Jul 14, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-219



(૧૦૯) પુત્રના દુઃખ થી રાજાનું ચિંતામાં પડવું અને પ્રબોધ
રાજા કહે છે કે-આવી રીતે દૈવની પ્રતિકુળતાથી,નિરંતર તાપ આપનાર અને પ્રલય સમાન દુકાળની
પ્રવૃત્તિ થઇ હતી,ત્યારે કેટલાક મનુષ્યો તે દેશનો ત્યાગ કરીને બીજા દેશમાં ચાલ્યા ગયા. અને જે લોકો
ના ગયા તેમનો તે સ્થળે જ નાશ થયો.તે સમયે હું મારા ચંડાળ સસરા નો તથા દેશનો ત્યાગ કરીને
સ્ત્રી-પુત્ર વગેરે કુટુંબ ને લઈને બીજા દેશમાં જવા નીકળ્યો.
માર્ગમાં અગ્નિ,પવન અને વાઘ કે નાગ જેવા જનાવરોથી બચીને,જાણે હું રૌરવ-નર્ક માંથી બહાર નીકળ્યો હોઉં,તેમ તે દુકાળ-વાળા દેશમાંથી હું બહાર નીકળ્યો,અને એક વૃક્ષ નીચે,મેં ભયંકર અનર્થ રૂપ એવાં
છોકરાં ને મારી કાંધ પરથી હેઠાં ઉતર્યા.ત્યારે મને ઘણો થાક લાગ્યો હતો.અમે ત્યાં વિશ્રામ લીધો.
તેવે વખતે ભૂખ થી અતિ વ્યાકુળ થયેલો નાનો પુત્ર આંખમાંથી આંસુ લાવીને રાડો પાડીને કહેવા
લાગ્યો કે-મને ખાવા સારું માંસ અને પીવા માટે રુધિર આપો.
પુત્રના સ્નેહના મૂઢ-પણા ને લીધે અને દુઃખના અતિભાર થી મેં પુત્રને કહ્યું કે-મારું માંસ પકવીને ખા.
તે પુત્રની આપત્તિ જોઈને અને સર્વનું દુઃખ મટાડવા માટે-સ્નેહ અને કરુણામાં હું મોહ પામ્યો હતો અને
તે પુત્ર માટે મેં મરવાનો અંતઃકરણમાં નિશ્ચય કર્યો.તે સમયે વનમાંથી લાકડાં ભેગા કરીને મેં ચિતા રચી,
અને તે ચિતામાં હું મારો દેહ નાખું –તેટલામાં તો આ સિંહાસન પર હું ચલાયમાન થયો અને
તમારા જયજયકાર થી હું જાગ્રત થયો.આવી રીતે ઇન્દ્રજાળ કરનાર આ મનુષ્યે-
અજ્ઞાન થી જેવી દશા જીવની થાય છે,તેવી ઘણી દશા-વાળો મને મોહ પમાડ્યો.
વશિષ્ઠ કહે છેકે-આવી રીતે લવણ રાજા પોતાની સભામાં પોતાની વાત કહે છે-એટલી વારમાં તો,
પેલો ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ત્યાંથી અદશ્ય થઇ ગયો.ત્યારે સભાસદો એ રાજા ને કહ્યું કે-
હે,દેવ,આ ઇન્દ્રજાળ કરનાર એ કોઈ મનુષ્ય નહોતો,કારણકે તેને ધન ની ઈચ્છા નહોતી.
પણ આ સર્વ એ સંસાર-સ્થિતિ નો બોધ કરનારી કોઈ દૈવી-માયા છે તેમ સમજો.
આ માયામાં –સંસાર એ મન ના વિલાસ-રૂપ છે,એમ નિશ્ચય થાય છે.
સર્વ-શક્તિમાન વિષ્ણુ નું વિલાસ-રૂપી -જે-મન છે,તે જ જગત છે.
તે સર્વ-શક્તિમાન ની હજારો પ્રકાર ની વિચિત્ર શક્તિ છે,તેથી વિવેક-વાળું મન પણ તે માયા વડે મોહ પામે છે.
મન ને મોહ પમાડનારી આ સર્વ માયા ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ની ઈચ્છા થી થયેલી નથી,
કારણકે ઇન્દ્રજાળ કરનાર સર્વ મનુષ્યો પોતે ધન મેળવાની ઇચ્છાથી જ ચેષ્ટા કરે છે.
પણ આ મનુષ્ય તો અંતર્ધાન થઇ ગયો –માટે તે કોણ હશે ? તેના સંદેહમાં અને સર્વ ડૂબી ગયા છીએ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ વૃતાંત જયારે લવણ-રાજાની સભામાં બન્યો ત્યારે હું હાજર હતો.
તેથી મેં તમને જે આ વાત કરી છે તે મેં મારી નજરે જોયેલી છે.
આમ,અનેક પ્રકારની કલ્પના થી જેનું અંગ વૃદ્ધિ પામ્યું છે,
એવું મન જ જગતમાં વિસ્તાર પામીને સર્વોત્કર્ષ-પણે રહ્યું છે,
માટે એ મન શાંતિ પામીને પરમાત્મા-રૂપ થશે ત્યારે જ તમે પરમ પદવી ને પ્રાપ્ત થશો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE