Jun 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-201


જેમ,ગુણ વિના ગુણ નો સંભવ નથી,તેમ,સંકલ્પ-વિકલ્પ-રૂપ કર્મ શક્તિ વિના મન નો સંભવ નથી.
જેમ,અગ્નિ અને ઉષ્ણતા ની સત્તા ભિન્ન નથી,તેમ કર્મ તથા મન અને જીવ તથા મનની સત્તા ભિન્ન નથી.
આ આખું ય જગત એ મન-વડે (મનથી) વ્યાપ્ત છે.
અને એ જગત,દ્વૈત-રૂપ છે,માયા-મય છે,નિષ્કારણ છે,સ્થિતિ વિનાનું છે,અને વાસના થી થતી કલ્પના થી
વ્યાપેલ છે.જે મનુષ્ય વાસનાનું જેવી રીતે આરોપણ કરે છે,તે વાસના તેવી રીતે તેને ફળ આપે છે.
આ “વાસના-રૂપી-વૃક્ષ” ને “કર્મ-રૂપી-બીજ” છે.મનના સ્ફુરણ-રૂપી “શરીર” છે.
અનેક પ્રકાર ની ક્રિયા એ "શાખા" છે,ને તેમાં વિચિત્ર-એવું “ફળ” રહેલું છે.
મન જેવું અનુસંધાન કરે છે,તેવી રીતે કર્મેન્દ્રિયો પ્રવૃત્તિ (કર્મ કે ક્રિયા) કરે છે,માટે કર્મ એ જ મન છે.
મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત,કર્મ,કલ્પના,સંસૃતિ,વાસના,વિદ્યા,પ્રયત્ન,સ્મૃતિ,ઇન્દ્રિય,પ્રકૃતિ,માયા અને ક્રિયા-
આવા શબ્દો ની વિચિત્ર ઉક્તિ –એ “બ્રહ્મ” માં “સંસાર ના ભ્રમ”  ના  “હેતુ રૂપ” છે.
કાક-તાલીય-યોગ થી (અકસ્માત થી) ચૈતન્ય ને જયારે “બાહ્ય-કલ્પના-પણું” પ્રાપ્ત થાય છે,
ત્યારે “પર્યાય”  (સરખા-પણા) થી તેનાં “મન-બુદ્ધિ-વગેરે” (ભ્રમ-રૂપી) નામ પડે છે.
રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,પર-સંવિત (પર-બ્રહ્મ) ની –આવી,વિચિત્ર અર્થ ની કલ્પના વાળી –
મન-બુદ્ધિ વગેરે-રૂપી  “પર્યાય-વૃત્તિ” (સરખામણી કરવાની વૃત્તિ)  રૂઢિમાં (માન્યતાઓમાં) કેમ આવી?
વશિષ્ઠ કહે છે કે-પરસંવિત (પરબ્રહ્મ) જયારે અવિદ્યા(માયા) ના કારણે,કલંક-પણા ને પામી,
સંકલ્પ-વિકલ્પ-રૂપે અનેક પ્રકારે થાય છે-ત્યારે તેને “મન” કહે છે.
સંકલ્પ-વિકલ્પ થયા પછી કે થયા પહેલાં-એક વસ્તુ નો નિશ્ચય કરી તે પરસંવિત,
જયારે સ્થિરપણે રહે છે,ત્યારે,તેને “બુદ્ધિ” કહે છે.
દેહ વગેરે મિથ્યા પદાર્થમાં અભિમાન કરી,જયારે પોતાનીજ સત્તાની કલ્પના કરે છે,
ત્યારે તેને “અહંકાર” કહે છે.અને તેથી સંસારમાં બંધન થાય છે.
જયારે તે સંવિત,એક વિષય નો ત્યાગ કરી બીજા વિષયનું સ્મરણ કરે છે,તથા,
પૂર્વાપર (પહેલાના) વિચાર નો ત્યાગ કરે છે-ત્યારે તેને “ચિત્ત” કહે છે.
સ્ફુરણ થવું એ સંવિત નો ધર્મ છે,એટલે તે અસત્ સ્ફુરણા ને લીધે જયારે કર્તા ના શરીર ને થતા
શરીર ના અવયવો ને દેશાંતર નો સંયોગ (સ્થળાંતર)કરાવે ત્યારે તે સંવિત ને “કર્મ” કહે છે.
એક ઘન-રૂપ પરમાત્મ-સ્વરૂપ ના નિશ્ચય નો અકસ્માત ત્યાગ કરી,જયારે તે સંવિત,ઈચ્છા પ્રમાણે,
અન્ય વસ્તુની કલ્પના કરે છે ત્યારે તેને “કલ્પના” કહે છે.
અમુક પદાર્થ પહેલાં જોયેલ છે કે નથી જોયેલ-એવી રીતે સ્મરણથી નિશ્ચય કરી,જયારે તે
કોઈ ચેષ્ટા કરે છે ત્યારે તેને “સંસૃતિ” કહે છે.
પ્રથમ અનુભવ કરેલ પદાર્થ ની શક્તિ જયારે આકાશની પેઠે,શૂન્ય પદાર્થમાં કોઈ પણ ચેષ્ટા વિના
સૂક્ષ્મ-સ્વરૂપે રહે છે ત્યારે તેને “વાસના” કહે છે.
આત્મ-તત્વ (બ્રહ્મ) છે તે જ નિર્મળ છે અને પ્રપંચ (માયા) ની પ્રતિભા ત્રણ કાળમાં નથી,
તેને “વિદ્યા” (આત્મવિદ્યા) કહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE