May 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1160

બીજા મુનિ કહે છે કે-હે વ્યાધના મહાગુરૂ મુનિ,જાગ્રત અવસ્થામાં જોયેલા પદાર્થોના 'સંસ્કારો' બુદ્ધિમાં ચોંટી જાય છે
અને તે સંસ્કારો સ્વપ્નમાં તેના શબ્દ અને અર્થથી પ્રતીતિ થતા ઘણી વખત જોવામાં આવે છે,આથી
તે જાણે સત્ય હોય તેમ પ્રતીતિમાં આવે છે,પણ સૃષ્ટિના આદિકાળમાં,તે સમયે -કે-તે સમય પહેલાં,બીજું કશું ના હોવાથી,
તથા,પૂર્વ-સૃષ્ટિના સંસ્કારો (વચ્ચે પ્રલય-કાળનો અંતરાય આવી જવાથી) નાશ પામ્યા હોવા છતાં,
આ સૃષ્ટિ-રૂપી સ્વપ્ન,તો ચિદાકાશની અંદર પ્રથમથી જ દૃશ્ય(જગત)-રૂપે પ્રતીતિમાં આવે છે.

May 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1159

(૧૫૧) અગ્નિ સર્વને બાળી નાખશે
બીજા મુનિ કહે છે કે-ક્ષણવારમાં જ તમારા આશ્રમમાં જ્યાં તમારો દેહ સૂતો હતો,તે અગ્નિથી ભસ્મરૂપ થયો.
તમારા બંને દેહ એ રીતે જ ભસ્મ થયા પછી તે અગ્નિ,વનને પણ નિઃશેષ કરીને શાંત થઇ ગયો.
એટલે તે સર્વ ભસ્મને વાયુએ વિખેરી નાખી.આથી તે આશ્રમ,વન,બંને દેહો ક્યાંય દેખાતાં નથી.
તમારાં બંને શરીર નાશ પામ્યાં,એટલે સિદ્ધ થાય છે કે સ્વપ્નમાં તમને ભ્રમ થયો હતો તેથી તમારો ચિદાત્મા જ
એ સર્વ-રૂપે જણાયો હતો.આથી જ તે પુરુષ કે તે પુરુષના ગળાનું છિદ્ર દેખાતું નથી.

May 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1158

બીજા મુનિ કહે છે કે-આ વિષયમાં તમે યોગ વડે એકાગ્ર થયેલી બુદ્ધિ વડે જોશો તો હાથમાં રહેલ
કમળની જેમ નિઃશેષ રીતે તેને જાણી શકશો.પણ ભલો.તમને મારા વચન વડે સંભાળવાની જ ઈચ્છા
હોય તો,હું તમારા બનેલા વૃત્તાંતને અનુસરીને અખંડિત રીતે તેને કહીશ તે તમે સાંભળો.

(નોંધ-અહીં હવે (પહેલા)મુનિની આ પરકાયાપ્રવેશની કથાનું તાત્પર્ય સમજાવતાં બીજા મુનિ કહે છે કે)
વસ્તુતઃ જોતાં તમે જે આ વ્યષ્ટિ-રૂપે અનુભવમાં આવો છો,તેવા રૂપે નથી જ,પણ (વિષ્ણુ) ભગવાનના
'જ્ઞાન-રૂપી-નાભિ-કમળ' ની અંદર બેઠેલા હિરણ્યગર્ભ-રૂપ (બ્રહ્મા-રૂપ) છો.
આવા તમે પોતે તપ-રૂપી મનોરાજ્યમાં સ્થિર થઈને રહેવાથી એક આશ્રમની અંદર તપસ્વી (મુનિ) રૂપ
થઇ રહ્યા હતા,ત્યાં તમારો વ્યષ્ટિ-ભાવનો અનુભવ પુષ્ટ થયો એટલે તે અનુભવથી,સ્વપ્ન વગેરેનું કૌતુક
જોવાની ઇચ્છાથી તમે  બીજા પ્રાણી (મનુષ્ય)ના શરીરના હૃદયમાં પ્રવેશ કર્યો હતો (પરકાયા પ્રવેશ)