Feb 1, 2013

જ્ઞાન નું વિજ્ઞાન-ગીતાઘણી વખત આપણે ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે

--અમે કૃષ્ણ કે બીજા કોઈ ભગવાન માં માનતા નથી.

----કૃષ્ણ વાળી શેના ભગવાન? આટઆટલી રાણીઓ અને માખણચોર
    ભગવાન કેવીરીતે?

----પાપ અને પુણ્ય તેમને ના લાગે અને માનવોને કેમ લાગે?

--દુનિયા માં આટઆટલી અસમાનતા શા માટે ભગવાને કરી હશે?

આવા વ્યવહારિક જ્ઞાન નો જવાબ શું હશે?


======================================================================
મારો(બ્રહ્મનો) અવિનાશી અને અતિ ઉત્તમ ભાવ ના જાણનારા અજ્ઞાની લોકો 
હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે..............................................૨૪ (ગીતા અધ્યાય-૭)

નોધ-અહીં કૃષ્ણ વાત કરે છે--.એક દેવ તરીકે.---પણ તેમના દેવ રૂપ ની વાત નથી કરતા.---
દેહધારી કૃષ્ણ ની વાત કરતા નથી .અને પાછું કહે છે કે મને  દેહધારી માનવાનો  નથી.

અને મજાની વાત એ છે કે કૃષ્ણ પોતે જ કહે છે.
દેહધારી -હું-દેવ નું રૂપ ધરાવું પણ મારું જે અવ્યક્ત રૂપ છે.જે દેખી શકાય તેવું નથી તે
સાચું બ્રહ્મ નું રૂપ છે.

આ વસ્તુ કદાચ ચુસ્ત અંધ -ભક્તો ને ના ગમે- પણ 
કૃષ્ણ એ દેહધારી રૂપે (દેવ તરીકે) ભગવાન (બ્રહ્મ) નથી .
પણ 

પોતાની યોગમાયા (શક્તિ)વડે છુપેલો  હું, સર્વ ને પ્રત્યક્ષ થતો નથી,
અને એથી અજ્ઞાની લોકો -મને -
જન્મ નહી પામનાર અને અવિનાશી 
એવા મને -જાણતા નથી........................................૨૫ (ગીતા અધ્યાય-૭)

નોધ-પવન કોને સ્પર્શ નથી કરતો?આકાશ ક્યાં હોતું નથી?
એજ પ્રમાણે સમસ્ત જગત બ્રહ્મ થી ભરપુર છે.

========================================================================

કહેવાનો મતલબ એવો છે કે -
બ્રહ્મ જેવું સામર્થ્ય ધરાવનારા અમુક દેહો ભગવાન તરીકે-દેવ તરીકે- પ્રસિદ્ધ થાય છે.
જગતમાં અસંખ્ય જુદી જુદી પ્રકૃતિ માનવો માટે જુદા જુદા દેહરૂપી દેવો છે.

સર્વમાં ભગવાન વસી રહ્યા છે--એ મતે તે ભગવાન જરૂર છે.
અને જો દેવો ભગવાન હોય તો દુનીયા ના સર્વ માનવો ભગવાન છે.
ફરક એટલો છે કે સર્વ માનવો ની છુપાઈ રહેલી સામર્થ્યતા બહાર આવી
શકતી નથી.અને તે ભગવાન -દેવ-બની શકતા નથી.
અને આથી  

બ્રહ્મ ને --કાં તો દેહધારી  માની લે છે અથવા માનતા નથી.

બંને અજ્ઞાન છે.એટલે સાચું જ્ઞાન નીચે બતાવ્યું છે.


ઉદાહરણ તરીકે (માળા ના) દોરા માં મણિકા(સમૂહ) ની જેમ આ સર્વ 
જગત મારામાં પરોવાયેલું છે......................................................૭ (ગીતા અધ્યાય-૭)

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-આ દૃશ્ય જગત મૃગજળ જેવું છે.મૃગજળ નું મૂળ ખોળવા જઈએ તો 
         તે કેવળ સુર્યના કિરણો નથી,--પણ સૂર્ય પોતે જ છે. 
             જે પ્રમાણે દોરા ના આધારે મણકા રહેલા છે.તેમ જગત મારા આધારે છે.


..................................................................................................

કૃષ્ણ કહે છે ---(ગીતા અધ્યાય-૭)

જે(જ્ઞાન)ને જાણ્યા પછી આ લોકમાં જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી તે 
સંપૂર્ણ જ્ઞાન હું વિજ્ઞાન સહિત કહું છું ..................................................................૨ 

નોધ -જ્ઞાનેશ્વર બ્રહ્મજ્ઞાન સિવાયના સર્વ જ્ઞાનને પ્રપંચજ્ઞાન -વિજ્ઞાન કહે છે.
      એટલે એવું સમજાય છે કે -સાચું જ્ઞાન છે તેના સામેનું (વિરુદ્ધનું)  વ્યવહાર જ્ઞાન 
          --એ વિજ્ઞાન --છે.----જે સાચું એટલે નથી કે તે બદલાતું રહે છે..
      સત્ય જ્ઞાન ના સાક્ષાત્કાર વખતે જેમ નાવ નું લંગર નાખ્યું હોય તો તે હાલતી નથી તેમ
      બુદ્ધિ ,વિચારો અને તર્ક ની સમાપ્તિ થઇ જાય છે.

પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ,અને અહંકાર આ આઠ ભેદ વાળી
મારી (બ્રહ્મની)- પ્રકૃતિ - જડ-અપરા  છે............................................................૪

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-જે પ્રમાણે શરીર નો પડછાયો હોય છે---તેમ 
      બ્રહ્મ એ જગતનું --કારણ - છે. અને તેનો પડછાયો જે છે તે
      મહ્દ તત્વો -------કાર્ય ---રૂપે --માયા --રૂપે --છે .
      જેને પ્રકૃતિ પણ કહે છે.અને આ પ્રકૃતિ જડ-અપરા છે.
     

મારી (બ્રહ્મની) બીજી (જુદી) -પ્રકૃતિ- કે જે- ચેતન- છે -જેને -પરા - કે 
જીવભુતા પ્રકૃતિ કહે છે.
જેના વડે આ જગત ધારણ કરવામાં આવ્યું છે......................................................૫ 

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-અપરા પ્રકૃતિ નું એકીકરણ તે પરા પ્રકૃતિ.
      જે બ્રહ્મ માં જીવભાવ ઉત્પન્ન કરે છે.તેથી તેને જીવભુતા કહે છે.

      પરા પ્રકૃતિ અચેતન ને ચેતન-જીવન- આપે છે.
      અને જેના સાનિધ્ય થી બુદ્ધિ માં જ્ઞાન ઉત્પન્ન થાય છે.

      પરા પ્રકૃતિ અહંકાર ભાવ -(સત્વ-રજસ-તમસ) ના કૌશલ્ય થી જગત ધારણ કરે છે. 

સર્વ ભૂતો આ બે પ્રકારની (પરા -અપરા) પ્રકૃતિ થી ઉત્પન્ન થયા છે.
સમગ્ર જગતની ઉત્પત્તિ અને સંહાર નું કારણ હું (બ્રહ્મ ) છું......................................૬ 

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-જયારે પરા પ્રકૃતિ સ્વેચ્છાએ અપરા પ્રકૃતિ જોડે સંયુક્ત થાય છે 
        ત્યારે સૃષ્ટિ માં પ્રાણી ઓ ની ઉત્પત્તિ થાય છે.
        માયા નું અવતરણ થાય છે.આજ માયા પ્રવૃત્તિ પણ કરાવે છે. કર્મો નો હિસાબ રાખે છે.
         અને હિસાબ પુરો થતા તેનો -પ્રાણી ઓ નો સંહાર નું કારણ પણ બને છે.

નોધ-જ્ઞાનેશ્વર કહે છે કે-
અભિમાન અને શરીર બે ના પ્રિતી થી ઈચ્છા નામની પુત્રી પેદા થાય છે.
જે કામ રૂપી જુવાની માં આવી દ્વેષ જોડે લગ્ન કરે છે.જેમનો સુખ-દુઃખ નામનો પુત્ર થાય છે.
આશા રૂપી દૂધ પીને ઉછરેલા સુખ-દુઃખ ને ધીરજ હોતી નથી.અને
અસંતોષ રૂપી દારૂ પીને ઉન્મત થયેલો તે વિષય સેવન થી કંટાળતો નથી.
ભક્તિ રૂપી વાટ પર વિકલ્પો ના કાંટા પાથરી પછી કુમાંર્ગો ના આડા માર્ગ કાઢે છે.

આમ ભ્રમિત થઇ સંસારના અરણ્ય માં અથડાતો ફરે છે.અને
પછી મહાન દુખો ના સપાટા માં સપડાય તેમાં શું નવાઈ?

આમ સુખ દુઃખ તે પોતાની આગવી પેદાશ છે.
આમાં ભગવાન ક્યાં આવ્યા?