May 29, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-175


--“ચિત્ત-અણુ” ને દુઃખે કરીને પણ બોધ થતો નથી,માટે તે તમ-રૂપ છે,છતાં,
તે ચૈતન્ય-રૂપ છે,તેથી પ્રકાશ-કર્તા પણ છે. (૧૯)
--“ચિત્ત-અણુ” સંવેદન-રૂપ છે માટે તે “છે” અને ઇન્દ્રિયો તેને પહોંચી શકતી નથી માટે તે “નથી” (૨૦)
--“ચિત્ત-અણુ” ની ઇન્દ્રિયો થી પ્રાપ્તિ થતી નથી,માટે તે દૂર છે,પણ ચૈતન્ય-રૂપ છે તેથી સમીપ છે.(૨૧)
--“ચિત્ત-અણુ”  પોતે અણુ-રૂપ છે,અને તે સર્વના સંવેદન-રૂપ છે,માટે અણુ હોવા છતાં પર્વત-રૂપ છે.
જે આ જગત જોવામાં આવે છે,તે માત્ર સંવેદન-રૂપ છે -પણ સત્ય નથી (પર્વત વગેરે સત્ય નથી)
તેથી સંવેદન ને લીધે જ અણુમાં મેરુ (પર્વત) પણું (ઘટે) છે.

--જે કાળમાં એક નિમેષ(પલકારો)નો અનુભવ થાય છે,તેને નિમેષ માનવો,તથા “કલ્પ”નો અનુભવ થાય
તેને “કલ્પ” માનવો.જેમ,અનેક યોજન માં પથરાયેલું મહાનગર પણ જેમ મનુષ્યના મનમાં રહે છે,
તેમ,”કલ્પ” ક્રિયા નો વિલાસ પણ નિમેષ-રૂપ જણાય છે.
જે પ્રમાણે મોટું શહેર એક નાના દર્પણ માં જોવામાં આવે છે,તે પ્રમાણે એક નિમેષમાં પણ “કલ્પ” નો અનુભવ થવા સંભવ છે.આમ જયારે એક અણુમાં પણ ભ્રમથી નિમેષ,કલ્પ,પર્વત અને કરોડો યોજન રહેલ છે,ત્યારે,તેમાં એક-પણું કે દ્વૈત-પણું કેવી રીતે ઘટે?
સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય નો તથા અસત્ય નો અનુભવ થાય છે,તેવી રીતે-“મેં પહેલા આમ કરેલું  છે”એવી બુદ્ધિ નો ઉદય થાય છે.વળી,
મનુષ્ય ને દુઃખનો કાળ થોડો હોય તો પણ લાંબો લાગે છે અને સુખનો લાંબો કાળ ટૂંકો લાગે છે.
આમ, મનુષ્યના મનમાં સાચો અથવા ખોટો-જેવો નિશ્ચય થાય છે,તેવો ચૈતન્યમાં પ્રકાશ પામે છે.
પણ ખરું જોતાં,નિમેષ નથી,કલ્પ નથી,દૂર નથી ને અદૂર પણ નથી.માત્ર અન્ય વસ્તુની પેઠે,
“ચિત્ત-અણુ” ની પ્રતિભા રહેલી છે.સર્વ ચૈતન્ય-રૂપ છે માટે તેમાં કોઈ ભેદ નથી. (૨૩-૨૪)

ચૈતન્ય-રૂપી અણુ ઇન્દ્રિયો ના સાર રૂપ છે-એટલે પ્રત્યક્ષ છે પણ સાથે સાથે,
ઇન્દ્રિયો તેને પહોંચી શકતી નથી માટે તે (ચૈતન્ય) અપ્રત્યક્ષ છે.
વળી,પ્રત્યક્ષ,અનુમાન,ઉપમાન તથા શબ્દ-એ ચાર “પ્રમાણ” થી ચિત્ત-અણુમાં દૃશ્ય-પણા નો ઉદય થાય છે.
માટે તે પ્રત્યક્ષ છે.
જેમ,જ્યાં સુધી સુવર્ણમાં કુંડળ નું સંવેદન છે ત્યાં સુધી તેમાં સુવર્ણ-પણું નથી,
તેમ,દૃશ્ય-પણું છે,ત્યાં સુધી વાસ્તવિક રીતે ચૈતન્ય નું એક-રસ-પણું  નથી.
જેમ કુંડળમાં કુંડળ-પણા ની બુદ્ધિ મટી જાય છે ત્યારે તે સુવર્ણ જ છે,
તેમ,જયારે દૃશ્ય-પણા ની બુદ્ધિ મટી જય છે ત્યાર પછી કેવળ નિર્મળ અને શુદ્ધ –પરબ્રહ્મ દેખાય છે.
વળી,ચૈતન્ય-રૂપી અણુસર્વ-રૂપ છે માટે,તે સદ્રુપ (સત્-રૂપ) છે,
અને જોઈ ના શકાય તેવો હોવાથી અસત્ –રૂપ પણ છે.(૨૫)
ચિત્ત-અણુ માં “ચેતન-ધર્મ્” હોવાથી,તે ચેતન-રૂપ છે,પણ”ચૈતન્ય-પણા ના અભાવથી”અચેતન-રૂપ છે.
જે (જગત) નો આત્મા-એ ચિત્ત નો ચમત્કાર માત્ર છે,જે ચિત્ત ની પ્રતિભા-રૂપ છે,અને જે પવન થી હાલતા,
વૃક્ષ જેવું (અત્યંત અસત્) છે –તે આ “જગત” માં ચિત્ત અને ચૈતન્ય (દ્વૈત) રૂપની કલ્પના જ ક્યાંથી હોય?
જે પ્રમાણે ઘાટો તડકો –એ-મૃગજળ ની નદીરૂપે દેખાય છે,તે પ્રમાણે એક અદ્વૈત-ચેતન-ચૈતન્ય ના
પ્રતિભાસ થી “જગત” જણાય છે.
સુર્યના કિરણથી આકાશમાં રહેલા સૂક્ષ્મ પદાર્થો જોવામાં આવે છે,તેમાં “અસ્તિતા” અને “નાસ્તિતા” એ બંને
રહેલ છે.તેવી જ રીતે કલ્પના-આદિથી “અસ્તિતા” અને “નાસ્તિતા” છે.
જેમ માયાને લીધે,સુર્યના કિરણ વાળા આકાશમાં સુવર્ણ જોવામાં આવે છે,
તેમ,માયાને લીધે આ જગત જોવામાં આવે છે.તો તેમાં ચિત્ત અને ચૈતન્ય (દ્વૈત) ની કલ્પના કેમ ઘટે?
દીર્ઘ-કાળના ભ્રમથી આ જગત જોવામાં આવે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE