Jul 6, 2016

રામાયણ-૪


શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.
ચંદન અને પુષ્પ થી રામજી ની સેવા કરીએ તેના કરતાં યે –
રામજી ની આજ્ઞા નું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મ માં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાય માં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણ રામજી ની ઉપર મુજબ ની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.રામજી ની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.

જો તેમ કરવામાં ના-આવે તો –ઈશ્વર કહે છે-કે-
“મારું કહેલું તું કરતો નથી,અને સેવા કરે છે-તે-યોગ્ય નથી-હું તારી સેવા સ્વીકારતો નથી.”
રામજી નું ચરિત્ર એટલું પવિત્ર છે-કે-તેમનું સ્મરણ કરતાં આપણે પવિત્ર થઇ જઈએ છીએ.

વર્તન રાવણ જેવું રાખે અને રામ-રામ નો જપ કરે –કશું વળતું નથી. (કોઈ ફળ મળતું નથી)
વર્તન રામ જેવું બનાવી-રામ-નામ નો જપ કરવાથી તાળવા માંથી અમૃત ઝરશે.
રામજી ના એક એક સદગુણ જીવન માં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રામજી નો અવતાર રાક્ષસો ના સંહાર માટે થયો ન હતો, પરંતુ માનવસમાજ ને ધર્મ નું શિક્ષણ આપવા માટે થયો છે. શ્રી રામ ધર્મ ની મૂર્તિ છે.
વાલ્મીકિ રામને ઉપમા આપવા ગયા પણ કોઈ ઉપમા ન જડી,
એવો કોઈ દેવ નથી,એવો કોઈ ઋષિ નથી, જેની રામજી ને ઉપમા આપી શકાય. કોઈ પણ ઉપમા ન જડી એટલે વાલ્મીકિ એ કહ્યું-કે- રામ રામ ના જ જેવા છે. રામ જેવા જ રામ છે.

કૃષ્ણ લીલા ઓ અનુકરણ કરવા માટે નથી, પણ તે લીલા ઓ સાંભળી તન્મય થવા માટે છે.
અમુક  લીલા ઓ ચિંતન કરવા માટે છે.

રામજી ની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતન કરવા માટે છે –એવું નથી.
રામજી નું સમગ્ર જીવન અનુકરણીય છે. રામ સર્વ ગુણો નો ભંડાર છે. પ્રત્યેક સ્ત્રી માં રામજી માતૃભાવ રાખતા.

મનુષ્ય એક બાજુ થી પુણ્ય કરે અને બીજી બાજુ થી પાપ ચાલુ રાખે છે,તે સારું નથી,
સરવાળે કંઈ પણ હાથ માં આવતું નથી.

રામ માત-પિતા ની આજ્ઞા માં હંમેશા રહેતા.
“ભરત ને રાજ્ય ભલે આપો પણ મને વનવાસ કેમ મોકલે છો ? “ તેવું રામજી એ કૈકયી ને પૂછ્યું નથી.
ઉલટું કૈકયી ને કહ્યું-કે- મા, તારો મારા તરફ પક્ષપાત છે,ભરત કરતાં તારો મારા પર વિશેષ પ્રેમ છે, ઋષિ મુનિઓ નો મને સત્સંગ પ્રાપ્ત થાય એટલા માટે મને વનવાસ આપ્યો છે. મારા કલ્યાણ માટે મને વન માં મોકલો છો. કૈકયી મા ને વંદન કરી વન માં ગયા છે.
રામજી ની માતૃ-પિતૃ ભક્તિ અલૌકિક છે. તેમના જેવી માતૃ-પિતૃ ભક્તિ જગત માં બીજે ક્યાંય જોવા મળશે નહિ. માતા-પિતા પ્રત્યક્ષ પરમાત્મા નું સ્વરૂપ છે
રામજી માને છે કે હું સ્વતંત્ર નથી,મારું જીવન ,માત-પિતા ને આધીન છે.

દશરથ મહારાજ પણ પોતાને સ્વતંત્ર માનતા નથી,કોઈ પણ કામ કરવું હોય તો વશિષ્ઠ જી ને પૂછી ને કરે છે. રામજી સદા દશરથ અને કૌશલ્યા ને પ્રણામ કરતા.

આજકાલ ના છોકરાઓ ને માત-પિતાને વંદન કરતા શરમ આવે છે, ધૂળ પડી એ વિદ્યામાં કે જે વિદ્યા ના અહમથી માં બાપ ને વંદન કરતા શરમ આવે છે.પણ એને બાપ ની મિલકત લેતાં શરમ આવતી નથી.
ગમે તેટલું ભણે પણ જીવન માં સંયમ-સદાચાર ન હોય- તો તે જ્ઞાન કામનું નથી.

અજ્ઞાની પાપ કરે તો ભગવાન સજા કરે જ છે-પણ જ્ઞાની થઇ જે પાપ કરે તેને ભગવાન વિશેષ સજા કરે છે.
ઈશ્વર ની સેવા નહિ કરો તો ભગવાન નારાજ નહિ થાય પણ માત-પિતા ની સેવા ન કરો –તો ઈશ્વર નારાજ થાય છે. માત-પિતા ના આશીર્વાદ વગર કોઈ સુખી થયો નથી.
શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખ્યું છે-કે જેનાં માત-પિતા મરણ પામ્યા છે-તે ચોવીસ કલાક માં એક વખત –
માત-પિતા ને યાદ કરી ને વંદન કરે.

રામજી માં સર્વ સદગુણો એકત્ર થયા છે. એક-વાણી,એક-વચની –એક-પત્નીવ્રતધારી શ્રી રામ છે.
વડીલો નું જેટલું સારું –અનુકરણીય લાગ્યું તેટલું જ જીવન માં ઉતાર્યું છે.
રામજી એ દશરથ જી નું બધું રાખ્યું-પણ એક વસ્તુ રાખી નથી,તેમનું બહુપત્ની-વ્રત રાખ્યું નથી.
રામજી એ કહ્યું નથી –કે મારા પિતાજી એ ભૂલ કરી છે-પણ વિવેક થી ભૂલ સુધારી છે.
રામ-રાજ્ય માં પ્રભુ એ કાયદો સુધાર્યો-કે એક પુરુષ એક પત્ની જ કરી શકે.

જેનું મન એક –જ સ્ત્રી માં –પત્ની માં છે- તે –એક-પત્ની-વ્રત ધારી પુરુષ સાધુ જ છે.
પુરુષ એક જ સ્ત્રી માં કામભાવ રાખે અને ધર્માંનુંકુલ કામ ભોગવે –તો તે –ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે.
કામભાવ ને એક-માં જ સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE