Jan 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1045






જેમ જે વસ્તુ વાસ્તવિક હોય તે અવસ્તુ-રૂપે કોઈ જગ્યાએ પણ હોઈ શકતી નથી,
તેમ અધિષ્ઠાન-ચૈતન્યનું પોતાનું સ્વરૂપ પણ કોઈ જગ્યાએ પણ કાંઇક વિવર્ત વિના રહી શકતું નથી.
જે કંઈ ચૈતન્ય છે,તે જ સ્ફુરણ-ધર્મવાળું થઇ જઈ અનેક આકારે દેખાય છે,પણ વસ્તુતઃ તેના સ્વ-ભાવમાં,કોઈ ફેરફાર થતો
નથી,એ ચિદરૂપ રુદ્રની જે ચેષ્ટા છે તે આપણી જ ચેષ્ટા છે.પણ (નૃત્યની) વાસનાના આવેશને લીધે
તે રુદ્રનું નૃત્ય દેખાતું હતું.એટલે તે ચિદાત્માનો એક વિલાસ જ હતો.અને તે ચિદાત્મા જ સર્વનું સ્વરૂપ છે.

Jan 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1044






આ બાબતમાં અખંડ દૃષ્ટાંત જોઈતું હોય તો,તે સ્વપ્નમાં દેખાયેલ પર્વતનું છે.
જે પરમ-ચિદાકાશ વિષે વારંવાર કહેવામાં આવેલું છે,તેનું જ અહીં રુદ્ર-રૂપે વર્ણન કરવામાં આવ્યું છે.
એ રુદ્ર (શિવ કે મહેશ) સદા કાળ અવિનાશી છે,એ જ વિષ્ણુ-રૂપ છે અને એ જ બ્રહ્મા-રૂપ છે.
મિથ્યા ભાવના (કલ્પના)ને લીધે,બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદિની સંજ્ઞાથી તે તેવા આકાર વડે દેખાય છે,
પણ એ સર્વ ચિદ-રૂપ છે,એવો બોધ થતાં,તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદિ સર્વ ચિદ-રૂપ જ જણાય છે.
આમ,વસ્તુતઃ ભેદ (અદ્વૈત-દ્વૈત) જેવું કશું છે જ નહિ,માટે જ્ઞાન વડે આ સમજી શાંત થઈને રહેવું.

Jan 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1043


(૮૨) શિવનું સ્વરૂપ અને અજ્ઞાનથી પ્રપંચની પ્રતીતિ
રામ કહે છે કે-હે મહારાજ,સર્વનો નાશ થઇ ગયા પછી એ દેવી કોની સાથે નૃત્ય કરતાં હતાં? વળી આપ જે
ફળ,કુંભ આદિની માળાઓનું વર્ણન કરો છો,તે પણ કેમ ઘટી શકે? જો ત્રણે લોકનો નાશ થઇ જતો હોય
તો,પછી નાશને પામી ગયેલા એ લોકો પાછા તે ભૈરવી-દેવીના દેહમાં શી રીતે રહી શકે (દેખાય)?