Jun 23, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-200


આ પ્રકારની સ્થિતિ છે,છતાં તમે કર્મ-રૂપી બીજ વિના કેવળ બ્રહ્મ-પદથી જ જીવ-માત્ર ની ઉત્પત્તિ કહી છે,
તેનું શું કારણ? તમારા મત પ્રમાણે જો તેમ જ થતું હોય તો પછી,ઉપર પ્રમાણે જગતમાં થતી
જીવ અને અવિનાભાવિતા (પરસ્પરમાંથી એક બીજાની ઉત્પત્તિ થાય છે) નો તમે તિરસ્કાર કર્યો કહેવાય.
વળી,માયા-સબળ-બ્રહ્મમાં આકાશ વગેરે સ્થૂળ દેહ-રૂપી ફળ છે તથા બ્રહ્મા-વગેરેમાં જે ભોગની સામગ્રી-રૂપી
જે સ્વર્ગ-રૂપી ફળ પ્રસિદ્ધ છે,તે પણ ધોવાઈ જાય (ખોટું પડે)
જો કર્મ નિષ્ફળ હોય તો,કર્મ કરવામાં નર્ક વગેરે નો જે ભય છે તેના અભાવ થી અને
મત્સ્ય-ન્યાય (મોટી માછલી નાની માછલીને ગળી જાય છે) થી લોક નો નાશ થાય છે-એમ કહેવાય.
માટે,હે,પ્રભુ,કર્મ ફળ-રૂપ થાય છે કે નહિ? તે યથાર્થ રીતે કહો અને મારા મન નો આ શંશય મટાડો.
વશિષ્ઠ કહે છે કે-હે રામ,આ તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો.તમને જ્ઞાન નો ઉદય થાય એવો હું ઉત્તર આપું છું.
“ક્રિયા (કર્મ) માં કુશળ-પણા ના અનુસંધાન થી,મનુષ્ય ના “મન”નો જે વિકાસ છે-તે જ કર્મ નું “બીજ” છે.
અને તે બીજ ને જ “ફળ” થાય છે”
સૃષ્ટિના આદિમાં જયારે પરમાત્મા ના પદથી “મન” ઉત્પન્ન થયું,ત્યારે જ જીવ નું “કર્મ” ઉત્પન્ન થયું અને
જીવ ની પૂર્વની વાસના અનુસાર તે “દેહ-ભાવે” થયો.
જેમ પુષ્પ અને તેની સુગંધ માં કોઈ ભેદ નથી-તેમ કર્મ અને મન માં કોઈ ભેદ નથી.
આ જગતમાં ક્રિયા ની સ્ફુરણા થવી તેને “કર્મ” કહે છે.
પ્રથમ મન-રૂપી દેહ છે,તેમાં કર્મ ના ધર્મ છે,માટે મન એ જ કર્મ છે.
એવો કોઈ પર્વત-આકાશ-સમુદ્ર કે એવું બીજું કોઈ સ્થાન નથી,કે જેમાં કર્મ-ફળ નથી.
આ જન્મમાં કે પૂર્વ-જન્મમાં કરેલ કર્મ ફળ-રૂપે થાય છે,કારણકે કર્મ નો ઉદ્યમ કદી નિષ્ફળ જતો નથી.
જેવી રીતે કાજળમાંથી કાળાશ નો ક્ષય થવાથી,કાજળનો ક્ષય થાય છે,
તેવી રીતે,સ્પંદાત્મક (સ્પંદન થવાથી થતું) કર્મના ક્ષય થવાથી “મન નો” નાશ થાય છે.
અને મન નો નાશ એ જ “અકર્મતા” છે.આ પ્રમાણે “અકર્મ-પણું” એ મુક્તને પ્રાપ્ત થાય છે.અમુક્તને નહિ.
જેમ,અગ્નિ અને ઉષ્ણતા એ સાથે જ રહે છે,તેમ,મન અને કર્મ સાથે જ રહે છે.
એ બંને માંથી એક નો નાશ થાય તો બંને નો નાશ થાય છે.
હે,રામ,મન સદા સ્ફુરણ-વિલાસ ને પામીને વિહિત તથા નિષિદ્ધ કર્મ કરીને પાપ-પુણ્ય કે ધર્મ-અધર્મના
પરિણામ ને પામે છે.ત્યાર પછી,પાછું,મન થી થયેલ કર્મ, એ શુભ-અશુભ ફળ ના ભોગ ને અનુકૂળ એવા
સ્ફુરણ ને પામીને ચિત્ત-રૂપે (મન-રૂપે) જ પરિણામ પામે છે.
આમ “ચિત્ત(મન) અને કર્મ” એ બે “ધર્મ અને કર્મ” એવા નામથી આ લોકમાં કહેવાય છે.
(૯૬) મન ના સ્વરૂપ નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,મન એ “ભાવના-માત્ર’ છે.ભાવના એ સ્ફુરણ-ધર્મ-વાળી છે.
“સ્ફુરણ” એ “ક્રિયા-રૂપ” છે,અને ક્રિયાના સ્ફુરણ થી સર્વ ને ફળ મળે છે.
રામ કહે છે કે-મન કે જે-જડ છતાં અજડ આકૃતિ વાળું છે,એનું સંકલ્પ-સ્વરૂપ વિસ્તારથી કહો.
વશિષ્ઠ કહે છે કે-અનંત અને સર્વ-શક્તિમાન “માયા-સબળ-આત્મ-તત્વ (બ્રહ્મ)” નું “સંકલ્પ-શક્તિ” વડે,
રચેલું જે રૂપ છે –તેને જ “મન” કહે છે.
મનુષ્ય ના મનમાં સંકલ્પ-વિકલ્પ થી (અમુક વસ્તુ આમ હશે કે તેમ હશે-તે સંકલ્પ-વિકલ્પ)
જે બે પક્ષ આવે છે –તે જ “મન” નું રૂપ છે.
આત્મા ચૈતન્ય-પણાથી સર્વદા પ્રકાશ આપે છે,તો પણ તેને “હું જાણતો નથી-હું કર્તા નથી છતાં હું કરું છું”
એવો જેને લીધે નિશ્ચય થાય છે-તે મન નું રૂપ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE