Feb 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-751

આ પ્રમાણે સંયમના-અભ્યાસના-વિલાસ-રૂપ  અને આકાશ-ગમનમાં ઉપયોગી એવા યોગ-વડે,
દીન-પુરુષો (કુંડલિની-યોગના) પુરુષાર્થથી (યોગીઓની જેમ)
આકાશ-ગમન વગેરે જેવી ઉર્ધ્વ-ગતિને પામી,ઇન્દ્ર-પદને પહોંચે છે.

બીજી નાડીઓમાં નહિ જવા દેતાં,ફક્ત સુષુમણામાં જ રેચક પ્રાણાયામ વડે,પ્રાણનો પ્રવાહ ચાલુ રાખી,કુંડલિની શક્તિને જયારે મસ્તકની અને કપાળની સંધિ-રૂપ છિદ્રની અંદરની (મૂર્દ્ધ) જ્યોતિમાં,મૂહુર્ત-પર્યંત (સંયમ-પૂર્વક) સ્થિર રાખવામાં આવે-તો આકાશમાં ફરતા સિદ્ધ-પુરુષોનાં દર્શન થાય છે.

Feb 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-750

હે રામચંદ્રજી,જેમ,કસોટી (પથ્થર) પર ઘસવાથી સુવર્ણ પોતાનું નિર્મળ-પણું પ્રકાશિત કરે છે-
તેમ,શુદ્ધ અને પુણ્ય-કર્મ કરવાથી,સત્સંગ અને સેવાથી ચિત્ત નિર્મળ થઇ જાય છે.
અને જેમ પૂર્ણ-ચંદ્રનો ઉદય થવાથી,જગતમાં પ્રકાશ વધે છે,
તેમ,ચિત્ત શુદ્ધ થતાં શરીરમાં આનંદ વધવા માંડે છે,કે જેથી પ્રાણવાયુઓ પોતાના ક્રમ પ્રમાણે જ શરીરમાં સંચાર કરે છે અને અન્નને બરાબર રસ-રૂપ કરી પચાવી
દે છે,જેથી વ્યાધિ નાશ પામે છે.આ પ્રમાણે આધિ-વ્યાધિ ના નાશનો અને ઉત્પત્તિનો ક્રમ છે.