Aug 1, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-237


રામ કહે છે કે-હવે આ બ્રહ્મ નું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું.તો પણ આ સર્ગ (દૃશ્ય જગત)
જોવામાં આવે છે-તેનું શું કારણ? તે મને ફરીથી કહો.
વશિષ્ઠ કહે છે કે-પરમ-તત્વ એ શાંત પરમ-પદ માં આ જ પ્રમાણે રહેલું છે.અને તેમાં સર્ગ-અસર્ગનું
કોઈ નામ પણ નથી,જેમ મહાસાગરમાં જળ છે –તેમ,પરમેશ્વરમાં સર્ગ રહેલો છે.
જો કે તે મહાસાગરના જળમાં “દ્રવ-પણું” હોવાથી તેમાં “સ્પંદન-ધર્મ” છે,
પણ,પરમાત્મા નું પદ એ “સ્પંદ-રહિત” છે.
સૂર્ય-વગેરે પોતાનામાં પ્રકાશ પામે છે પણ પરમ-પદ ને પ્રકાશ કરતા નથી.
પ્રકાશ થવો તે સૂર્ય-વગેરે નું “તત્વ” છે,પણ,પરમ-પદ તો પ્રકાશ ની “ક્રિયા” થી રહિત છે.
જેવી રીતે સમુદ્રમાં ઉંચા-પણું તથા નીચા-પણું નથી,પણ જળ-માત્ર જ સ્ફૂરે છે,
તેવી રીતે પરમાત્મા માં તત્વ-પરાયણ આ જગત,અનેક પ્રકારે સ્ફૂરે છે.
એટલે,જ્યાં સુધી જ્ઞાન પરિપક્વ ના થયું હોય ત્યાં સુધી જ સર્ગ (જગત) જોવામાં આવે છે,પણ,
સંપૂર્ણ જ્ઞાન થયા પછી,તે સર્ગ એ શાશ્વત બ્રહ્મ-સ્વ-રૂપે જ જણાય છે.
આથી,આમ,આ સર્ગ છે તે –બ્રહ્મ ની સંજ્ઞા છે-એવો વિદ્વાનો નો નિશ્ચય છે,
ચિત્ત થી સર્ગ જોવામાં આવે છે,અને ચિત્તથી,સર્ગ નો ક્ષય જોવામાં આવે છે.
જેમ,વીંટી વગેરેનો ભ્રમ સુવર્ણમાં શાંત થાય છે,તેમ સર્ગ નો ભ્રમ પરમાત્મા ના શાંત પદ માં નાશ પામે છે.
ચિત્તની શાંતિ થવાથી સર્ગ જો સત્ય હોય તો પણ અસત્ય જણાય છે,અને ચિત્તનો ઉદય થવાથી
અસત્ વસ્તુમાં પણ સત્ ની ભાવના થાય છે.
અહંતા થી યુક્ત ચિત્ત ના સંવેદન વડે,સર્ગ ના સંભ્રમ ને લીધે ભ્રમણ થાય છે,તો,
અસંવેદન થી પરમ શાંત-પદ જણાય છે,પણ તે જડ-પણું નથી તેમ તમે સમજો.
જેવી રીતે,કારીગર (કુંભાર) ની દ્રષ્ટિએ--પુરુષની ચતુરતા અને તેની ચતુરતા ના કર્મની ક્રિયા-વાળી,
માટીની સેના—એ બંને માટી-રૂપ જ છે,
તેવી રીતે,જ્ઞાન ની દૃષ્ટિએ અનેક પ્રકારે દેખાતો આ સર્ગ  એ શિવ-રૂપ (પરમાત્મા-રૂપ) જ છે.
આ પ્રમાણે ઉત્પત્તિ અને નાશ થી રહિત તથા મધ્યમાં દોષથી રહિત-આ જગત પર-બ્રહ્મ-રૂપ જ છે.
અને પૂર્ણ-સ્વ-રૂપમાં પૂર્ણ-પણે રહેલું છે.એટેલે દેખાતો આ સર્ગ બ્રહ્મ-રૂપ અને બ્રહ્મ માં જ રહેલો છે.
જેમ આકાશ એ આકાશમાં વિશ્રાંતિ પામે છે,તેમ,શાંત અને શિવ-રૂપ-પરમ-પદ (પરમાત્મા) માં ,
આ જગત વિશ્રાંતિ પામ્યું છે.
જેમ,નવ યોજન ના વિસ્તાર-વાળા નગરનું અરીસામાં પ્રતિબિંબ પડે,તો-તેમાં દૂર કે અદૂર પણું કંઈ નથી,
તેમ,પરમાત્મા માં દૂર કે સમીપ-પણાનો કોઈ ક્રમ નથી.

અભેદ-રૂપે જોવાથી,આ વિશ્વ (જગત-કે સર્ગ) એ સત્-રૂપ અને ભેદ-રૂપે જોવાથી તે અસત્-રૂપ જણાય છે.
આમ,આ સર્ગ (જગત) એ,અરીસામાં પ્રતિબિમ્બિત નગર જેવો,મૃગજળ જેવો,અને બે ચંદ્ર ના ભ્રમ જેવો છે,
તો તેમાં સત્યતા ક્યાંથી હોઈ શકે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE