Feb 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1071





(૯૬) આત્મા અજરામર જ છે
વસિષ્ઠ કહે છે કે-તમને આગળ જે પાષણાખ્યાન કહ્યું,તે જ રીતે આ સર્વ સૃષ્ટિઓ,આરોપિત-રૂપે જ ચિદાકાશની અંદર
રહેલ છે.નિરાકાર બ્રહ્મ જ વિવર્તભાવથી સૃષ્ટિના જેવું થઇ  રહેલું ભાસે છે.આ સર્વ,એ અનંત,નિર્વિકાર અને અવિનાશી
એવા ચિદાકાશ-રૂપ જ છે અને હજારો મહાક્લ્પોમાં પણ ઉદય કે નાશને પ્રાપ્ત થતું નથી.
એટલે જીવ પણ ચિદાકાશ-રૂપ જ છે.તમે હું,અને આ ત્રણે લોકો પણ ચિદાકાશ-રૂપ છે.
ચિદાકાશને જો છોડી દેવામાં આવે તો (તે ચિદાકાશ વગરનું) આ શરીર નિર્જીવ જ છે.

Feb 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1070






વસિષ્ઠ કહે છે કે-કાળે કરીને મારા તે આતિવાહિક (સૂક્ષ્મ) દેહની અંદર આધિભૌતિક(સ્થૂળ)પણું પ્રગટ થઇ ગયું.
જો કે-ચિદાકાશ-રૂપે જોતાં આ બંને (સૂક્ષ્મ-સ્થૂળ) એક જ છે.તેથી  મારા વિચારમાં તો એ ચિદાત્મા જ,
એ બંને પ્રકારના દેહમાં (સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં) પ્રતીતિમાં આવતો હોય તેમ ભાસતું હતું.
જેમ,હાલ,હું ઉપદેશ-આદિ વ્યવહાર માટે તમને આકારવાળો દેખાઉં છું,તેમ ત્યાં પણ આકારવાળો હતો.
આમ છતાં,હું કેવળ નિરાકાર,ચિદાકાશ-રૂપ જ હતો.

Feb 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1069






ચારે બાજુથી શૂન્ય,વિશાળ વિસ્તારવાળા અને ચિત્ત-સત્તા-રૂપી-સ્વચ્છ-'જળ' વડે,પરિપૂર્ણ ચિદાકાશની
અંદર,'ચિદાકાશ-રૂપી-અક્ષય-ક્ષેત્ર' (ખેતર) છે. કે જે ક્ષેત્ર એ 'કલ્પના-રૂપી-કાદવ'થી વ્યાપ્ત થાય છે.
અને ત્યારે 'ચિદાકાશ-રૂપી-બીજ'માંથી જ અનેક પ્રાણીઓ-રૂપી-શિલાની પંક્તિઓ ઉત્પન્ન થાય છે અને થશે.
અધ્યારોપની દૃષ્ટિએ આ સર્વ (ક્ષેત્ર-વગેરે) છે,પણ ખરી રીતે જોતાં(વસ્તુતઃ),એ સર્વ ચિદાકાશ-રૂપ જ છે.