Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૨

પ્રકરણ-૧૬

 

 ॥ अष्टावक्र उवाच ॥

आचक्ष्व श‍ृणु वा तात नानाशास्त्राण्यनेकशः । तथापि न तव स्वास्थ्यं सर्वविस्मरणाद् ऋते ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-હે પ્રિય,વિવિધ શાસ્ત્રો ને તું અનેકવાર કહે અથવા સાંભળે,પરંતુ,

--તે બધું ભૂલી જવા વિના તને શાંતિ થશે નહિ.(૧)

 

भोगं कर्म समाधिं वा कुरु विज्ञ तथापि ते । चित्तं निरस्तसर्वाशमत्यर्थं रोचयिष्यति ॥ २॥

હે,જ્ઞાન-સ્વરૂપ,તું ભલે,ભોગ,કર્મ કે સમાધિ,ગમે તે કરે, કે,

--ભલેને  તારું મન આશાઓ વગરનું બન્યું હોય, તેમ છતાં તારું મન તને અત્યંત લોભાવશે. (૨)

 

आयासात्सकलो दुःखी नैनं जानाति कश्चन । अनेनैवोपदेशेन धन्यः प्राप्नोति निर्वृतिम् ॥ ३॥

(ભોગ,કર્મ,સમાધિ-વગેરેના) પરિશ્રમથી બધાય મનુષ્ય દુઃખી થાય છે,પરંતુ

--એને (મનને) કોઈ જાણી શકતું નથી, (જે મન લોભાવે છે-તે-મન ને જાણો-આ ઉપદેશ છે) અને

--આ ઉપદેશથી ધન્ય (કૃતાર્થ) થયેલો મનુષ્ય નિર્વાણરૂપ પરમ સુખને પામે છે. (૩)

 

व्यापारे खिद्यते यस्तु निमेषोन्मेषयोरपि । तस्यालस्य धुरीणस्य सुखं नन्यस्य कस्यचित् ॥ ४॥

જે પુરુષ આંખની મીંચવા-ઉઘાડવાની ક્રિયા (પ્રવૃત્તિ)થી પણ ખેદ પામે છે,તેવા,

--(નિવૃત્તિશીલ-ઈશ્વરમાં તન્મય એવા) આળસુના સરદારોને સુખ પ્રાપ્ત થાય છે,બીજાને નહિ.(૪)

 

इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तं यदा मनः । धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ ५॥

આ કર્યું અને આ કર્યું નહિ-એવા દ્વંદોથી મન જયારે મુક્ત બને છે,ત્યારે તે,

--(પુરુષાર્થો) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રત્યે ઉદાસીન (ઈચ્છા વગરનું) બને છે.(૫)

 

विरक्तो विषयद्वेष्टा रागी विषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु न विरक्तो न रागवान् ॥ ६॥

વિષયોનો દ્વેષી (દ્વેષ કરનાર) મનુષ્ય વિરક્ત (અનાસકત) છે,

--અને વિષયોમાં લોલુપ મનુષ્ય “રાગી” (આસક્ત) છે, પરંતુ

--આ બંનેથી પર થયેલો જીવનમુક્ત (મુક્ત થયેલો) મનુષ્ય નથી વિરક્ત કે નથી રાગી.(૬)

 

हेयोपादेयता तावत्संसारविटपाङ्कुरः । स्पृहा जीवति यावद् वै निर्विचारदशास्पदम् ॥ ७॥

જ્યાં સુધી સ્પૃહા (તૃષ્ણા-મમતા) જીવતી હોય,અને અવિવેકની સ્થિતિ હોય,તો તેવી સ્થિતિ,

--એટલે કે- ત્યાગ અને ગ્રહણની ભાવના એ સંસાર-રૂપી-વૃક્ષનો અંકુર છે.(૭)

 

प्रवृत्तौ जायते रागो निर्वृत्तौ द्वेष एव हि । निर्द्वन्द्वो बालवद् धीमान् एवमेव व्यवस्थितः ॥ ८॥

પ્રવૃત્તિમાંથી આસક્તિ જન્મે છે,અને નિવૃત્તિ માંથી દ્વેષ (વિષયોનો દ્વેષ) જન્મે છે.

--આથી બુદ્ધિમાન અને દ્વંદ વગરનો પુરુષ “જે છે તે” પરિસ્થિતિમાં (બાળકની જેમ) સ્થિર રહે છે.(8)

 

हातुमिच्छति संसारं रागी दुःखजिहासया । वीतरागो हि निर्दुःखस्तस्मिन्नपि न खिद्यति ॥ ९॥

રાગી (આસક્ત) પુરુષ (આસક્તિથી મળેલા) દુઃખથી દૂર થવાની ઈચ્છાથી સંસારને છોડવા ઈચ્છે છે,

--પરંતુ અનાસકત પુરુષ દુઃખથી મુક્ત થઇને સંસારમાં (રહેવા છતાં) પણ ખેદ પામતો નથી. (9)

 

यस्याभिमानो मोक्षेऽपि देहेऽपि ममता तथा । न च ज्ञानी न वा योगी केवलं दुःखभागसौ ॥ १०॥

જેને મોક્ષ વિષે પણ આસક્તિ છે,તેમજ દેહમાં પણ મમતા છે,અને જેને દેહનું અભિમાન છે,

--તે યોગી નથી અને જ્ઞાની પણ નથી,પરંતુ તે તો કેવળ દુઃખને જ પામે છે. (10)

 

हरो यद्युपदेष्टा ते हरिः कमलजोऽपि वा । तथापि न तव स्वाथ्यं सर्वविस्मरणादृते ॥ ११॥

જો તારા ઉપદેશક શિવ હોય,વિષ્ણુ હોય  કે બ્રહ્મા હોય, તો પણ,

--બધું ભૂલી ગયા વિના (બધાના-એટલેકે-બધા જ્ઞાન નો ત્યાગ વિના) તને શાંતિ મળવાની નથી.(11) 

 

પ્રકરણ-૧૬-સમાપ્ત       PREVIOUS PAGE
     NEXT PAGE