Apr 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1131

એક દિવસ તે પારધીએ મુનિને પૂછ્યું કે-હે ભગવન,પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન,જાગ્રતની જેમ બહાર કેમ
દેખાય છે?અને બહાર રહેલો જાગ્રત-પ્રપંચ સ્વપ્ન-રૂપ થઇ અંદર કેમ દેખાય છે? પ્રાણીઓને સ્વપ્ન શી રીતે
દેખાય છે? અંદર અને બહાર રહેલો પ્રપંચ સ્વપ્ન-રૂપ થઇ કેમ દેખાય છે? અને જો આ પ્રપ્રંચ સ્વપ્ન-રૂપ જ
હોય તો પછી,તે અંદર અને બહાર એમ બે પ્રકારે કેમ દેખાય છે?

Apr 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1130

તે મછરાએ પૃથ્વીની અંદર શેરડી-આદિમાં ગણગણાટ કરી રહેલાં મછરાંની સાથે ગણગણાટ અને ક્રીડા કરીને
પોતાનું એક દિવસનું આયુષ્ય ગાળી નાખ્યું અને બીજે દિવસે પોતાની પત્ની મછરીની સાથે બાળલીલાપૂર્વક
તૃણ પર હીંચકા ખાવા માંડ્યા અને થાકીને વિશ્રામ લેવા બેસતું હતું તેટલામાં હરણાના પગ તળે આવીને
તેના ચૂરેચૂરા થઇ ગયા.મરણ સમયે તેને હરણનું મોઢું જોવામાં આવવાથી,તે મછરાનો પ્રાણ તે હરણાના આકારની
ભાવનામાં ગયો અને આગળ કહેલા ક્રમ મુજબ,તે ઇન્દ્રિય-આદિ ભાવનું ગ્રહણ કરીને મૃગ-રૂપ થઇ ગયો.

Apr 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1129

અગ્નિદેવ કહે છે કે-તે અસુરનું ચેતન (ચૈતન્ય) તો નિરાકાર અને અસંગ હતું.તે અવ્યાકૃત ચેતન,સમાનતાને લીધે
ભૂતાકાશ (મહાભૂત-રૂપ-આકાશ)સાથે એકતાને પ્રાપ્ત થઇ ગયું અને પોતાની અંદર રહેલા વાયુની સાથે પણ એકતાને
પ્રાપ્ત થયું.ને તે ચેતન વાત (પ્રાણવાયુ) રૂપ થઇ ગયું.આમ છતાં તે મુનિના શાપથી,હવે પછી,તે મશક (મચ્છર-આદિ)
'જીવ' નું નામ ધારણ કરશે.એટલે ત્યાર બાદ,તે (પ્રાણવાયુ) પૃથ્વી,જળ,તેજ અને આકાશ-એ ચાર ભૂતોથી વ્યાપ્ત થઇ રહ્યો.