More Labels

Aug 24, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-260


(૧૪) શુક્રાચાર્ય ને તેમના પૂર્વ-દેહ નું સ્મરણ કરાવ્યું
વસિષ્ઠ કહે છે કે-કાળ અને ભૃગુ જયારે સમંગા નદીને કિનારે આવ્યા ત્યારે તેમણે એક કિનારે
બ્રાહ્મણ ને (શુક્રાચાર્ય નો નવો જન્મ) જોયો.કે જેમનું દેહાન્તર થવાથી,તેમનો શુક્ર-ભાવ (શુક્રાચાર્ય-ભાવ)
મટી ગયો હતો,તેમની ઇન્દ્રિયો શાંત થઇ હતી અને તેમણે સમાધિ લગાવી હતી,
તેમનો મન-રૂપી મૃગ ચંચળ નહોતો તથા ઘણા દિવસના શ્રમની શાંતિ માટે તેમણે લાંબા સમય થી,
વિશ્રાંતિ લીધી હતી.અનંત-જગત-રૂપી આવર્ત (ફરી ફરી આવવું-તે)માં બહુ લાંબા સમય ફરવાથી.
અતિ ભ્રમિત થયેલા ચક્ર ની જેમ,તે નિશ્ચલ-પણાને પામ્યા હતા.એમ,તેમની એકાંત માં સ્થિતિ હતી.
તેમની ચેષ્ટાઓ શાંત થવાથી,ચિત્તનો સંભ્રમ તથા સંગ-વિરામ પામ્યો હતો.તે નિર્વિકલ્પ સમાધિમાં
રહ્યા હતા.અને સુખ-દુઃખ વગેરે દ્વંદ-વૃત્તિ માંથી વિરામ પામ્યા હતા.અને પોતાની શીતળ બુદ્ધિથી,
અખિલ લોક ની ગતિને જાણે હસતા હોય –તેવા તે જણાતા હતા.
તેમણે પ્રવૃત્તિ-માત્રનો તેમ જ પ્રવૃત્તિ ના ફળનો પણ ત્યાગ કર્યો હતો અને કલ્પનાના સમૂહનો નાશ કરીને આત્મ-સુખમાં આલંબન કર્યું હતું.અને આત્મ-પદ માં વિશ્રાંતિ લીધી હતી.
સંકલ્પ-વિકલ્પ થી રહિત બોધ-વાળી અને ધીરજવાન એવી- તેમની બુદ્ધિ થઇ હતી.
આવી સ્થિતિ-વાળા પોતાના પુત્ર શુક્રાચાર્યને (નવા જન્મના શુક્રાચાર્યને) ભૃગુ-ઋષિએ ત્યાં જોયા,
એટલે કાળે ભૃગુ ને કહ્યું –કે-આ જ તમારો પુત્ર છે.અને પછી,કાળે-શુક્ર ને કહ્યું કે-જાગ્રત થાઓ.
એટલે શુક્રાચાર્ય સમાધિમાંથી વિરામ પામ્યા.અને તેમણે નેત્ર ઉઘાડીને જોયું.
ઉભા થઈને તેમણે બંને (કાળ અને ભૃગુ) ને દંડવત પ્રણામ કર્યા.
અને પરસ્પર યોગ્ય સત્કાર કરીને એક શિલા પર તે ત્રણે બેઠા.
ત્યાર બાદ તે બ્રાહ્મણે (શુક્રાચાર્યે) બંને ને પૂછ્યું કે-તમારાં દર્શન થી મને અતિ આનંદ થયો છે,
અત્યંત તેજસ્વી એવા આપ કોણ છે?
વસિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી,પોતાના પુત્રનાં એવાં વચન સાંભળી,ભૃગુ-ઋષિએ કહ્યું કે-
તમે તમારા આત્મા નું સ્મરણ કરો.કારણકે તમે જ્ઞાની છો.અજ્ઞાની નથી.
અને આમ કહી ભૃગુ-ઋષિએ જયારે તેમની જન્માંતર ની દશાનો બોધ આપ્યો,ત્યારે શુક્રાચાર્યે,
મુહૂર્ત-માત્રમાં ધ્યાન કરી,દિવ્ય-દૃષ્ટિ થી વિચાર કર્યો.પોતાની જન્માંતર ની દશાનું તેમને ભાન થયું,
અને આશ્ચર્ય પામેલા શુક્રાચાર્ય કહેવા લાગ્યા કે-
“કર્મ-ફળ ની વ્યવસ્થા ના હેતુ-રૂપ” એવી “પરમાત્મા ની માયા-શક્તિ”નો
આરંભ કોઈના જાણવામાં આવતો નથી.
અને તે (માયા) સર્વ થી “ઉત્કર્ષ-પણે” રહેલ છે.બ્રહ્માંડ-પર્યંત,આ જગત નું ચક્ર તેને આધીન રહેલું છે.
મારા અનેક જન્મ થઇ ગયા પણ તે  મારા જાણવામાં આવ્યા નથી.

મેં,પ્રલય જેવાં મરણ,મૂર્છા,દુઃખ તથા મોહ-વગેરે અનુભવ્યાં છે.
જેમાં “કઠિન-ક્રોધ રહલો છે”તેવા કેટલાક વૈભવ મેં જોયા છે,અને
દ્રવ્ય સંપાદન કરવામાં કેટલાક ભ્રમ પણ મને થયા છે.
એવું કંઈ પણ નથી કે-જે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ માં
મેં ના ભોગવ્યું હોય,ના કરેલું હોય, કે ના જોયેલું હોય.
પણ હવે સત્ય જાણવાની વસ્તુ પણ મેં જાણી લીધી છે,
સત્ય જોવાની વસ્તુ મેં જોઈ લીધી છે-તેથી હું વિશ્રાંતિ પામ્યો છું,અને મારો ભ્રમ-માત્ર મટી ગયો છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE