More Labels

Jun 20, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-197


તેમણે (બ્રહ્માએ) ”અનાત્મા” માં “આત્મા ના અભિમાન-વાળી-અવિદ્યા” (માયા) ની કલ્પના કરી.અને,
પર્વત,ઘાસ અને સમુદ્ર-મય આખું જગત ક્રમે કરીને રચ્યું.
આ પ્રમાણે ઉપરના ક્રમ વડે બ્રહ્મ-તત્વમાંથી આવેલી (રચાયેલી) આ સૃષ્ટિ,
જાણે બીજા કોઈ સ્થળે થી આવેલી હોય તેમ જણાય છે.
પણ,જેમ તરંગ ની ઉત્પત્તિ સમુદ્રમાંથી થાય છે,તેમ ત્રૈલોક્યની અંદર રહેનાર સર્વ પદાર્થની ઉત્પત્તિ
“બ્રહ્મ” માંથી છે,અને તે બ્રહ્મ ના વિવર્ત-પણા (બિમ્બ-પ્રતિબિમ્બ-પણા) થી જગત ઉત્પન્ન થયું છે.
પણ તે પરમ અર્થ (પરમાર્થ) થી ઉત્પન્ન થયું નથી.પણ-
તેની (બ્રહ્મની) અંદર “બ્રહ્માનું મનોમય ચૈતન્ય” "અહંકાર ની ઉપાધિ"માં પ્રવેશ કરવાથી જગત ને પામે છે.
જયારે જગતનો વિસ્તાર થાય છે,ત્યારે તે “શક્તિ” એ સમષ્ટિ-મનોભાવથી પ્રથમ ઉલ્લાસ પામે છે,
અને ચારે બાજુ ભમતા (ફરતા) હજારો જીવો થાય છે.
આમ,તે “જીવ” પ્રથમ “આકાશ”માં ઉત્પન્ન થાય છે,પછી તે “માયાકાશ” માં “ભૂત-તન્માત્રા” થી વીંટાય છે.
પછી,આકાશમાંના પવન ની અંદર ચૌદ જાતના લોક ની અંદર કર્મ ની વાસના વાળા જે જીવ રહ્યા છે,
તે “પ્રાણ-શક્તિ” દ્વારા તે સ્થાવર અને જંગમ શરીરમાં પ્રવેશ કરે છે.અને બીજ-પણાને (શુક્ર કે વીર્ય)
પામે છે.ત્યાર પછી તે જીવ યોનિ દ્વારા જગતમાં ઉત્પન્ન થાય છે.અને “કાક-તાલિય-યોગ” (અકસ્માત)થી,
ઉત્પન્ન થયેલા વાસનાના પ્રવાહને યોગ્ય એવા કર્મ-ફળને ભોગવે છે.
ત્યાર પછી,સારા-નઠારા કે પાપ-પુણ્ય-રૂપી કર્મની દોરડી થી બંધાયેલ તે લિંગ-શરીર,ભમતાં-ભમતાં,
કોઈ વાર ઉંચા તો કોઈ વાર નીચા લોકમાં પડે છે.
પ્રાણીમાત્ર નો તે સમૂહ કામ-મય છે.તેમાંના કેટલાક જીવ,જેમ,વાયુથી વનનાં સુકાયેલાં પાંદડાં ભમ્યા કરે છે,તેમ,હજારો જન્મ સુધી જગતમાં આવે છે અને,કર્મ-રૂપી વાયુ થી ભમ્યા કરે છે.
અજ્ઞાનથી મોહ પામેલા કેટલાક જીવને ઘણા કલ્પ સુધી,પૃથ્વીમાં જન્મ-મરણ થયા કરે છે.
જેવી રીતે વાયુથી ઉત્પન્ન થયેલાં સમુદ્રનાં જળનાં બિંદુઓ,સમુદ્રમાં જ લય પામે છે,
તેમ,પરમ આત્મ-જ્ઞાન ને પામેલા કેટલાક જીવો,થોડાક કાળમાં પરમ મોક્ષ ને પામી જાય છે.
આ પ્રમાણે આવિર્ભાવ-અને તિરોભાવ થી યુક્ત એવી સર્વ જીવ ની ઉત્પત્તિ “બ્રહ્મ” માંથી થયેલી છે.
અને આ ઉત્પત્તિ એ વાસના-રૂપી વિષ-જવર (ઝેરી તાવ) ને ધારણ કરનારી છે.અને અનેક અનર્થ તથા
સંકટો ના કાર્ય ને કરનારી છે.અને તે અનેક જગ્યાઓએ કર્મ-ફળ ના ભોગ માટે સંચાર કરે છે.
પણ,તેમાં ઉતમ વિચિત્રતા એ છે કે-તેની ચારે બાજુ ભ્રમ રહેલો છે.
હે,રામચંદ્ર,આ જગત તો મોહથી,જંગલમાં ઉત્પન્ન થયેલી એક જૂની વેલ છે,અનેક વિક્ષેપ-વાળું મન
તેનું શરીર છે—આ પ્રમાણે વિચાર કરીને તેં વેલને જો –“જ્ઞાન-રૂપી-કુહાડા” થી કાપી નાખવામાં આવે તો-
તે પાછી ઉગતી નથી.
(૯૪) બાર જાતના જીવો નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે,રાઘવ,ઉત્તમ,અધમ અને મધ્યમ પદાર્થ ની ઉત્પત્તિ નો વિભાગ હવે હું કહું છું.
પૂર્વ-કલ્પમાં છેલ્લા જન્મ સુધી,જ્ઞાન થવાથી,શમ-દમ વગેરે સાધન-સંપત્તિ હોય,છતાં,કોઈ પ્રતિબંધ ના કારણે જ્ઞાન થયું ના હોય,તેનો આ કલ્પમાં જન્મ થયા પછી,તેને (આ કલ્પ- ના) પહેલા જન્મમાં
શમ-દમ વગેરે સાધનથી તેને,જ્ઞાનની યોગ્યતા થાય છે-તેને-“ઇદમ-પ્રથમતા” કહે છે.
આ જીવ-જાતિને તે એક જ જન્મ માં મોક્ષ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE