Apr 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-136



આમ "દૃશ્ય થતા સંસાર" ની જેમ રહેલો,તથા "સમગ્ર પદાર્થ અને તેની ક્રિયાથી શોભતો "
આ મરણ પર્યંત નો સંસાર નો ભાગ પ્રત્યેક મનુષ્ય ને અનુભવવો પડે છે,પણ ખરી રીતે વિચારતાં
"સ્વરૂપ વિનાનો આ પ્રપંચ-દેશ" એ "કાળ અને ક્રિયા" ની દીર્ઘતા થી જ "પ્રકાશમાન" થાય છે-
તેમ છતાં તે "શૂન્ય" જ છે.તેમ જ વિશેષ બોધવાળા "આત્મ-રૂપ" જ છે.

"યમરાજે મારાં કર્મ નાં ફળ ભોગવવા માટે આ દિશામાં જવાની મને આજ્ઞા કરી છે,હું સ્વર્ગમાં જાઉં છું,
આ બાજુ નરક છે,આ મેં સ્વર્ગ ભોગવ્યું કે આ મેં નરક ભોગવ્યું,મેં અનેક પ્રકારની યોનીઓ ભોગવી,
અને હવે હું સંસારમાં ઉત્પન્ન થયો છું."
આવા બોધનું,આવા ક્રમથી મનુષ્ય નું શરીર ઉત્પન્ન થયા પછી,શાસ્ત્ર અને પુરાણથી ઉત્પન્ન થયેલા
બોધ વડે તે મનુષ્ય ને ખબર પડે છે.

આ પ્રમાણે ના ક્રમથી,તે જીવ પુરુષના બીજમાં આવે છે,અને તે બીજ -યોનિમાં પડવાથી -માતાના
ઉદરમાં ગર્ભ બંધાય છે,તે ગર્ભ આ લોકમાં જન્મ ધારણ ધારણ કરે છે,ત્યારે તે બાળક -પૂર્વજન્મ ના
કર્માનુસાર સારી અથવા વિપરીત આકૃતિ-વાળો થાય છે.
ત્યાર પછી ચંદ્રમા ની કળા ની પેઠે વૃદ્ધિ અને ક્ષય-વાળી એવી કામાભિમુખ યુવાવસ્થા આવે છે,અને
પછી તેના મુખ માં હિમ-રૂપી-વજ્ર ના જેવી જરાઅવસ્થા (વૃદ્ધાવસ્થા)પડે છે.
તે વૃદ્ધાવસ્થા માં તેને અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે.તેથી તેને મરણ અને મૂર્છા થાય છે.
આમ મરી ગયા પછી આગળ કહ્યું તેમ બંધુઓએ આપેલ પિંડદાન થી તેનો દેહ પાછો બંધાય છે,
અને મોક્ષ ના થાય ત્યાં સુધી એક આકાશમાં-બીજા આકાશ ની પેઠે વારંવાર જન્મ-મરણ થયા કરે છે.

જ્ઞાની લીલા કહે છે કે-સૃષ્ટિના આદિ થી આ ભ્રમ કેવી રીતે પ્રવર્ત્યો છે ? તે વિષે,મને  બોધ ની
વૃદ્ધિ માટે કૃપા કરી ને ફરીથી કહો.

દેવી કહે છે કે-આ જગતમાં પર્વત,ઝાડ,પૃથ્વી તથા આકાશ એ બધું પરમાર્થ દૃષ્ટિએ જોતાં પરબ્રહ્મ-રૂપ જ છે.ચૈતન્ય-રૂપી ઈશ્વર સર્વ-વ્યાપક છે,તે જે ઠેકાણે જેવી રીતે વિવર્ત-પણા થી ઉદય પામે છે,તે ઠેકાણે
તેવી રીતે શુદ્ધ આત્મા પણ થાય છે.
જેમ સ્વપ્નમાં એક પુરુષ અનેક પદાર્થો ઉત્પન્ન કરે છે,તેમ તે ઈશ્વરે સૃષ્ટિ ની આદિમાં -પ્રજાપિતા થઈને-
ભૂ-ભૂવઃ આદિ લોકોને ઉત્પન્ન કર્યા છે અને તેણે જે સ્થિતિ બાંધી છે -તે આજ સુધી તેવી જ રીતેચાલે છે.
પ્રથમ પદાર્થ-માત્ર નું બિંબ-રૂપ સ્ફુરણ થયું,અને તે બિંબ નું પ્રતિબિંબ પડ્યું-જે જગત-રૂપે આજ સુધી રહ્યું છે.
દેહધારી શરીરના અંગમાં જે છિદ્રો છે તેમાં વાયુ પ્રવેશ કરે છે અને તે ને ગતિમાન કરે છે.
તેથી તે શરીર જીવે છે તેમ કહેવાય છે.
સૃષ્ટિના આદિ થી જંગમ ના વિષે પણ એ જ સ્થિતિ રહી છે.ઝાડ વગેરેમાં ચૈતન્ય નહિ હોવાથી,તે સ્થાવર
કહેવાય છે.આવી રીતે ઈશ્વર ચેતન થી ઉત્પન્ન થયેલા અંશ ના વિભાગ કરે છે.
અને તે અંશ ચેતન-રૂપ જ છે.તથા તેના સિવાય નું અચેતન-રૂપ છે.

પ્રાપ્ત થયેલા ઉપાધિ-રૂપ શરીરમાં,બુદ્ધિને નેત્ર વગેરે ઇન્દ્રિય માં પ્રેરીને જીવ બહારના પદાર્થ નો
અનુભવ કરે છે.પણ તે નેત્ર વગેરે ઇન્દ્રિય એ ચૈતન્ય-રૂપ નથી.
જે પ્રમાણે બુદ્ધિ આકાશને- શૂન્ય-શક્તિવાળું જાણે છે,પૃથ્વીને -સર્વ ને ધારણ કરવાની શક્તિ-રૂપે જાણે છે,
તથા જળને તૃપ્તિ કરવાની શક્તિ-રૂપ જાણે છે,
તે-જ પ્રમાણે તે શરીર ને શરીર-રૂપ જાણે છે.અને એ જ પ્રમાણે સર્વાત્મા -ઈશ્વર શરીર-વડે શરીરનો,
જંગમ-પણા થી જંગમ નો અને સ્થાવર-પણા થી સ્થાવર નો સંકલ્પ કરીને તેમાં રહેલા છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE