More Labels

Oct 15, 2014

હનુમાન ચાલીસા-ગુજરાતી સરળ શબ્દાર્થ સાથે- Hanuman Chalisa-With simple English Translation


શ્રીગુરૂ ચરન સરોજ રજ નિજ મન મુકુરુ સુધારિ,
બરનઉ રઘુવર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.


શ્રી ગુરુદેવના ચરણકમળની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને,
શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચારેય ફળ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) આપનારું છે.


sriguru charan saroj raja, nija mana mukuru sudhari
barnau raghbar bimal jasu, jo dayaku phal chari


“After cleaning the mirror of my mind with the dust from my guru’s lotus feet, I recite the pure glory of Sri Rama, which provides the four fruits of life.”


બુધ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર;
બલ બુધ્ધિ વિદ્યા દેહું મોહિં હરહુ કલેશ વિકાર.


હે પવનકુમાર ! હું પોતાને બુધ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું.
આપ મને શારીરિક બળ, સદ્ બુધ્ધિ તથા જ્ઞાન પ્રદાન કરો અને મારાં સઘળાં દુઃખ દૂર કરો.


buddhiheen tanu janike, sumiron pavankumar
bal buddhi bidya dehi mohin, harhu kalesa bikar

“Having understood that I am devoid of intellect, I am remembering Hanuman, the son of Pavan. I request him to grant me intellect, power, and knowledge and to remove my flaws and sufferings.”
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,જય કપીસ તિહું લોક ઉજાગર. ૧
રામદૂત અતુલિત બલ ધામા,અંજનીપુત્ર પવનસુત નામા. ૨


હે હનુમાનજી ! આપનો જય થાઓ ! આપ જ્ઞાન તથા ગુણોના સાગર છો.
હે ત્રણે લોકમાં પ્રકાશમાન કપીશ્વર આપનો જય હો.
હે પવનસુત અંજનિનંદન, આપ શ્રી રામચન્દ્રજીના દૂત છો. આપના સમાન બીજું કોઈ બળવાન નથી.


jai hanuman jnana guna sagar, jai kapisa tihun loka ujagar ||1||
rama doot atulita bal dhama, anjani putra pavan suta nama ||2||

“Salutations to Hanuman, the ocean of jnana and virtue; salutations to the king of vanaras, who is renowned in the three worlds, is the messenger of Sri Rama, possesses incomparable strength, and is known as Anjani-putra (“child of Anjani”) and Pavan-putra (“son of wind”).


મહાવીર બિક્રમ બજરંગી,કુમતિ નિવાર સુમતિ કે સંગી. ૩
કંચન બરન બિરાજ સુબેસા,કાનન કુંડલ કુંચિત કેસા. ૪


હે મહાવીર બજરંગબલી ! આપ ખરાબ બુધ્ધિને દૂર કરનારા અને સદ્ બુધ્ધિવાળાના સાથી છો.
આપનું શરીર સોના જેવા રંગનું છે, સુંદર વેશ છે, કાનોમાં કુંડળ છે અને શિર પર વાંકડિયા વાળ છે.


mahavira bikrama bajrangi, kumati nivara sumati ke sangi ||3||
kanchan baran biraj subesa, kanan kundal kunchit kesa ||4||


“O Hanuman! You are supremely powerful and heroic, have a physique like lightning, ward off evil thoughts, and grant the companionship of wisdom. You possess a golden complexion, wear auspicious attire, are adorned with ear-rings, and have curly hair.”


હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે,કાંધે મૂંજ જનેઉ છાજે. ૫
સંકર સુવન કેસરીનંદન,તેજ પ્રતાપ મહા જગ વંદન. ૬


આપના હાથમાં વજ્ર અને ધજા સુશોભિત છે અને ખભા ઉપર મુંજની યજ્ઞોપવીત છે.
હે હનુમાનજી ! આપ સાક્ષાત્ શિવ છો. હે કેસરીનંદન ! આપના તેજ અને પ્રતાપથી
સમસ્ત સંસારમાં આપ સર્વના વંદનીય છો.


haath bajra au dhwaja biraje, kandhe moonj janeu saaje ||5||
sankar suvana kesari nandan, tej pratap maha jag bandan ||6||


“You carry lightning and a flag in your hands and wear a sacred thread over your shoulder. You are Shiva-incarnate and the son of Kesari. The whole world praises you for your brilliance.”


વિદ્યાવાન ગુની અતિ ચાતુર્ રામ કાજ કરિબે કો આતુર. ૭
પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા,રામ લખન સીતા મન બસિયા. ૮


આપ પ્રકાંડ વિદ્યાનિધાન છો, ગુણવાન અને અત્યંત ચતુર છો.
શ્રી રામજીનાં કાર્યો કરવામાં આપ ઉત્સાહી રહો છો
શ્રી રામનું ચરિત્ર સાંભળવાના આપ બહુ રસિયા છો.
શ્રી રામજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીના મનમાં આપ નિવાસ કરો છો.


bidyavana guni ati chatur, rama kaja karibe ko aatur ||7||
prabhu charitra sunibe ko rasiya, rama lakhan sita mana basiya ||8||


“You are extremely intelligent, virtuous, and smart and are always keen to work for Rama. You enjoy listening to Rama’s praise and live in the hearts of Rama, Sita, and Lakshman.”


સુક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા,બિકટ રૂપ ધરિ લંક જલાવા. ૯
ભીમ રૂપ ધરી અસુર સંહારે,શ્રી રામચંદ્ર કે કાજ સંવારે. ૧૦


આપે આપનું ઘણું નાનું સ્વરુપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને ભયંકર રૂપ ધારણ કરીને લંકાને બાળી.
આપે વિકરાળ રૂપ ધારણ કરીને રાક્ષસોને માર્યા અને શ્રી રામચન્દ્રજીના કાર્યને સફળ બનાવ્યું.


sukshma rupa dhari siyahi dikhawa, bikata rupa dhari lank jarava ||9||
bheem rupa dhari asura sanhare, ramchandra ke kaaj sanware ||10||


“Though you appeared before Devi Sita in a tiny form, you assumed a fearsome form to burn Lanka. You assumed a gigantic form to annihilate asuras and make preparations for Rama’s divine plan.”


લાય સજીવન લખન જિયાયે,શ્રી રઘુવીર હરષિ ઉર લાયે. ૧૧
રઘુપતિ કીન્હ બહુત બડાઈ,તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઈ. ૧૨


આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા જેથી રઘુવીરે આનંદિત થઈને
આપને હ્રદય સરસા ચાંપ્યા.
શ્રી રામચન્દ્રજીએ આપની બહુ પ્રશંસા કરી અને કહ્યું કે તમે મારા ભરત જેવા પ્રિય ભાઈ છો.


laye sajivan lakhan jiyaye, shriraghubir harashi ur laye||11||
raghupati kinhi bahut badhai, tum mam priye bharathi sam bhai ||12||


“By bringing the Sanjivani (an herb) to revive Lakshman’s life, you filled Sri Rama’s heart with happiness, who then embraced you. Rama praised you extensively and stated that you are as dear to him as Bharata, his brother.”


સહસ બદન તુમ્હરો યશ ગાવૈં,અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં. ૧૩
સનકાદિક બ્રહ્માદિ મુનીસા,નારદ શારદ સહિત અહીસા. ૧૪
જમ કુબેર દિગ્પાલ જહાં તે,કબિ કોબિદ કહિ સકે કહાં તે. ૧૫


"હજાર મુખેથી તમારો યશ ગાવો જોઈએ" એમ કહીને શ્રી રામચન્દ્રજીએ આપને ગળે લગાડ્યા.
શ્રી સનક, શ્રી સનાતન, શ્રી સનંદન, શ્રી સનતકુમાર આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, નારદજી, સરસ્વતીજી, શેષનાગજી, યમરાજ, કુબેર આદિ સર્વ દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન, પંડિત અથવા કોઈ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરી શકે તેમ નથી.


sahas badan tumharo jasa gavein, asa kahi shripati kanth lagavein||13||
sanakadik brahmadi munisa, narad sarad sahit ahisa||14||
jama kuber digpala jahan te, kabi kobid kahi sake kahan te||15||


“After saying that the thousand-hooded Sheshnaga sings your praise, Rama, the Lord of Shri, embraced you. When Sanaka and his brothers, Brahma and the munis, Narada, Devi Saraswati, Yama, Kubera, and Digpala can not describe your glories, how can poets and scholars describe them?”


તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા,રામ મિલાય રાજપદ દીન્હા. ૧૬
તુમ્હરો મંત્ર બિભીષન માના,લંકેશ્વર ભએ સબ જગ જાના. ૧૭


આપે સુગ્રીવજીનું શ્રી રામ સાથે મિલન કરાવ્યું અને ઉપકાર કર્યો, જેને કારણે તે રાજપદ પામ્યા.
આપનો ઉપદેશ વિભીષણે માન્યો અને તેથી તે લંકાના રાજા થયા, સમસ્ત સંસાર એ જાણે છે.


tum upkara sugreevahi kinha, rama milaye raja pada dinha||16||
tumharo mantra vibhishan mana, lankeshwar bhaye sab jaga jaana||17||


“As a result of your beneficence, Sugreeva met Rama and got his throne. The world already knows that Vibhishana became the king of Lanka by following your advice.”


જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ,લિહ્યો તાહિ મધુર ફલ જાનૂ. ૧૮
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહીં,જલધિ લાંધિ ગયે અચરજ નાહીં. ૧૯
દુર્ગમ કાજ જગત કે જે તે,સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે. ૨૦


સૂર્ય એટલો દૂર છે કે ત્યાં પહોંચવા માટે હજાર યુગનો સમય જાય, તે હજારો યોજન દૂર રહેલા
સૂર્યને આપે એક મીઠું ફળ સમજીને પકડી લીધો.
આપે શ્રી રામચન્દ્રજીની અંગુઠી મુખમાં રાખીને સમુદ્રને ઓળંગી ગયા તેમાં કંઈ આશ્ર્ચર્ય નથી.
સંસારમાં જેટલાં પણ કઠિનમાં કઠિન કામ છે તે આપની કૃપાથી સહેલાં થઈ જાય છે.


juga sahastra jojan par bhanu, leelyo taahi madhur phal jaanu||18||
prabhu mudrika meli mukha maahi, jaladhi langh gaye achraja nahin||19||
durgam kaaj jagat ke jete, sugam anugrah tumhare tete||20||


“You swallowed the Sun, located thousands if miles away, believing it to be a sweet fruit. It is unsurprising that you jumped over the ocean with Rama’s ring in your mouth. The impossible tasks of the world become easy with your grace.”


રામ દુલારે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિન પૈસારે. ૨૧
સબ સુખ લહૈ તુમ્હારી સરના,તુમ રચ્છક કાહૂ કો ડરના. ૨૨


શ્રી રામના આપ દ્વાર રક્ષક છો જેમાં આપની આજ્ઞા વિના કોઈને પ્રવેશ મળી શકતો નથી.
જે કોઈ આપને શરણે આવે છે તે બધા સુખના અધિકારી છે, જ્યાં આપ રક્ષક છો,
તો પછી કોઈનો ડર રહેતો નથી.


rama duare tum rakhware, hota na aagya binu paisare||21||
sab sukh lahe tumhari sarana, tum racchak kahu ko darna||22||


“You guard the door to Rama’s abode, which no one can enter without your approval. Your refuge provides absolute happiness, and no fears exist with you as one’s protector.”


આપન તેજ સમ્હારો આપૈ,તીનોં લોક હાંક તેં કાંપૈ. ૨૩
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ,મહાબીર જબ નામ સુનાવૈ. ૨૪
નાસૈ રોગ હરૈ સબ પીરા,જપત નિરંતર હનુમંત બીરા. ૨૫


આપના સિવાય આપનો વેગ કોઈ રોકી શકે તેમ નથી, આપની ગર્જનાથી ત્રણે લોક કંપી ઊઠે છે.
જ્યાં મહાવીર હનુમાનજીનું નામસમરણ થતું હોય ત્યાં કદીય ભૂત પિશાચ આદિ નજીક આવી શકતાં નથી.
વીર હનુમાનજી ! આપનો નિરંતર જપ કરવાથી બધા રોગ દૂર થાય છે અને બધાં દુઃખ - કષ્ટો નાશ પામે છે.


aapan tej samharo aape, teenon loka haank te kaapen||23||
bhoot pishach nikat nahin aavein, mahavira jab naam sunavein||24||
nase roga hare sab pira, japat nirantar hanumat beera||25||


“Only you can control your energy and brilliance; the three worlds quiver when you roar. Evil souls do not approach a person who recites the name of Hanuman. The continual chanting of Hanuman’s name removes all diseases and sufferings.”


સંકટ તે હનુમામન છુડાવૈ,મન કર્મ વચન ધ્યાન જો લાવૈ. ૨૬
સબ પર રામ તપસ્વી રાજા,તિન કે કાજ સકલ તુમ સાજા. ૨૭


હે હનુમાનજી ! મનથી, વચનથી અને કર્મથી જેનું ધ્યાન આપનામાં રહે છે,
તેને બધાં સંકટોમાંથી આપ છોડાવો છો.
તપસ્વી એવા રાજવી શ્રી રામ સૌથી શ્રેષ્ઠ છે, તેમનાં બધાં કાર્ય તમે સહજમાં કરી દીધાં.


sankat tein hanuman chhuravai, mana krama bachan dhyana jo lave||26||
sab par rama tapasvi raja, tin ke kaaj sakal tum saaja||27||


“Whenever someone remembers Hanuman using mind, action, or word, his or her hardships are removed. O Hanuman, you even fulfilled the objectives of Rama, the ultimate yogi who rules over the universe.”


ઔર મનોરથ જો કોઈ લાવૈ,સોઈ અમિત જીવન ફલ પાવૈ. ૨૮
ચારોં જુગ પરતાપ તુમ્હારા,હૈ પરસિધ્ધ જગત ઉજિયારા. ૨૯
સાધુ સંત કે તુમ રખવારે,અસુર નિકંદન રામ દુલારે. ૩૦


જેના ઉપર આપની કૃપા હોય તેની કોઈ પણ અભિલાષા પૂર્ણ થાય છે.તેનું ફળ તેને મળે છે.
તેને અસીમ જીવનફળ - મુક્તિ મળે છે.
ચારે યુગો ( સત્ , દ્વાપર, ત્રેતા અને કલિ) માં આપનો પ્રતાપ ફેલાયેલ છે.આપના કીર્તિ - પ્રકાશ જગતને ઉજ્જ્વળ બનાવે છે.
હે હનુમાનજી ! આપ સાધુ - સંતના રક્ષક છો તથા દુષ્ટોને દંડ દેનાર છો. આપ શ્રી રામના અત્યંત લાડીલા પ્રિય પાત્ર છો.
aur manorath jo koi lavai, soi amit jeevan phal paavai||28||
charon jug partap tumhara, hai parsiddha jagat ujiyara||29||
sadhu sant ke tum rakhvare, asura kinandan rama dulare||30||


“Whoever discloses his or her hopes before you attains incalculable fruits of life. Your brilliance and glory span all the four yugas and brighten up the entire universe. You are the protector of seers and saint, the destroyer of evil beings, and the dearest to Rama.”


અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,અસ બર દીન જાનકી માતા. ૩૧
રામ રસાયન તુમ્હરે પાસા,સદા રહો રઘુપતિ કે દાસા. ૩૨


આપને માતા જાનકીએ એવું વરદાન આપેલું છે કે આઠ સિધ્ધિ અને
નવ નિધિ (સંપત્તિ) આપ જેને ઈચ્છો તેને આપી શકો છો.
આપ નિરંતર શ્રી રામના શરણમાં રહો છો. જેથી અસાધ્ય રોગના નાશ માટેની
રામનામ રૂપી ઔષધિ આપની પાસે છે.


ashta siddhi nau nidhi ke data, asa bar deen janaki mata||31||
rama rasayan tumhare paasa, sada raho raghupati ke dasa||32||


“As a result of a boon from Mother Sita, you can bestow the eight siddhis and nine riches upon anyone. Because you hold the nectar of Rama bhakti, you always remain in Rama’s service.”


તુમ્હરે ભજન રામ કો પાવૈ,જનમ જનમ કે દુઃખ બિસરાવૈ. ૩૩
અંતકાલ રઘુબર પુર જાઈ,જહાં જન્મ હરિ ભક્ત કહાઈ। ૩૪


આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે, જન્મ - જન્માંતરનાં દુઃખ દૂર થાય છે.
અંત સમય શ્રી રઘુનાથજીના ધામમાં જાય છે અને જો ફરી જન્મ ધારણ કરશે તો
ભક્તિ કરશે અને રામભક્ત કહેવાશે.


tumhare bhajan rama ko paave, janam janam ke dukh bisrave||33||
ant kaal raghubar pur jayee, jahan janma hari bhakta kahai||34||


“Your adoration leads a being to Bhagavan Rama, and he or she forgets the sufferings experienced over previous lifetimes. After concluding one’s time on Earth, the being reaches the abode of Rama and eternally remains his devotee.”


ઔર દેવતા ચિત્ત ન ધરઈ,હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. ૩૫
સંકટ કટૈ મિટૈ સબ પીરા,જો સુમિરે હનુમંત બલબીરા. ૩૬


હે હનુમાનજી ! આપની સેવા કરવાથી સર્વ પ્રકારનાં સુખ મળે છે,
પછી બીજા કોઈ દેવતાનું હ્રદયમાં ધ્યાન ધરવાની આવશ્યક્તા રહેતી નથી.
જે કોઈ વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેની બધી વિપત્તિ નાસ પામે છે અને બધું દુઃખ મટી જાય છે.
aur devata chit na dharahi, hanumat sei sarba sukh karai||35||
sankat kate mite sab pira, jo sumire hanumat balbira||36||


“A devotee of Hanuman need not worship any other god, for Hanuman’s devotion is sufficient to grant complete bliss. All misfortunes and pains are eliminated by remembering the supremely powerful Hanuman.”


જૈ જૈ જૈ હનુમાન ગુસાંઈ,કૃપા કરહું ગુરૂ દેવ કી નાઈ. ૩૭
જો સત બાર પાઠ કર કોઈ,છૂટેહિ બંદી મહાસુખ હોઈ. ૩૮


હે હનુમાનજી ! આપનો જય હો, આપ મારા મન તથા શરીરના સ્વામી છો.
આપ મારા ઉપર કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.
જે કોઈ આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરે તો તેનાં બંધન છૂટી જાય છે
અને તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે.


jai jai jai hanuman gosain, kripa karahu guru deva ki nain||37||
jo sat baar path kar koi, chhutahi bandi maha sukh hoi||38||


“Hail to you, Lord Hanuman! Please grace me as my guru. Whoever recites this prayer a hundred times is liberated from bondage and experiences the greatest joy.”


જો યહ પઢૈ હનુમાન ચાલીસા,હોય સિધ્ધિ સાખી ગૌરીસા. ૩૯
તુલસીદાસ સદા હરિ ચેરા,કીજે નાથ હ્રદય મહં ડેરા. ૪૦


જે ભક્ત આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો તેને નિશ્ચય સફળતા મળશે,
તેના સાક્ષી સાક્ષાત્ ભગવાન શંકર છે.
તુલસીદાસજી કહે છે કેઃ હે હનુમાનજી ! તુલસીદાસ હંમેશાં શ્રી રામનો દાસ છે,
માટે આપ હંમેશાં એમના હ્રદયમાં નિવાસ કરો.


jo yeh pade hanuman chalisa, hoye siddhi saakhi gaurisa||39||
tulasidasa sada hari chera, kije naath hriday mahan dera||40||


“Whoever reads this Hanuman Chalisa becomes spiritually accomplished; Bhagavan Shiva himself is the witness to this. Tulasidasa is an eternal servant of Sri Rama. O Lord Hanuman! Please dwell in my heart.”


પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ,રામ લક્ષ્મણ સીતા સહિત , હ્રદય બસહુ સુર ભુપ.


હે પવનપુત્ર હનુમાનજી ! આપ સંકટ દૂર કરનારા અને આનંદ મંગળના સ્વરુપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી સહિત અમારા હ્રદયમાં નિવાસ કરો.


pavantanaye sankat haran, mangal murati rupa
rama lakhan sita sahit, hriday basahu sur bhupa


"O son of Pavan! You are the remover of miseries and the embodiment of auspiciousness. Please reside in my heart, O King of gods, with Rama, Lakshmana, and Sita."

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો 

..........................................................................................................................................
FOR READING,DOWNLOADING OR PRINTING -PDF- DOCUMENT OF THIS POST-
CLICK HERE
..........................................................................................................................................