગ-વાદીઓ નો ઈશ્વર છે,
શિવ-શાસ્ત્ર માનનારાઓનો શિવ છે,અને કેવળ કાળને માનનારાઓ નો કાળ છે. (૯૮૦-૯૮૧)

જે વસ્તુ સર્વ-શાસ્ત્રો ના સિદ્ધાંત-રૂપ છે,સર્વ ના હૃદયમાં રહેલ છે,સર્વ-સ્વ-રૂપ છે,અને સર્વ-વ્યાપી છે,
એ જ “તત્વ-રૂપે” એ વિદેહ-મુક્ત રહેલો હોય છે. (૯૮૨)

“હું બ્રહ્મ જ છું,હું ચૈતન્ય જ છું” એમ પણ જે- “ન ચિંતવે”,
પરંતુ માત્ર “ચૈતન્ય ના અંશ”  જેવો જ રહે----તે વિદેહ-મુક્ત જ છે.  (૯૮૩)

જેને પ્રપંધ નું ભાન ન હોય અને બ્રહ્માકાર પણ ન હોય,પરંતુ,
ભૂતકાળ ના ભાવ જેના જતા રહ્યા હોય,-----તે વિદેહ-મુક્ત જ છે. (૯૮૪)

જે ચિત્ત-વૃત્તિ થી પર થયો હોય,ચિત્ત-વૃત્તિ થી બીજાનો પ્રકાશક બન્યો હોય,અને
પોતે ચિત્ત-વૃત્તિ થી રહિત હોય,-------તે વિદેહ-મુક્ત જ છે.  (૯૮૫)

જે “જીવાત્મા અને પરમાત્મા”-- એવા પ્રકારના,અથવા “સર્વ પ્રકારના ચિંતનથી રહિત” થયો હોય,
અને જેનું સ્વ-રૂપ સર્વ પ્રકાર ના “સંકલ્પોથી ત્યજાયું” હોય,તે વિદેહ-મુક્ત જ છે. (૯૮૬)

જેનું સ્વરૂપ કાર થી કહેવાતી વસ્તુથી” રહિત હોય અથવા,”સર્વ કહેવાતી વસ્તુઓથી જુદું” હોય,
અને જેનો “આત્મા” ત્રણે અવસ્થાઓથી રહિત થયો હોય,તે વિદેહ-મુક્ત જ છે. (૯૮૭)

જેમ,સર્પની કાંચળી,સર્પથી છૂટી થઇ,જીવ વિનાની રાફડા પર પડી હોય,
ત્યારે સર્પ તે કાંચળી ને પોતાની માનતો નથી,
તે જ પ્રમાણે,જ્ઞાની પુરુષ,સ્થૂળ તથા સૂક્ષ્મ શરીર ને પોતાનું માનતો જ નથી,
કારણકે,પ્રત્યગાત્મા (આત્મા) ના જ્ઞાન-રૂપ અગ્નિ થી,તેનું મિથ્યા-જ્ઞાન,કારણ સાથે નાશ પામ્યું હોય છે,

વળી,તે “નેતિ નેતિ” એવા અપવાદ-મય જ બને છે.તેથી શરીર-રહિત થાય છે.
વિશ્વ-તેજસ-અને પ્રાજ્ઞ-એ ત્રણ,
વિરાટ-હિરણ્યગર્ભ અને ઈશ્વર-એ ત્રણ,તેમજ
બ્રહ્માંડ-પિંડઅંડ-અને ભૂર્ –વગેરે બધા લોકો,
પોત-પોતાની ઉપાધિ નો વિલય થતાં, જ પ્રત્યગાત્મા (આત્મા) માં લય પામે છે,
એટલે પછી શાંત,શાંત અને શાંત-“સત્ય” જ બાકી રહે છે.બીજું કંઈ પણ હોતું નથી. (૯૮૮-૯૯૨)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જયારે અસત્ ન જણાય ને સત્ પણ ના જણાય,અહંભાવ ન રહે અને અનહંભાવ પણ ના રહે,
મનન નાશ પામતાં,કેવળ અદ્વૈત સ્વરૂપમાં રહે,અત્યંત નિર્ભય થાય,
આકાશમાં રહેલા શૂન્ય ઘડાની પેઠે અંદર અને બહાર શૂન્ય બને,
સમુદ્રમાં રહેલા પૂર્ણ કળશની પેઠે,અંદર અને બહાર પણ પૂર્ણ બને,
આ બધું જગત,જેમ છે તેમ જ રહેલું હોઈ તેમાં બધો વ્યવહાર કરે, છતાં,
જેની દ્રષ્ટિએ બધું જ અસ્ત પામ્યું હોય,અને કેવળ આકાશ જ રહેલું હોય,
તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૬૫-૯૬૭)

જેના મનની લાગણી સુખમાં ઉદય પામતી નથી,અને દુઃખમાં અસ્ત પામતી નથી,પણ,
જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તેમ-તેમાં જેની એક જ સ્થિતિ હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે.(૯૬૮)

જે સુષુપ્તિમાં રહ્યો હોય,છતાં જાગે છે,જેને જાગ્રત અવસ્થા હોતી નથી,અને
જેનું જ્ઞાન વાસના-રહિત હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે.(૯૬૯)

રાગ,દ્વેષ,ભય વગેરે ને અનુસરીને જે વર્તતો હોય,છતાં,
અંતઃકરણ માં આકાશ જેવો સ્વચ્છ હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૦)

જેનો ભાવ અહંકાર વાળો ન હોય અને કંઈ કરે કે ના કરે,છતાં,
જેની બુદ્ધિ લેપાતી નથી- તે “જીવનમુક્ત” કહેવાય છે.  (૯૭૧)

જે સમગ્ર પદાર્થોમાં વ્યવહાર કરતો હોય,છતાં,શીતળ સ્વભાવનો રહે,અને સર્વ પદાર્થો પારકા જ છે,
એમ,તે પદાર્થો વિષે દૃષ્ટિ કરી,પૂર્ણાત્મા બને, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૨)

જેનું ચિત્ત કોઈ પણ વિષયમાં વ્યાકુળ થયા વિના,કેવળ દ્વૈત રહિત અને પરમ પવિત્ર માત્ર-
ચૈતન્ય-રૂપ પદમાં જ વિશ્રાંતિ પામ્યું હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૩)

જેના ચિત્તમાં આ જગત,આ પદાર્થ કે પેલો પદાર્થ,અથવા,
અવાસ્તવિક સમગ્ર દૃશ્ય વસ્તુઓ,કદી સ્ફૂર્તિ નથી, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૪)

“હું ચૈતન્ય-રૂપ આત્મા છું,હું પરમાત્મા છું,હું નિર્ગુણ છું,અને પરથી પણ પર છું “
એમ માત્ર આત્મા-રૂપે જ જે સ્થિતિ કરે - તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૫)

“હું ત્રણે દેહથી જુદો છું,હું શુદ્ધ ચૈતન્ય જ છું,અને હું બ્રહ્મ જ છું”
એમ જેના અંતરમાં નિરંતર વહ્યા કરે, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૫)

જેની દ્રષ્ટિએ દેહ વગેરે કંઈ છે જ નહિ,પણ ‘બધું જ બ્રહ્મ છે’ એવો જેને નિશ્ચય થયો હોય,
તેમ જ પરમાનંદથી જે પૂર્ણ બન્યો હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૬)

“હું બ્રહ્મ છું,હું બ્રહ્મ છું,હું બ્રહ્મ છું,અને હું ચૈતન્ય છું,હું ચૈતન્ય છું”
આવો જેને નિશ્ચય થયો હોય તે - તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૮)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

અવસ્થાઓ

જાગ્રત-માં ત્રણ અવસ્થાઓ

(૧) દેખાતા સર્વ પદાર્થોમાં “આ મારું છે” એવી ભાવના જ ના રહે,તે “જાગ્રતમાં- જાગ્રત- અવસ્થા” છે.
     એમ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ પુરુષો કહે છે.
(૨) “દેખાતા પદાર્થો ની પરંપરા- સચ્ચિદાનંદ –મારામાં રહેલી છે” એમ જાણીને –
     નામ-રૂપ નો ત્યાગ થઇ જાય –તે “જાગ્રતમાં-સ્વપ્ન-અવસ્થા” છે.
(૩) “પરિપૂર્ણ ચૈતન્યથી જ ચારે બાજુ પ્રકાશતા-ચિદાકાશ –મારામાં કેવળ જ્ઞાન-સ્વરૂપ વિના-
     બીજું કંઈ નથી” એવા અનુભવને “જાગ્રતમાં-સુષુપ્તિ-અવસ્થા” કહે છે.  (૯૪૯-૯૫૧)

સ્વપ્ન-માં ત્રણ અવસ્થાઓ

(૧) “મારા મૂળ અજ્ઞાનનો નાશ થયો છે.તેથી કારણ-આભાસની ચેષ્ટાઓથી મને થોડું પણ બંધન નથી”
     આવા અનુભવ ને-“સ્વપ્ન-જાગ્રત” અવસ્થા કહે છે.
(૨) અજ્ઞાન-રૂપ કારણ નો નાશ થવાથી,દ્રષ્ટા,દર્શન અને દૃશ્ય-રૂપ કોઈ કાર્ય જ રહ્યું નથી,
     આવું જે જ્ઞાન છે તેને “સ્વપ્ન-સ્વપ્ન” અવસ્થા કહે છે.
(૩) અતિ સૂક્ષ્મ વિચારને લીધે પોતાની બુદ્ધિની વૃત્તિ,અચંચળ બની ને જયારે જ્ઞાન માં નાશ પામે છે,
     ત્યારે તે અવસ્થા ને “સ્વપ્ન-સુષુપ્તિ” અવસ્થા કહે છે.  (૯૫૨-૯૫૪)

સુષુપ્તિ-માં ત્રણ અવસ્થાઓ

(૧) ચૈતન્ય-મય આકાર વાળી બુદ્ધિ,તે બુદ્ધિની વૃત્તિના પ્રસારો સાથે,
     કેવળ આનંદ ના અનુભવ-રૂપે જ પરિણમે-તેને “સુષુપ્તિ- જાગ્રત” અવસ્થા કહે છે.
(૨)  લાંબા કાળથી અનુભવેલા અનાતારના આનંદાનુભવ-વાળી, સ્થિતિ જેનામાં હોય,અને
     તેવી વૃત્તિ એકાત્મતા ને પામે,તે “સુષુપ્તિ-સ્વપ્ન” અવસ્થા કહેવાય છે.
(૩) આ આત્માની-દૃશ્ય વિશેની બુદ્ધિની વૃત્તિ- જયારે,કેવળ-એક-પણાની ભાવના-રૂપ બને, અને,
     કેવળ ‘એક’ જ જ્ઞાન ની પ્રાપ્તિ થાય-તે “સુષુપ્તિ-સુષુપ્તિ” અવસ્થા કહેવાય.  (૯૫૫-૯૫૭)

સર્વ અવસ્થાઓમાં કેવળ નિર્વિકાર-સ્વરૂપ, એક જ ધારા,પરબ્રહ્મ-રૂપે પ્રકાશે-
તે “તુરીયા” નામની અવસ્થા કહેવાય છે. (૯૫૮)

ઉપર જણાવેલી અવસ્થાઓ ના સ્વરૂપ ને બરાબર વિચારતો મનુષ્ય સુખી થઇ ને મુક્ત થાય છે.

શુભેચ્છા-વિચારણા-તનુમાનસી-એ  પ્રથમ ની ત્રણ-જ્ઞાન-ભૂમિકાઓને “ભેદાભેદવાળી” કહી છે.
તેમાં જયારે ભેદ-બુદ્ધિ બરાબર  હોય છે,ત્યારે તેને લીધે આ જગત “જાગ્રત-અવસ્થા-રૂપ” હોય છે.

પરંતુ,જયારે ચોથી ભૂમિકા (સત્ત્વાપત્તિ) નો ઉત્તમ યોગ થાય છે,અને,તેને લીધે અદ્વૈત સ્થિર થાય છે,
દ્વૈત સમી જાય છે,ત્યારે તે ભૂમિકા પર આરૂઢ  થયેલા યોગીઓ જગત ને “સ્વપ્ન” જેવું જુએ છે.

પાંચમી ભૂમિકા (અસંસક્તિ) કે જેનું-સુષુપ્તિ-પદ-એવું બીજું નામ છે,એના પર આરૂઢ થઈને  યોગી પુરુષ,
સમગ્ર વિશેષ અંશો ને શાંત થયેલા અનુભવે છે,ને કેવળ અદ્વૈત સ્વ-રૂપમાં સ્થિતિ કરે છે.

છઠ્ઠી ભૂમિકા (પદાર્થભાવના) પર આરૂઢ થયેલો યોગી,નિત્ય અંતર્મુખ જ રહે છે,તેથી,જાણે અત્યંત થાકીને,
ગાઢ નિંદ્રામાં પાડ્યો હોય તેવો જણાય છે,

આ છઠ્ઠી ભૂમિકા માં રહીને અભ્યાસ કરતો યોગી,સારી રીતે વાસના-રહિત થાય છે,અને પછી,અનુક્રમે,
તુરીયાવસ્થા-રૂપ સાતમી ભૂમિકા પર આવી પહોંચે છે.

એમાં પણ જે વિદેહ-મુક્ત થાય છે-તેને જ “તુરીયાતીત દશા” કહે છે. (૯૫૯-૯૬૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૩

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેમ, હર કોઈ કર્મમાં --સૂર્યનું  જેવું સાક્ષી-પણું છે-ગરમ લોઢામાં રહેલ અગ્નિ જેવું દાઝવા-પણું છે,અને
દોરડીમાં ભ્રાંતિ થી કલ્પી કાઢેલી કોઈ વસ્તુ (સર્પ)નો જેવો સંગ છે,
તે જ પ્રમાણે,કુટસ્થ અને ચૈતન્ય-આત્મ-સ્વ-રૂપ મારું,
બધે સાક્ષી-પણું,પ્રકાશક-પણું અને નિઃસંગ-પણું છે.  (૯૩૫)

એમ કહી તે શિષ્યે ગુરુની સ્તુતિ કરી,વિનયથી પ્રણામ કર્યા અને પછી,
મુમુક્ષુઓ પર ઉપકાર કરવા માટે પૂછવાના પ્રશ્નો આ પ્રમાણે પૂછ્યા.
“હે,ભગવન,જીવન-મુક્ત નું,આત્મા ના અનુભવનું,તથા વિદેહ-મુક્ત નું લક્ષણ શું?
તે કૃપા કરી યથાર્થ મને કહો. (૯૩૬-૯૩૭)

ગુરુનો ઉત્તર-જ્ઞાન ની છ ભૂમિકાઓ

પ્રથમ તો હું તને જ્ઞાન ની સાત ભૂમિકાઓ નું લક્ષણ કહું છું.
કારણકે,તેં જે હમણાં મને પૂછ્યું,એ બધું જ્ઞાન થતા જણાઈ જાય છે.
(૧) શુભેચ્છા (૨) વિચારણા (૩) તનુમાનસી (૪) સત્ત્વાપત્તિ (૫) અસંસક્તિ
(૬) પદાર્થભાવના (૭) તુર્યગા   (૯૩૮-૯૪૦)

“શાસ્ત્રો અને સજ્જનો તો મારી સામે જોઈ રહ્યા છે.—છતાં હજુ  હું મૂઢ જ કેમ રહ્યો છું ?”
આવી વૈરાગ્યપૂર્વક ઈચ્છા થાય તેણે વિદ્વાનો “શુભેચ્છા” (શુભ-ઈચ્છા) કહે છે.  (૯૪૧)

શાસ્ત્રો અને સજ્જનો નો સંગ (સંબંધ) થવાથી,વૈરાગ્ય થાય અને તે પછી,
અભ્યાસ-પૂર્વક સદાચારમાં જે વૃત્તિ થાય,તેણે “વિચારણા” કહે છે.  (૯૪૨)

શુભેચ્છા અને વિચારણા (ઉપરની બે ભૂમિકાઓ) ના યોગ થી,ઇન્દ્રિયો ના વિષયો પર રાગ ના રહે અને,
‘મન’ ની સ્થિતિ એ વિષયો પર થી પાતળી પડી જાય,ત્યારે એ “તનુ-માનસી” કહેવાય છે. (૯૪૩)

ઉપરની ત્રણે ભૂમિકાઓના અભ્યાસથી,ચિત્તમાં પદાર્થો ઉપર વૈરાગ્ય થાય,અને તેને લીધે,
“શુદ્ધ-સત્વ-ગુણ-રૂપે” તે (મનુષ્ય) બની રહે,તે “સત્ત્વાપત્તિ” (સત્વ-આપત્તિ?) કહેવાય છે. (૯૪૪)

ઉપરની ચાર પ્રકારની ભૂમિકાઓના અભ્યાસથી,જેનામાં અસંગતતા –રૂપી ફળ થાય છે,અને
સત્વગુણ નો ચમત્કાર ખૂબ જામે છે,તે “અસંસક્તિ” નામેની જ્ઞાન-ભૂમિકા છે. (૯૪૫)

ઉપરની પાંચ ભૂમિકાઓના અભ્યાસથી,પોતાના આત્મામાં જ અતિશય રમણતા થાય છે,
બહાર ના કે અંદરના પદાર્થો જણાતા જ નથી,
અને બીજા કોઈ થોડા મનુષ્યોને ઘણો પ્રયત્ન કરે ત્યારે માંડમાંડ બહારના કે અંદરના પદાર્થો દેખાય છે,
“પદાર્થ-ભાવના” નામની છઠ્ઠી ભૂમિકા છે. (૯૪૬-૯૪૭)

ઉપરની છ ભૂમિકાઓનો લાંબો સમય અભ્યાસ કરવાથી,
કોઈ જાતનો “ભેદ” રહેતો (જણાતો) નથી,અને તેથી તેને  (મનુષ્યને)
કેવળ ‘આત્મા-રૂપે’ (અભેદ-રૂપે)  જ ‘એક-નિષ્ઠા’ પ્રાપ્ત થાય છે –આ “તુર્યગા” ભૂમિકા જાણવી.(૯૪૮)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

એ પ્રમાણે,ગુરૂનાં વચનથી તથા શ્રુતિ નાં પ્રમાણથી,એ શિષ્યે પરમ આત્મ-તત્વ જાણ્યું,
અને પછી,આત્મા સાથે જોડાઈ ને તેની ઇન્દ્રિયો શાંત બની,મન એકાગ્ર થયું,અને –
કોઈ સ્થળે-પર્વત જેવી સ્થિર સ્થિતિએ,આત્મ-નિષ્ઠ બની તે રહેવા લાગ્યો.

ત્યાં ઘણા કાળ સુધી તેણે આત્મ-સ્વ-રૂપ માં મન ને એકાગ્ર કરી સમાધિ કરી.
અને પછી સમાધિ દશામાંથી ઉઠી,આનંદ-પૂર્વક ફરી ગુરૂ પાસે આવીને,તે બુદ્ધિમાન શિષ્ય,
હર્ષ થી ગળગળો થઇ ગુરૂ ને પ્રણામપૂર્વક કહેવા લાગ્યો.  (૯૨૪-૯૨૫)

નિત્ય આનંદ-સ્વરૂપ, આપ ગુરુદેવ ને મારા વારંવાર નમસ્કાર હો,
સંગ નો ત્યાગ કરનાર,શાંત અને અહંભાવ ના ત્યાગી –એવા આપને મારા નમસ્કાર હો. (૯૨૬)

દયાના ધામ અને સર્વ થી શ્રેષ્ઠ આપણે મારા પ્રણામ હો, ખરેખર આપની મહિમા નો કોઈ પાર નથી,
કેમ કે આપના કૃપા-કટાક્ષ થી હું અદ્વૈત બ્રહ્મ જ થયો છું. (૯૨૭)

હું શું કરું? ક્યાં જાઉં?શું લઉં?અને શું ત્યજું? કારણકે –જેમ પ્રલય કાલે આખું વિશ્વ જળથી ભરાઈ જાય છે,
તેમ મારાથી જ જગત ભરાઈ ગયું છે. (૯૨૮)

સુખ અને જ્ઞાનના મહાસાગર-મારામાં-હજારો બ્રહ્માંડો-રૂપી પરપોટા,
માયામય પવન ને લીધે ઉત્પન્ન થી ને ફરી અદશ્ય થાય છે. (૯૨૯)

હે,સદગુરૂ,આપની કૃપાથી હું અવિનાશી,આનંદ-સ્વરૂપ, હું જ આત્મા,હું પૂર્ણ,હું નિર્દોષ,અને
હું  કેવળ અદ્વૈત થયો છું. (૯૩૦)

હું અકર્તા છું,હું અભોક્તા છું,હું વિકાર-રહિત છું,હું ક્રિયા રહિત છું,કેવળ આનંદથી જ વ્યાપ્ત છું,સંગ-રહિત છું,અને હું સદા-શિવ છું-સર્વકાળે મંગળ અને કલ્યાણ-રૂપ છું. (૯૩૧)

આપના કૃપા-કટાક્ષ-રૂપી શ્રેષ્ઠ ચંદ્રની ચાંદની,મારા પર પડી,તેથી સંસારના તાપથી થયેલો મારો શ્રમ દૂર થયો છે.અને ક્ષણવાર માં અખંડ વૈભવ તથા આનંદમય અવિનાશી આત્મ-પદ ને પામ્યો છું. (૯૩૨)

જેમ મનુષ્યની છાયાને ગરમીનો,ઠંડીનો,સારી વસ્તુ નો,કે ખરાબ વસ્તુ નો સ્પર્શ થાય તો પણ,
મનુષ્ય ને કંઈ પણ સ્પર્શ કરતુ નથી,કેમ કે મનુષ્ય પોતાની છાયાથી વિલક્ષણ (જુદો) છે.
તે જ પ્રમાણે,સાક્ષી  આત્માને દૃશ્ય-એવા કોઈ પણ પદાર્થ ના ધર્મો સ્પર્શી શકતા નથી,
કેમ કે આત્મા એથી વિલક્ષણ (જુદો) જ છે.

વળી જેમ દીવાના પ્રકાશથી થતા ધર્મો દીવાની સાથે સંબંધ પામતા નથી,
તેમ દૃશ્ય કે કોઈ પણ વસ્તુ ના ધર્મ-આત્મા ના સાથે,સંબંધ પામતા નથી,
કેમ કે આત્મા વિકાર-રહિત અને ઉદાસીન છે.(તટસ્થ રહેનારો છે)  (૯૩૩-૯૩૪)




PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ-(અષ્ટાંગ-યોગ)
આ આઠ ને જ વિદ્વાનો “યોગનાં અંગો” કહે છે.
--તેમાં ‘બધું બ્રહ્મ છે’ આવું જ્ઞાન થવાથી ઇન્દ્રિયો નો સંયમ થાય છે.એટલે એ જ “યમ” કહેવાય છે.
  માટે તેનો વારંવાર અભ્યાસ કરવો,
--આત્મચિંતન (સજાતીય) નો પ્રવાહ ચાલુ રાખવો અને દેહાદિ (વિજાતીય) નો તિરસ્કાર કરવો-
  એટલે કે આત્મસ્વરૂપ માં લય કરી દેવો-એ જ પરમાનંદ-સ્વરૂપ “નિયમ” છે.
--જે સ્થિતિમાં નિરંતર-સુખપૂર્વક-બ્રહ્મ-ચિંતન થઇ શકે –એણે જ “આસન” સમજવું.
--ચિત્ત આદિ સર્વ પદાર્થોમાં બ્રહ્મ-પણાની ભાવના કરવાથી,સર્વ વૃત્તિઓનો નિરોધ(કાબુ) થઇ જાય છે,
  એટલે એ જ “પ્રાણાયામ” કહેવાય છે.
  --તે પ્રાણાયામમાં પ્રપંચ (માયા) નો બ્રહ્મ-સ્વરૂપ માંથી નિષેધ કરવો-તે “રેચક પ્રાણાયામ” છે.
  --“હું બ્રહ્મ જ છું” આવી વૃત્તિ તે “પૂરક-પ્રાણાયામ” છે.
  --એ વૃત્તિ ની નિશ્ચળતા થવી તે “કુંભક-પ્રાણાયામ” છે.
  --બાકી શ્વાસોશ્વાસને પૂરવા,રોકવા ને કાઢવા –એ અજ્ઞાનીઓ નો પ્રાણાયામ છે.
--વિષયો ઉપરની આત્મ-ભાવના ત્યજીને મન ને ચૈતન્ય-આત્મ-સ્વરૂપમાં મગ્ન કરવું-તે “પ્રત્યાહાર” છે.
--મન જ્યાં-જ્યાં જતું રહે ત્યાં-ત્યાં ,કેવળ બ્રહ્મ નું જ દર્શન કરવાથી,તે મન ને વશ કરી શકાય છે,
  અને તે જ ઉત્તમ પ્રકારની “ધારણા” છે.
--“હું બ્રહ્મ જ છું” આવી સદવૃત્તિ થી નિરાલંબ (કોઈ પણ વસ્તુ ના આશ્રય વિના) સ્થિતિ કરવી
  તેને “ધ્યાન” કહેવામાં આવે છે.અને એ જ પરમાનંદ આપનાર છે.
--એમ નિર્વિકાર અને બ્રહ્માકાર –વૃત્તિ થયા પછી,એ વૃત્તિ ને પણ ભૂલી જવી,એ ઉત્તમ “સમાધિ” છે.


આ સમાધિ કરવામાં આવે છે –ત્યારે-વિઘ્નો પણ બળથી (શક્તિથી) જરૂર આવે જ છે.
જેવાં કે-
બરાબર એકાગ્રતા ના થાય,આળસ થાય,ભોગો ની લાલસા થાય,ભય થાય,
અજ્ઞાન,અંધકાર કે તમોગુણ ફેલાય, વ્યગ્રતા કે વ્યાકુળતા થાય,મન આડું અવળું જતું રહે,
તેજ ના ઝબકારા જણાય અને શૂન્ય જેવી સ્થિતિ પણ થાય.

આવાં ઘણી જાતનાં વિઘ્નો આવે,પણ બ્રહ્મને જાણનારા,મનુષ્યો એ તેઓ ને ત્યજી દેવાં,અને
એ વિઘ્નોનો સંપૂર્ણ ત્યાગ કરીને પ્રમાદ-રહિત થવું,અને મન ને વશ કરવું.

એમ સમાધિ-નિષ્ઠ થઇ,સાક્ષાત “બ્રહ્મ” થવાને તું યોગ્ય છે. (૯૧૦-૯૨૩)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

વિપરીત ‘વસ્તુ-બુદ્ધિ’,જ્યાં સુધી સંપૂર્ણ દૂર ના થાય,અને આત્મસાક્ષાત્કાર (અસ્ખલિત સ્વરૂપની સ્ફૂર્તિ)
બરાબર સિદ્ધ ન થાય,ત્યાં સુધી મોક્ષને ઇચ્છતા વિદ્વાન મનુષ્યે,પૂર્વે બતાવેલી છ યે સમાધિમાં જ
નિરંતર સમય ગાળવો,તેમાં પ્રમાદ ના કરવો,કારણકે જો પ્રમાદ કરાય તો,
નિંદ્રા માં જેમ અંધારું પ્રગટ થાય છે તેમ,માયા પ્રગટી નીકળે છે. (૯૦૧-૯૦૨)

માટે વિદ્વાનો,સ્વાનુભવ (આત્માનુસંધાન) વિના એક ક્ષણ પણ રહેતા નથી.
કેમ કે તેમના માટે-સ્વાનુભવ માં પ્રમાદ,એ મૃત્યુ-રૂપ છે,બીજો કોઈ યમ નથી. (૯૦૩)

જે મનુષ્ય આ સમાધિ માટે પ્રયાસ કરે છે,તેને સંકલ્પ- વિકલ્પ (ભેદ દૃષ્ટિ) કદી થાય જ નહિ.
“આ સર્વ કેવળ આત્મા જ છે” એવો સર્વાત્મ-ભાવ આ સમાધિથી જ સિદ્ધ થાય છે.
અને સર્વાત્મ-ભાવ એ જ કેવલપણું  (કૈવલ્ય-સ્થિતિ) છે. (૯૦૪)

સર્વ માં સમ-ભાવ એ જ જ્ઞાની ની બ્રહ્મ-વિદ્યા નું ફળ છે,અને આત્મ-સ્વરૂપના આનંદ નો અનુભવ,
એ જ જીવન-મુક્ત નું ફળ છે, એમ અનુભવીઓ કહે છે.  (૯૦૫)

મિથ્યા વસ્તુઓ પર ‘હું અને મારું’ –વગેરે ભાવનાને જે ગ્રહણ કરાવે છે,એ જ વાસનામય ગ્રંથિ(ગાંઠ) છે.
તે અને કર્મ-બંધ એ બંને સમાધિ થી નાશ પામે છે,તેમ જ ‘બ્રહ્મ એ આત્મા છે અને આત્મા એજ બ્રહ્મ છે’
આવું અસ્ખલિત જ્ઞાન સમાધિ થી જ થાય છે. (૯૦૬)

શુદ્ધ અંતઃકરણ વાળા મુમુક્ષુ એ એક સત્ વસ્તુનું જ બધે દર્શન કરવું.
એ જ મુક્તિનો તથા બ્રહ્મ-સ્વરૂપ સ્થિતિનો નિષ્કંટક માર્ગ છે.  (૯૦૭)

માટે હે શિષ્ય,તું અપ્રમાદી થઇ ઉપર દર્શાવેલી સમાધિઓ કાર,અને વાસનામય ગાંઠ બાળી નાંખી,
બ્રહ્મ-સ્વરૂપ માં જોડાઈ જા,પછી બ્રહ્માનંદ અમૃત ના સમુદ્રમાં મગ્ન થઇ,
નિત્ય ક્રીડા કરતો,આનંદી થઇ રમ્યા કર. (૯૦૮)

આત્મ-સ્વરૂપમાં નિશ્ચળતા-રૂપ,લક્ષણવાળી જે વૃત્તિ છે-એ જ નિર્વિકલ્પ સમાધિ છે.
અને એને જ યોગશાસ્ત્ર નો અર્થ જાણનારા વિદ્વાનો “યોગ” કહે છે. (૯૦૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati--સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૯

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

દેહ સત્ નથી,ઇન્દ્રિયો સત્ નથી,પ્રાણવાયુ સત્ નથી,મન સત્ નથી,બુદ્ધિ સત્ નથી,ચિત્ત સત્ નથી,
અને અહમ-બુદ્ધિ પણ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું  (૮૮૯)

દેશ સત્ નથી,કાળ સત્ નથી,દિશાઓ સત્ નથી,અથવા બીજાં કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ રૂપો પણ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું  (૮૯૦)

નામ-રૂપાત્મક આ દૃશ્ય જગતનું  અધિષ્ઠાન –બ્રહ્મ છે અને તે જ સદ- સત્ય છે,
એમ,જતાં,ઉભા રહેતા,અને સૂતાં-પણ વિદ્વાન પુરુષે,
આ નિત્ય, બાહ્ય-દ્રશ્યાનુવિદ્ધ –નામની આ સમાધિ કર્યા કરવી.  (૮૯૧)

તેમ જ આરોપિત નામ તથા રૂપ-વગેરે નો બ્રહ્મ માં લય કરી દઈ,
“ હું જ નિર્મળ,અદ્વૈત અને પરમ આનંદરૂપ બ્રહ્મ છું” આમ વિચાર્યા કરવું.  (૮૯૨)

વિકાર રહિત,આકાર વિનાનું,નિર્લેપ,નિર્દોષ,અને આદિ-અંત રહિત,
પૂર્ણ બ્રહ્મ હું જ છું,એમાં સંશય નથી, આમ વિચાર્યા કરવું.  (૮૯૩)

કલંક રહિત,રોગ અને ભય રહિત,ત્રણે પ્રકારના છેદ વિનાનું,આનદ-સ્વરૂપ,અવિનાશી અને મુક્ત-
બ્રહ્મ હું જ છું એમ ચિંતવ્યા કરવું. (૮૯૪)

વિશેષ-અવયવો કે ભેદ વિનાનું,મિથ્યા આભાસ વિનાનું,નિત્ય મુક્ત,વિકાર રહિત,ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ,
એક રસવાળું સત્ય બ્રહ્મ હું જ છું,એ વિચાર્યા કરવું.  (૮૯૫)
શુદ્ધ,બુદ્ધ,તત્વ-રૂપે,સિદ્ધ,સર્વ-શ્રેષ્ઠ,સર્વમાં વ્યાપી રહેલ,અખંડ,સ્વયંપ્રકાશ અને પરમાકાશ-
બ્રહ્મ હું જ છું એમ ચિંતવ્યા કરવું. (૮૯૬)

અતિશય સૂક્ષ્મ,માત્ર અસ્તિત્વ-રૂપ,વિકલ્પો રહિત,અતિશય મહાન,કેવળ અને પરમ અદ્વૈત-
બ્રહ્મ હું જ છું, આવી ભવન કરવી. (૮૯૭)

એમ નિર્વિકાર આદિ-શબ્દ માત્ર થી સમર્પણ થયેલ,કેવળ બ્રહ્મ-તત્વનું ધ્યાન કરતા મનુષ્ય નું ચિત્ત,
એ બ્રહ્મ-સ્વરૂપ જ છે એવા લક્ષ્યમાં સ્થિર થાય છે. (૮૯૮)

એ રીતે બ્રહ્માનંદ ના રસ ના આવેશ થી કેવળ બ્રહ્મ-સ્વરૂપે જ એક થઇ જઈ,
વૃત્તિ ની જે નિશ્ચળ અવસ્થા છે,તેને “અકલ્પક-સમાધિ” (સંકલ્પ-વિકલ્પ વગરની) કહે છે, (૮૯૯)

નિયમશીલ મનુષ્યે,સમાધિ માંથી ઉઠીને કે સમાધિ માં રહીને પ્રમાદી નહિ બની જીતેન્દ્રિય થવું.અને
સદાકાળે સાવધાન રહી ને પૂર્વોક્ત-બતાવેલી છ યે સમાધિઓ કર્યા કરવી. (૯૦૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૮

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આંતર-સમાધિ ની પેઠે બાહ્ય-સમાધિ ની પણ જરૂર છે.

જેમ પૂર્વોક્ત ‘ત્રણ’ સમાધિ યત્ન-પૂર્વક હૃદયમાં કરાય છે,તે જ પ્રકારે,
હૃદય થી બહારના પ્રદેશમાં પણ દ્વૈતભાવ દૂર કરવા માટે સમાધિ કરવી જોઈએ. (૮૭૮)

હવે તેનો પ્રકાર સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
સચ્ચિદાનંદ-રૂપ લક્ષણ વાળું,પરબ્રહ્મ –એ અધિષ્ઠાન (સર્વ નો મૂળ આશ્રય) છે.
તેમાં નામ-રૂપ વાળું આ જગત અધ્યાસ (અજ્ઞાનથી કલ્પી કાઢેલું-ખોટું) પામેલું ભાસે છે.
સત્-ચિત્-આનંદ એ ત્રણ બ્રહ્મ ના સ્વરૂપો છે. અને નામ-રૂપ-એ બે અધ્યાસ પામેલાં જગતનાં સ્વરૂપો છે.

આ સત્-ચિત્-આનંદ-નામ-રૂપ---એ પાંચે ને ભ્રમ થી એક-રૂપ કરી મૂર્ખાઓ એને ‘આ જગત છે’ એમ કહે છે.

જેમ,શીતળતા,ધોળાશ,રસ,પ્રવાહી-પણું અને તરંગ –એ પાંચ ને એક કરી ‘આ તરંગ છે’ એમ કહે છે,
પણ ખરી રીતે તરંગ કોઈ વસ્તુ છે જ નહિ,મૂળ તો જળ જ છે.,
તે પ્રમાણે જગત એ કોઈ વસ્તુ છે જ નહિ,મૂળ તો બ્રહ્મ જ છે.
બ્રહ્મ જ સત્ વસ્તુ છે,અને તેમાં જગત ના નામ-રૂપ નો આરોપ જ કરાયો છે.કે જેનો ત્યાગ કરી,
માત્ર સ્વરૂપ (બ્રહ્મ) ને જ ગ્રહણ કરવું. આ પહેલી બાહ્ય સમાધિ છે.

મુમુક્ષુ, બ્રહ્મ માંથી નામ-રૂપ ને અલગ કરીને તેઓનો એ બ્રહ્મ માં જ લય કરી દે છે,અને પછી,
સચ્ચિદાનંદ અને સર્વ ના મૂળ,અધિષ્ઠાન (આશ્રય-સ્થાન રૂપ) જે અદ્વૈત પરબ્રહ્મ બાકી રહે છે,
તે જ-- હું છું એવા નિશ્ચિત રૂપવાળો થાય છે.  (૮૭૯-૮૮૫)

આ પૃથ્વી સત્ નથી,પાણી સત્ નથી,તેજ સત્ નથી,વાયુ સત્ નથી,આકાશ સત્ નથી, -અને-
આ પાંચે ભૂતો નાં જે કર્યો છે તે પણ સત્ નથી.
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે, તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું.  (૮૮૬)

શબ્દ સત્ નથી,રૂપ સત્ નથી,સ્પર્શ સત્ નથી,રસ સત્ નથી,ગંધ સત્ નથી,-
કે બીજો કોઈ પણ પદાર્થ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું   (૮૮૭)

દ્રવ્યો નો સમૂહ સત્ નથી,ગુણો સત્ નથી,ક્રિયાઓ સત્ નથી,જાતિ સત્ નથી,વિશેષ (ભેદ) સત્ નથી,
અને તે સિવાયનો બીજો કોઈ પદાર્થ પણ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું  (૮૮૮)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

હું આદિમાં “હોનાર” છું,હું અનાદિ કાળનો છું,હું વાણી અને મનથી સધાતી હરકોઈ વસ્તુરૂપ છું,
વેદ ના વચનો થી જાણવા યોગ્ય વસ્તુ હું છું,હું જાણેલું અને નહિ જાણેલું-એ બંને થી જુદો છું,
માયા અને તેનાં કાર્યોના લેશથી પણ રહિત છું,કેવળ દ્રષ્ટા-રૂપ છું,હું જ્ઞાન-સ્વરૂપ છું,અને
હું કેવળ એક જ વાર પ્રકાશેલો છું. (૮૬૭-૮૬૮)

હું અપર (સર્વથી જુદો)છું અને અન-અપર (સર્વ થી જુદો નહિ તેવો) પણ છું,
હું બહાર અને અંદર પૂર્ણ જ છું,હું અજર (ઘડપણ વિનાનો) છું, હું અક્ષર (અવિનાશી) છું,
હું નિત્ય આનંદ સ્વરૂપ છું,અને હું અદ્વિતીય –એક- જ છું. (૮૬૯)

જે ‘પ્રત્યક’  (દરેકમાં વ્યાપેલા) તત્વ થી જુદું નથી,અખંડ છે,સત્ય-જ્ઞાન આદિ લક્ષણ વાળું છે,
શુદ્ધ છે,શ્રુતિ દ્વારા જાણી શકાય છે ને ‘સત્ય’ છે,તે પરમ જ્યોતિ ‘બ્રહ્મ’ હું જ છું. (૮૭૦)

એમ માત્ર ‘સત્’ વસ્તુમાં પ્રવેશેલી વૃત્તિ વડે,માત્ર એ ‘સત્’ વસ્તુ ને જ ગ્રહણ કરાવનારા –“શબ્દો” દ્વારા,
યતિએ ઉત્તમ પ્રકારે પ્રાપ્ત થયેલી,વસ્તુ (સત્ય) નું નિશ્ચળ થઈને ધ્યાન ધરવું. (૮૭૧)

કામાદિ દૃશ્ય ભાવો નો લય કરવાપૂર્વક હું શુદ્ધ છું” ઈત્યાદિ-પૂર્વોક્ત “શબ્દો” સાથે,
દ્રષ્ટા-આત્મામાં જ સ્થિતિવાળા પુરુષ નો એવો જે ભાવ છે,
તેને શબ્દાનુવિદ્ધ -સવિકલ્પ-સમાધિ  કહેલ છે, (૮૭૨)

નિર્વિકલ્પ સમાધિ
આત્મા-જ  દૃશ્ય પદાર્થો નો સાક્ષી છે,એવા ભાવ-પૂર્વક –એ દૃશ્ય-પદાર્થો ને આત્મામાં જ લય કરી દઈ,
અને દૃશ્ય પદાર્થો તરફ જતી અટકાવનારી મન ની જે અવસ્થા છે તે નિર્વિકલ્પ-સમાધિ કહેવાય છે (૮૭૩)

જે મનુષ્ય લાંબા કાળ સુધી સંસ્કાર-પૂર્વક નિરંતર સવિકલ્પ સમાધિ નો અભ્યાસ કરે છે,
તેને નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે.  (૮૭૪)

જે મનુષ્ય નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ઠા-પૂર્વક રહે છે,તેની અવશ્ય ‘નિત્યતા’ થાય છે,
તેનાં જન્મ-વગેરે જતાં રહે છે,અને તેને અસ્ખલિત,નિત્ય,નિશ્ચલ,અનંત શાંતિ પ્રાપ્ત થાય છે. (૮૭૫)

એ નિર્વિકલ્પ સમાધિમાં આરૂઢ થયેલાને ‘હું વિદ્વાન છું કે હું જગતરૂપ છું’ એવો કોઈ પણ પ્રકારનો,
બહારનો કે અંદરનો અનુભવ રહેતો નથી,એવો કોઈક જ પુરુષ આત્મા ના આનંદ-રૂપ,અમૃત-સાગર માં
મગ્ન થઈને અનન્ય (કેવળ આત્મા સ્વરૂપે) શાંત-મૂંગો બેસી રહે છે. (૮૭૬)

જેઓ નિર્વિકલ્પ પરબ્રહ્મ માં જ સ્થિતિવાળા હોઈ નિર્વિકલ્પ સમાધિમાં જ આરૂઢ થયા હોય છે,
તેઓ ખરેખર ‘ધન્ય’ છે,તેઓ બાહ્યદ્રષ્ટિવાળાઓની -નજરે જીવતા હોવા છતાં મુક્ત જ છે. (૮૭૭)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

કેવળ જ્ઞાન-નિષ્ઠા માં જ તત્પર રહેતા મુમુક્ષુ માટે કર્મ ના તંત્ર નો અવકાશ જ નથી.
એના માટે તો તે જ્ઞાન જ કર્મ છે,એ જ સંધ્યા છે,અને એ જ બધું જ છે.
એનાથી બીજું વધુ એણે કંઈ જ કરવાનું નથી. (૮૫૭)

બુદ્ધિએ કલ્પી કાઢેલી,મલિનતા ધોઈ નાખવી,એ જ આત્મા નું સ્નાન છે,એ દ્વારા જ આત્મા ની શુદ્ધિ થાય છે,
માટી થી કે જળથી આત્મા ની શુદ્ધિ થતી નથી.  (૮૫૮)

આત્મ-સ્વરૂપ માં જ મન સ્થિર કરે તે જ મુમુક્ષુ નું અનુષ્ઠાન (કર્તવ્ય-કર્મ) છે.
બાકીનાં મન,વચન કર્મ થી થતાં બધાં કર્મ જુઠ્ઠાં હોવાથી મિથ્યા છે.  (૮૫૯)

બધા દૃશ્ય પદાર્થો નો નિષેધ કરી,આત્મ-સ્વરૂપે જ સ્થિતિ કરવી,
એ જ સંધ્યા છે,એ જ અનુષ્ઠાન છે,એ જ દાન છે,એ જ ભોજન છે.  (૮૬૦)

જેઓએ પરમાર્થ વસ્તુ જાણી હોય,અને જેઓનાં અંતઃકરણ અને આત્મા શુદ્ધ હોય,
તેવા યતિઓ માટે,આત્માનુસંધાન વિના બીજું કયું અનુષ્ઠાન છે? (૮૬૧)

માટે યતિએ બીજી ક્રિયાઓ ત્યજી ને જ્ઞાન-નિષ્ઠા માં જ તત્પર થવું,ઉત્તમ આત્મનિષ્ઠા માં જ નિશ્ચળ રહેવું,
અને તેનો જ પરમ આશ્રય કરવો. (૮૬૨)

જેને તત્વજ્ઞાન યોગ પર આરૂઢ થવાની ઈચ્છા હોય,તેણે પોતાને યોગ્ય,શ્રવણ-મનનાદિ કર્મ કરવાં જોઈએ,
પણ જે યોગ પર ચઢી રહ્યો હોય,તેને માટે યજ્ઞ-યાગાદિ કર્મો,
એ યોગ-માર્ગ ઉપર ચઢાવનારાં માન્યાં નથી. (૮૬૩)

જે મુમુક્ષુ યોગ પર ચઢી રહ્યો હોય,તેણે બીજી કોઈ પણ ક્રિયા કરવી,તે લગારે યોગ્ય નથી,કેમકે,
એ મનુષ્ય બીજી ક્રિયાઓ માં આસક્ત મન વાળો થાય, એટલે તાડના ઝાડ ઉપર ચઢવા જનાર મનુષ્ય ની પેઠે તે અવશ્ય પડે જ છે.  (૮૬૪)

તો પછી,જે બુદ્ધિમાન પુરુષ,યોગારૂઢ બની સિદ્ધ અને કૃત-કૃત્ય થઇ ચુક્યો હોય તેની દૃષ્ટિ,
આત્મા સિવાય બહાર હોતી નથી,પછી તેણે કર્મો કરવાની વાત જ ક્યાં રહે છે?
આ રીતે (દૃશ્ય-યુક્ત સવિકલ્પ સમાધિ) - દ્રશ્યાનુવિદ્ધ-સવિકલ્પ સમાધિ-  કહી. (૮૬૫)

શબ્દાનુવિદ્ધ -સવિકલ્પ-સમાધિ નો શબ્દ “ભાવ” (શ્લોક ૮૬૬ થી ૮૭૨ સુધી નું વર્ણન)
હું શુદ્ધ છું,હું બુદ્ધ છું,પ્રત્યગાત્મા સ્વરૂપે હું નિત્ય સિદ્ધ છું,હું શાંત છું,હું અનંત છું,અને
સારી રીતે વ્યાપેલા પરમાનંદ નો સમુદ્ર હું જ છું.  (૮૬૬)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE