Apr 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-135



ઉત્તમ (મહા) પાપી ની ગતિ-ઉપરના છ માંથી,ત્રીજો મહાપાપી -એક વર્ષ સુધી મૂર્છા (મરણ) નો અનુભવ
કરે છે,અને તેનું હૃદય પથ્થર જેવું જડ થઇ જાય છે.ત્યાર પછી કાળે કરીને તે પાપી જાગ્રત થાય છે.અને
ઘણા દિવસ સુધી "વાસના" ના "જઠર"માં ઉઠેલા "નરકના અક્ષય દુઃખ" નો અનુભવ કરે છે.
હજારો યોનિ માં જન્મ લઈને -એક દુઃખ ભોગવ્યા પછી બીજું દુઃખ ભોગવે છે,અને ત્યાર પછી,કોઈ સમયે-
"સંસાર-રૂપી સ્વપ્ન-સંભ્રમ" માં શાંતિ પામે છે.

અથવા,તે મહા-પાપી ને મરણ ની વિસ્મૃતિ થાય છે,અને પછી "જડતા નાં હજારો દુઃખોથી " તે વ્યાકુળ
થાય છે.અને હૃદયમાં "વૃક્ષ-પણા ના જન્મ" નો અનુભવ કરે છે.
આમ વાસના-અનુસાર નરકમાં,હજારો દુઃખનો અનુભવ કર્યા પછી તે પાછો પૃથ્વી પર જન્મ ધારણ કરે છે.

મધ્યમ પાપી ની ગતિ-બીજો મધ્યમ પાપી પોતાના મરણનો મોહ વીસરી ગયા પછી,કેટલાક કાળ સુધી,
પથ્થરની જડતા નો અનુભવ કરે છે,પછી કાળે કરીને જાગ્રત થયા પછી તે -પશુ-પક્ષી ની યોનિમાં-
અવતાર ધારણ કરીને સંસારમાં આવે છે.

સામાન્ય-પાપી ની ગતિ-પહેલો સામાન્ય પાપી મરી ગયા પછી જ પોતાની વાસના અનુસાર પ્રાપ્ત થયેલા,
અક્ષત-દેહ નો અનુભવ કરે છે.તે સ્વપ્ન ની પેઠે-જેવો સંકલ્પ હોય તેવો અનુભવ કરે છે.અને
તે જ ક્ષણે પ્રથમ ની પેઠે તેને "સ્મૃતિ" ઉત્પન્ન થાય છે.

ઉત્તમ ધર્મ કરનાર ની ગતિ-જે મહાપુણ્ય કરનાર છે,તે મરણ નો મોહ મટ્યા પછી "પુણ્ય-રૂપી વાસના"ની
જાગૃતિ થી સ્વર્ગમાં" વિદ્યાધર-નગર" નો અનુભવ કરે છે.
આમ પુણ્ય ભોગવ્યા પછી તે "ઈલાવૃત્ત-કે કિંપુરુષ " ખંડમાં કર્મ નું ફળ ભોગવે છે,અને પછી,
મનુષ્ય-લોકમાં લક્ષ્મીવાન એવા સજ્જન મનુષ્ય ના ઘેર જન્મ ધારણ કરે છે.

સામાન્ય તથા મધ્યમ ધર્મકર્તા ની ગતિ-સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનાર મનુષ્ય મરણ વીસરી જાય-
એટલે ઔષધિઓ તથા પલ્લવો થી ભરેલા વનમાં કિન્નર તથા કિંપુરુષ ના શરીર થી જાય છે.
ત્યાં પોતાના કર્મનું ફળ ભોગવ્યા પછી,તે વાયુ તથા વરસાદ દ્વારા -પૃથ્વીમાં અન્ન-ઔષધિઓ માં પ્રવેશ
કરે છે,અને અન્ન દ્વારા તે પુરુષમાં અને પુરુષના વીર્યને માર્ગે તે સ્ત્રીના ગર્ભ માં પ્રવેશ કરે છે.

આ પ્રમાણે છ પ્રેતોની મરણ પછી-ક્રમે કરીને ઉપર પ્રમાણેની ગતિ થાય છે.

મરણ પછીની  સામાન્ય સ્થિતિ- મરણ પામનાર મનુષ્ય ને પ્રથમ "મારું રક્ષણ થયું " એવું જ્ઞાન થાય છે.
પછી તેને આપેલા પિંડદાન થી "અમારું શરીર ઉત્પન્ન થયું" એવું તેમને જ્ઞાન થાય છે.
ત્યાર પછી ક્રમે કરીને "કાળપાશ ને ધારણ કરનારા યમના અનુચરો આવીને મને લઇ જાય છે અને
તેમની સાથે હું યમ-પુરીમાં જાઉં છું" એવું જ્ઞાન થાય છે.

ઉત્તમ પુણ્યવાન મનુષ્ય મરણ પામ્યા પછી પોતાના પુણ્ય-કર્મ થી પ્રાપ્ત થયેલ દિવ્ય ઉદ્યાનથી શોભતા
"વિમાન" ને પોતાની પાસે જુએ છે.
પાપી મનુષ્ય પોતાના પાપ-કર્મ થી પ્રાપ્ત થયેલ હિમ,કાંટા વગેરેથી ભરેલા માર્ગને પોતાની પાસ જુએ છે.
મધ્યમ પુણ્ય કરનાર મનુષ્ય એવું અનુભવે છે કે-"આ મારી પાસે સુખે થી જવાય તેવી પગદંડી છે,કે જેના
પર ચાલીને હું યમ-પુરી માં આવ્યો છું,કે જે યમરાજ ની સભામાં ચિત્રગુપ્ત વગેરે મારા કર્મો નો
હિસાબ કરે છે"


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE