Nov 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-981

તે પરબ્રહ્મની અંદર જુદાજુદા પ્રકારના ભેદોની કલ્પના મુદ્દલે છે જ નહિ,તેથી સૃષ્ટિઓ છે જ નહિ.
અને જો સૃષ્ટિઓ ના હોય તો તેના નાશનું (પ્રલયનું) પણ અસ્તિત્વ નથી.માત્ર આકાર વિનાનો કલ્પના-રૂપી-સૂર્યના કિરણોનો સમૂહ,જ ઘટ્ટ થઇ આ સર્વત્ર (જગતના) આકારે ભાસ્યા કરે છે,
બાકી શૂન્યતા વિના તેનું બીજું કોઈ રૂપ નથી.આ શૂન્યતા એ પોતે જ અવસ્તુ-રૂપ છે
(શૂન્યતામાં કશું પણ સંભવી શકે નહિ-કેમ કે કશું નથી એટલે શૂન્યતા છે)
તો પછી તેમાં અહંતા-મમતા,રાગ-દ્વેષ-આદિ ભાવની કલ્પના તો ક્યાંથી સંભવે?

Nov 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-980

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ઈશ્વર કાંઇ દૂર પણ નથી અને કાંઇ બહુ દુર્લભ પણ નથી.
મહા-જ્ઞાનમય એવો પોતાનો આત્મા જ "ઈશ્વર" (પરમેશ્વર-પરમાત્મા-બ્રહ્મ-ચૈતન્ય) છે.
આ સર્વ તે ચિદ્રુપ આત્માને અર્થે જ છે,તેનાથી જ થયેલું છે.એ પોતે સર્વ-રૂપ છે અને સર્વત્ર ભરપુર છે.સર્વની અંદર પણ તે રહેલ છે અને તે જ સર્વમય છે.સર્વના આત્મા-રૂપ એ ચૈતન્યને નમસ્કાર હો.જેમ,પવનમાંથી ગતિ ઉત્પન્ન થાય છે,તેમ સર્વના કારણ-રૂપ તે ચિદાત્મામાંથી સ્વભાવિક રીતે જ આ સર્વ સૃષ્ટિ-પ્રલય-આદિ વિકારો ઉત્પન્ન થાય છે.

Nov 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-979

જેમ,કોઈ મુસાફર,પોતાની ઉપાડવાની અશક્તિને લીધે,મુસાફરીમાં જરૂરી એવાં વાસણો-વગેરેને લેતો નથી અને તેમને ત્યાં (ઘેર) જ છોડી દે છે,તેમ,વિરક્ત પુરુષ,સ્ત્રી,પુત્ર,બંધુ,મિત્ર વગેરેને ભાર-રૂપ સમજે છે છતાં, શક્તિ અને સમય અનુસાર તેમની સેવા પણ કરતા રહે છે.પોતાનું ચિત્ત શાંત હોવાને લીધે,વિષયો-ભોગો-વગેરે તે વિવેકીના અનુભવમાં આવતા જ નથી.કારણકે તેમનામાં તેને આસક્તિ જ હોતી નથી.
શાંતિમાં રહીને,પોતાની મેળે જ તે વિવેકી,પરમપદમાં શાંતિ લે છે.