Jul 3, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-210


સોનામાંથી જેમ આભૂષણો થાય છે તેમ આ સર્વ જગત આત્મામાંથી જ મન ની કલ્પના થી થયેલ છે.
અજ્ઞાન થી વીંટાયેલા ચિત્ત ને જીવ કહે છે.
પોતાનો ભાઈ (બંધુ) હોય પણ તેને જ્યાં સુધી (ભાઈ) બંધુ તરીકે જાણ્યો નથી ત્યાં સુધી તે અબંધુ છે.
(એટલે કે ચિત્ત ને જ્યાં સુધી આત્મ-જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે જીવ કહેવાય છે)

જેવી રીતે આકાશે શૂન્યતા પ્રગટ કરેલી છે,
તેવી રીતે ચૈતન્ય-રૂપી આત્મા એ અજ્ઞાન વડે પોતાના સંકલ્પ થી,“જીવ-પણું” પ્રગટ કરેલ છે.
એટલે જે આત્મા છે તે જ અનાત્મા ની પેઠે જગતમાં જીવ-રૂપે જણાય છે.

આમ,“મોહ” ના “નિમિત્ત-રૂપ” બંધન અને મોક્ષ-એ બંને શબ્દ નું પણ અત્યંત “અસંભવ-પણું” છે.
(એટલે કે બંધન કે મોક્ષ એ બંને શબ્દો સંભવ નથી-કે ખોટા છે-એમ કહી શકાય)
કારણકે આત્મા ને “સત્ય-પણું” હોવાથી તેને બંધન કે મોક્ષ હોઈ જ કેમ શકે?
બંધન કે જે કદી સંભવ જ નથી તેને સંભવ માની “હું બંધાયો છું” એમ માનવું –તે એક ખોટી કલ્પના છે.
તેવી રીતે મોક્ષ પણ એક કલ્પના જ છે,વાસ્તવિક રીતે બંધન કે મોક્ષ છે જ નહિ.
રામ પૂછે છે કે-હે,પ્રભુ,પહેલા કહેવામાં આવ્યું કે-મનમાં જે પ્રમાણે નિશ્ચય થાય તે પ્રમાણે થાય છે,
બીજું કશું થતું નથી,તો જે મનુષ્યે મનથી બંધન ની કલ્પના કરી,અને તેને- "કલ્પના થી “બંધન” થયું-
તો- તે બંધન નથી તેમ કેમ કહેવાય?
વશિષ્ઠ કહે છે કે-જેવી રીતે સ્વપ્નમાં થયેલી કલ્પના મિથ્યા છે,તેવી રીતે મૂર્ખ મનુષ્યને થયેલી,
બંધન ની કે મોક્ષ ની કલ્પના પણ મિથ્યા છે.તે બંને અજ્ઞાન થી જ થયેલી છે.
વાસ્તવિક રીતે બંધન કે મોક્ષ એ કંઈ પણ નથી.જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી,
દોરીમાં સર્પ ની કલ્પના થાય છે.પણ જ્ઞાન થયા પછી તેવી કલ્પના થતી નથી,
તત્વ-જ્ઞાન થયા પછી,તેવી (બંધન ની) કલ્પના ની શાંતિ થાય છે.

હે,રામ, અજ્ઞાની મનુષ્ય ને બંધન-મોક્ષ નો મોહ થાય છે પણ જ્ઞાનીને આવો મોહ થતો નથી.
પ્રથમ મનઉત્પન્ન થયું,પછી બંધન-મોક્ષ ની દૃષ્ટિ થઇ અને પછી જગત-રૂપ પ્રપંચ ની રચના થઇ.
આ બધું-જગત એ “બાળક ની આખ્યાયિકા” (બાળક ની વાત) પેઠે દૃઢ મૂળવાળી અને
સ્થિતિ ની પ્રતિષ્ઠા ને પામેલ છે.(હકીકત માં બંધન કે મોક્ષ એ છે જ નહિ)
(૧૦૧) બાળક-આખ્યાયિકા
રામ કહે છે કે-આ "બાળક ની આખ્યાયિકા"નું  વર્ણન કે જે મન ના વર્ણનનું કારણ કહેવાય છે,
તે મને ક્રમ-પૂર્વક કહો.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એક સમયે કોઈ એક મુગ્ધ બુદ્ધિવાળા બાળકે પોતાની ધાવ (ધાત્રી) ને કહ્યું કે-
વિનોદ થાય તેવી કહાણી મને કહો.
બાળક ના આવાં વચન સાંભળીને તે બાળક ના વિનોદ માટે તેની ધાત્રીએ આ કથા કહી.
ધાત્રી કહે છે કે-“અત્યંત અસત્” નામના નગરમાં ત્રણ સુંદર રાજપુત્રો રહેતા હતા.
તેઓ ધાર્મિક અને શૂરવીર હતા.વિસ્તાર વાળા તે “શૂન્ય-નગર"માં તેઓ જાણે આકાશમાં વાદળાં હોય
તેમ રહેતા હતા.તે ત્રણમાંથી બે નો જન્મ થયો નહોતો! તથા એક ગર્ભ માં જ રહેલો નહોતો!!
હવે કોઈ એક કાળે તે રાજપુત્રો ના ભાઈઓ નું મરણ થયું,તેથી તેઓ શોક ને પામ્યા.
તેથી તેઓએ નગરના મનુષ્યો પાસેથી સલાહ લઈને બીજા કોઈ ઉત્તમ નગરમાં જવાનું નક્કી કર્યું.
અને તેઓ તે પોતાના "શૂન્ય-નગર" માંથી બહાર નીકળ્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE