Mar 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1101

(૧૧૪) સમુદ્રનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-પછી એ (ચાર) વિપશ્ચિત રાજાઓની પાસે રહેનારા મંત્રીઓએ,તે રાજાઓને અનેક પ્રકારનાં વન,વૃક્ષ,
સમુદ્ર,પર્વત,મેઘ અને વનચર વર્ગ (પ્રાણીઓ)ને દેખાડવા માંડ્યા ને કહેવા લાગ્યા કે-
હે મહારાજ,આકાશને અડી રહેલ પર્વતની આ શિખર-ભૂમિ તમે જુઓ.અતિ ઊંચાઈને લીધે તે તીવ્ર વાયુ-વાળી છે.
તેની પાસે રહેલ સમુદ્ર પોતાના તરંગો વડે પર્વતની પાસેની જમીન,અને તે જમીન પરના વનોને  ઉખેડી નાખે છે.
ભરતી સમયે તણાઈ આવતા શંખો-આદિ વડે તે સમુદ્રનો કિનારો શોભે છે.

Mar 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1100

(૧૧૨) શત્રુપક્ષના યોદ્ધાઓનો નાશ

વસિષ્ઠ કહે છે કે-વિપશ્ચિત રાજાની પરશુની ધારથી,ચેદીદેશના યોદ્ધાઓ-રૂપી-વન કપાઈ જઈને,દક્ષિણ સમુદ્રમાં જઈ
પડ્યું.પારસિક-દેશના યોદ્ધાઓ અસ્ત્રોના પૂરમાં પાંદડાંની જેમ તણાવા લાગ્યા.દરદ-દેશના યોદ્ધાઓનાં હૃદય ભયથી
ચિરાઈ ગયા અને તેઓ દર્દુરાચલ પર્વતની ગુફાઓમાં પેસી ગયા.દશાર્ણ-દેશના યોદ્ધાઓ જંગલની અંદર સંતાઈ જવા
લાગ્યા કે જ્યાં સિંહોએ તેમને ફાડી ખાધા.પશ્ચિમ-સમુદ્રને કિનારે સંતાઈ રહેલા યવન-દેહના યોદ્ધાઓને મગરમચ્છના
સમૂહો ગળી ગયા હતા.શક-દેશના યોદ્ધાઓ,બાણોના સમૂહને પળવાર પણ સહન કરી શક્યા નહિ,રમઠ-દેશ અને
બીજા અનેક દેશોના યોદ્ધાઓના પ્રાણ પણ કંપવા લાગીને મરણ-શરણ થતા હતા.

Mar 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1099






વસિષ્ઠ કહે છે કે-તે રાજા અગ્નિશાળામાં વિચારે છે કે-સમાન રીતે થયા કરતા,ધર્મ-અર્થ-કામ વડે મેં આજ સુધી મારું જીવન
ગાળ્યું છે,ને હવે વૃદ્ધ થયો છું.હવે ભોગો મને આનંદ આપી શકતા નથી.આજે જયારે બળવાન અને ભયંકર શત્રુઓ,
ચડી આવ્યા છે અને તેઓ યુદ્ધ ઈચ્છે છે,તો અહીં,અગ્નિદેવને પ્રગટ કરીને મારા મસ્તકની આહુતિ આપી વરદાન માગું,
આમ વિચારી રાજાએ પોતાના મસ્તકની,અગ્નિદેવને (અગ્નિકુંડમાં) આહુતિ આપતાં પહેલાં રાજાએ અગ્નિદેવને વિનંતી
કરી કે-હે અગ્નિદેવ,મારા મસ્તકની આહુતિથી આપ પ્રસન્ન થાવ તો,
બળવાન અને લક્ષ્મીવાન એવા મારા ચાર દેહ આ કુંડમાંથી પ્રગટ થાઓ.