Jul 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-215


આ પ્રમાણે કહીને તે ઈન્દ્રજાળ કરનાર મનુષ્યે -ભ્રમ ઉત્પન્ન  કરનાર મોર-પીંછ ની મુઠ ફેરવી.
ત્યારે,થોડીવારમાં તો,જેમ,તારાથી શોભતા આકાશમાં મેઘ ચડી આવે
તેમ,તે સભામાં અશ્વ નું પાલન કરનાર,એક માણસ આવ્યો.
અને તેની સાથે જ એક સૌમ્ય અને અતિ-વેગ-વાળો ઘોડો તેને અનુસરીને આવ્યો.


તે ઘોડાની લગામ હાથમાં પકડીને તેના પાલન કરનાર મનુષ્યે કહ્યું કે-
હે,મહીપતિ,આ ઘોડો ઉચ્ચૈશ્રવા ઘોડાની જેમ,રત્નરૂપ છે.અને વેગ થી ચાલવામાં મૂર્તિમંત પવન-રૂપ છે.
અમારા રાજાએ આ ઘોડો આપને ભેટ રૂપે મોકલ્યો છે,આપ તેનો સ્વીકાર કરો.
પછી,જેમ મેઘની ગર્જના શાંત થયા પછી ચાતક પ્રાર્થના કરે છે તેમ,પેલા ઇન્દ્રજાળ કરનાર માણસે
રાજાને કહ્યું કે-હે,પ્રભુ,તમે આ સુંદર ઘોડા પર બેસીને પૃથ્વી પર વિહાર કરો.


રાજાએ જ્યાં થોડીવાર ઘોડા સામે દૃષ્ટિ કરી-તો તે ઘોડાને જોતાં,જોતજોતામાં તો તે રાજા
જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેવો સ્થિર (જડ) થઇ ગયો.
કલાકો સુધી તે રાજા પોતાના આત્મામાં ધ્યાનથી મસ્ત થયો હોય તેમ તે સિંહાસન પર બેસી રહ્યો.
અને રાજા કોઈ વિચાર કરે છે તેમ સમજીને,સભાના કોઈ પણ માણસે તે રાજાને જાગ્રત કર્યા નહિ.
વિસ્મયમાં પડેલા સર્વ સભાસદોની ચેષ્ટાઓ પણ બધ પડી ગઈ.અને સભાનો કોલાહલ શાંત થઇ ગયો.
સંદેહમાં પડેલા રાજા ના મંત્રીઓ ચિંતામાં પડી ગયા.
(૧૦૫) લવણરાજા નું મોહ થી સ્વસ્થ થવું
વશિષ્ઠ કહે છે કે- હે,રામ,થોડાક કલાક પછી રાજા જયારે જાગૃત થયા ત્યારે તેમનો દેહ કંપવા લાગ્યો
અને તે આસન પરથી તે પડી જશે તેવું તેની પાસે રહેલા મંત્રીઓને લાગ્યું
એટલે  પોતાના હાથ થી તે રાજાને પકડીને સંભાળ્યો.
થોડીવારે રાજાએ કંઈક અસ્પષ્ટ અવાજમાં પૂછ્યું કે-આ કોનો પ્રદેશ છે?તથા આ કોની સભા છે?
ત્યારે મંત્રીઓ એ કહ્યું કે-હે,દેવ આ શું?તમારી આવી સ્થિતિ જોઈ અમે અત્યંત આકુળ થયા છીએ.
મનુષ્યનું મન,તો અભેદ છે, તે છતાં,ભ્રમથી તે કોઈ પણ નિમિત્ત વિના પણ ભેદને  પામે છે.
જેવી રીતે,રાગ (આસક્તિ) ને લીધે,શરૂમાં રમણીય લાગતા અને અંતમાં રસ વગરના એવા ભોગોમાં –
મન મોહ પામે છે,તેવી રીતે તમારું મન કયા પદાર્થમાં મોહ પામ્યું છે?
તમારું મન તો-તમારા ઉદાર આચરણને લીધે અને અત્યંત વિવેકના લીધે નિર્મળ છે,
તો પછી તે મન,આ સમયે કેમ ભ્રમમાં ડૂબી ગયું છે?
જે મનુષ્યનું મન,તુચ્છ પદાર્થમાં લાગેલું હોય,અને વિષયસુખ મળવાથી આનંદ પામતું હોય કે,અને
વિષયસુખ ના મળવાથી ખેદ પામતું હોય,તેવા મનુષ્યો નું મન જ લોક્વૃત્તિમાં મોહ પામે છે.
દેહના અભિમાન વડે,અવિવેક દશામાં સંસારના જે વિષયમાં મનની વૃત્તિ ઉઠેલી હોય,તેજ
વિષયમાં મનોવૃત્તિ કરે છે,પરંતુ,હે,રાજન,તમારું મન કદી તુચ્છ પદાર્થમાં લાગ્યું નથી,વળી તે,
ધીરજવાન અને જ્ઞાનવાન છે.આમ છતાં આજે તે જ મન મોહિત થયેલું જણાય છે તે જોઈ આશ્ચર્ય થાય છે.
જે મનુષ્ય ને વિવેક નો અભ્યાસ નથી,અને જે દેશ-કાળ ને વશ થયો છે,
તેનું મન મંત્ર અને ઔષધ ને વશ થાય છે.પણ ઉદાર આચરણવાળનું મન મંત્ર ઔષધ ને વશ થતું નથી.
પરંતુ જેમ ,વંટોળ, એ મેરુ પર્વતને ધૂણાવી મૂકે
તેમ,તમે તમારા ઉદાર અને વિવેક-સંપન્ન મન ને મોહ વડે કેમ ધૂણાવી રહ્યા છો?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE