More Labels

Nov 1, 2011

અષ્ટાવક્ર ગીતા-૧૫


      PREVIOUS PAGE
     NEXT PAGE
પ્રકરણ-૯

અષ્ટાવક્ર કહે છે-કે-કૃત (કરવા જેવાં) અને અકૃત (નહિ કરવા જેવા) કર્મો, તેમજ,
--સુખ-દુઃખ જેવા દ્વંદો, કોનાં અને ક્યારે શાંત થયાં છે ? આવું જાણી ને
--આ સંસારમાં વૈરાગ્યશીલ થઈને,વ્રત-કર્મ વગરનો અને ત્યાગ-પરાયણ થા.    (૧)

ઉત્પત્તિ અને વિનાશ –રૂપ, જગતનાં લોકો ના વર્તન (લોકચેષ્ટા) ના અવલોકન વડે,
--કોઈક જ “ધન્ય-પુરુષ” (મહાત્મા)
--જીવન જીવવાની,જીવન ભોગવવાની,કે જીવન ના જ્ઞાન ની  “ઈચ્છા”—પ્રત્યે,
--“વૈરાગ્ય” ને પેદા કરી ને શાંત બને છે.   (૨)

આ બધું દૃશ્ય જગત (સંસાર) અનિત્ય,ત્રિવિધ તાપ (આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) થી દોષયુક્ત,
--સાર વગરનું, નિંદવા-યોગ્ય અને ત્યાજ્ય (ત્યાગ કરવા જેવું) છે,
--એમ નિશ્ચય કરી ને તે “ધન્ય-પુરુષ” (મહાત્મા) શાંત બને છે.     (૩)

જીવન માં (સંસારમાં) એવો કોઈ કાળ (સમય) કે જીવન ની એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્ય ને.
--સુખ-દુઃખ વગેરે જેવા દ્વંદો નો સામનો કરવો પડતો ના હોય, એટલે જ,
--યથાપ્રાપ્ત (જે મળી જાય તે) વસ્તુઓમાં વર્તવાવાળો મનુષ્ય સિદ્ધિ (મોક્ષ) ને પામે છે.   (૪)

મહર્ષિઓના,સાધુઓના અને યોગીઓ ના જુદા જુદા પ્રકારના મતો ને સાંભળી,
--વૈરાગ્ય ને પામેલ કયો મનુષ્ય શાંત થતો નથી? (એટલે કે મનુષ્ય શાંત થાય છે)    (૫)

વૈરાગ્ય,સમત્વ અને યુક્તિ (યોગ વગેરે) દ્વારા
--“ચૈતન્ય” ના “સ્વ-રૂપ” નું જ્ઞાન પ્રાપ્ત કરી જે પોતાને સંસારમાંથી તારે છે, (મુક્ત બને છે),
--તે શું પોતે જ પોતાનો ગુરૂ નથી ? (અથવા –શું તેને બીજા ગુરુની જરૂર પડે ?)     (૬)

તું ભૂતો (જીવો) ના વિકારો (દેહ,ઇન્દ્રિયો વગેરે ના કાર્યો) ને યથાર્થ (વાસ્તવિક) રીતે,
--તે જ જીવો માં દેખ. (તેમ કરવાથી તે વિકારો થી ઉદ્ભવતી બંધનાત્મ્ક અશાંતિ,અસારતા તને દેખાશે)
--(ને આમ તું કરીશ ત્યારે) તે ક્ષણે જ તું બંધન માંથી મુક્ત બની સ્વ-રૂપ માં સ્થિર બનીશ. (૭)

વાસના ઓ જ સંસાર (બંધન) છે, તેથી તે બધી વાસનાઓ નો ત્યાગ કર,
--વાસનાઓના ત્યાગ થી,સંસારનો (બંધન નો) પણ ત્યાગ થઇ જશે,અને,
--જે સ્થિતિ (પરમપદની-મુક્તિ ની) થવી જોઈએ તે આજે જ (હાલ જ) થઇ જશે.   (૮)

પ્રકરણ-૯-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૧૦

      PREVIOUS PAGE
     NEXT PAGE