Dec 11, 2017

પતંજલિના યોગસૂત્રો-23-Yogsutra of Patanjali-Gujarati

સાક્ષાત્કાર એ જ સાચો ધર્મ છે,બીજું બધું તો તે સાક્ષાત્કારને માટેની તૈયારી છે.જેમ કે વ્યાખ્યાનો સાંભળવાં,ગ્રંથો વાંચવા,અથવા દલીલો કે ચર્ચાઓ કરવી-વગેરે....આ બધાં સાક્ષાત્કારની ભૂમિકા તૈયાર કરવા જેવું છે,એ કંઈ ધર્મ નથી.એટલે કે-બૌદ્ધિક સ્વીકાર કે અસ્વીકાર-એ ધર્મ નથી.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1007

(૬૩) આ સર્વ બ્રહ્મરૂપ જ છે
રામ કહે છે કે-તમે અવયવ વિનાના તમારા (માત્ર વાસનામય) દેહ વડે,એ સ્ત્રી સાથે શી રીતે વ્યવહાર કર્યો હતો?એવી સ્થિતમાં ક,ચ,ટ,ત-આદિ અક્ષરોનો ઉચ્ચાર શી રીતે થયો?

વસિષ્ઠ કહે છે કે-જેમ,શબના શરીરમાંથી શબ્દનો ઉચ્ચાર થઇ શકતો નથી,તેમ આકાશના જેવા નિરવયવ શરીરને ધારણ કરનાર તત્વવેત્તાઓના મત પ્રમાણે,ક,ચ,ટ,ત-આદિ અક્ષરોનો કદી પણ ઉચ્ચાર થઇ શકતો નથી.

Dec 10, 2017

પતંજલિના યોગસૂત્રો-22-Yogsutra of Patanjali-Gujarati

सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम्  (૪૫)
સૂક્ષ્મ વિષયોમાં છેલ્લો એક કે જે અલિંગ (પ્રધાન-કે-પુરુષ-કે-આત્મા) છે. (૪૫)

સ્થૂળ વિષયો એટલે ફક્ત પંચ-ભૂતો અને તેમાંથી બનેલું સર્વ જગત.જયારે....
સૂક્ષ્મ વિષયોનો પ્રારંભ થાય છે.....તન્માત્રાઓ થી (સૂક્ષ્મ પરમાણુઓથી)....
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત અને પ્રકૃતિ (સત્વ-રજસ-તમસ-ગુણોની સામ્યાવસ્થા)
આ બધાંનો સૂક્ષ્મ વિષયો ના વર્ગ માં સમાવેશ કરવામાં આવે છે,તેમાંથી બાદ છે....એક માત્ર પુરુષ (આત્મા)