Aug 3, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-239


બીજા દિવસે,સવારે સભામાં તેણે મને પ્રશ્ન કર્યો કે-હે,મુનિ,મેં જે બાબત સ્વપ્નમાં જોયેલી હતી તે મારી
પ્રત્યક્ષ જોવામાં આવી,તેથી મને ઘણું વિસ્મય થયું છે. ત્યારે મેં તેના હૃદયના સંશય નો નાશ કર્યો.
હે,રામચંદ્રજી,આમ અવિદ્યા જ મોટા ભ્રમને કરનારી છે,અસત્ વસ્તુને સત્ અને સત્ વસ્તુને અસત્ કરે છે.

રામ કહે છે કે-હે,બ્રહ્મન,એ પ્રમાણે સ્વપ્નમાં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી,
તેનું શું કારણ? તે મને કહો.કારણકે આ સંશય મારા મનમાંથી પણ મટતો નથી.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,અવિદ્યામાં સર્વ વસ્તુનો સંભવ છે. સ્વપ્ન માં અવિદ્યા ને લીધે ઘટમાં પણ પટ (વસ્ત્ર) ની બુદ્ધિ થાય છે. અવિદ્યાને લીધે,અરીસામાં રહેલા પર્વત ની જેમ,દુરની વસ્તુ પણ પાસે દેખાય છે.અને
જેમ,સુખે નિંદ્રા આવવાથી જેમ લાંબી રાત્રિ એ ક્ષણવારમાં ચાલી જાય છે,
તેમ,અવિદ્યાને લીધે લાંબો વખત પણ ક્ષણવારમાં વહી જાય છે.
જેમ સ્વપ્ન માં પોતાનું મરણ થાય છે કે આકાશમાં ગમન થાય છે,
તેમ,અવિદ્યાને લીધે અસંભવ વસ્તુ સંભવિત થાય છે ના એઅસત્ય વસ્તુ સત્ય લાગે છે.

જેવી રીતે,મનુષ્ય જયારે ફૂદડી ફરે છે ત્યારે આખી પૃથ્વી ફરતી હોય તેમ દેખાય છે,
તેવી રીતે અવિદ્યાને લીધે સ્થિર વસ્તુ પણ અસ્થિર દેખાય છે ને-અચળ વસ્તુ ચલાયમાન દેખાય છે.
વાસના વાળું-ચિત્ત જેવીજેવી ભાવના કરે છે તેવો તેવો તેને અનુભવ થાય છે,અને,
તે અનુભવ (વસ્તુતઃ) સાચો પણ નથી અને ખોટો પણ નથી લાગતો.
બુદ્ધિ અવળી થવાથી,જીવ,પોતાને ઘેટાં જેવો સમજે છે તેવી જ રીતે, ઘેટો પણ સિંહ-પણું ધારણ કરે છે.
અવિદ્યા અને મોહ-એ અનંત ભ્રમને ઉત્પન્ન કરનારાં છે.
આ પ્રમાણે અવિદ્યા અને તેનાથી ઉત્પન્ન થનાર મોહ અને અહંતા –વગેરે-
મનુષ્યના "ચિત્તના-અવળા-પણા-રૂપી-ફળ-રૂપી”સંપત્તિ ના કારણ-રૂપ છે.
અને તેથી જ તે મનુષ્યો,તે વાસનાને લીધે,અકસ્માત જ મોટા મોટા વ્યવહારની કલ્પના કરે છે.
ચંડાળના સ્થાનકમાં કોઈ ચંડાળ કન્યા નો કોઈ ચંડાળ જોડે વિવાહ થયો અને તે સત્ હોય કે અસત્ હોય,
તો પણ લવણ-રાજાના મનમાં તે સાચો પ્રતીત થયો.
જે પ્રમાણે કોઈ મનુષ્યે કોઈ કામ કરેલું હોય અને તેનો તેને સંપૂર્ણ અનુભવ હોય,
તો પણ તેને કરેલી ક્રિયાનું તેને વિસ્મરણ થઇ જાય છે,
તે જ પ્રમાણે કોઈ વાર તેણે ન કરેલા તથા ન અનુભવેલા વિષય નું સ્મરણ પણ થઇ આવે છે.

સ્વપ્ન માં તો ઘણીવાર મનુષ્ય દેશાંતર માં જઈને પોતે ભોજન ના કર્યું હોય તો પણ,
“મેં ત્યાં ભોજન કર્યું છે” એવું  ચિત્તમાં જાણે છે.
જેમ સ્વપ્નમાં પ્રાચીન કથા જોવામાં આવે છે,
તેમ લવણ-રાજાને પ્રતિભાસથી તે વૃત્તાંત અનુભવમાં આવ્યો છે.
અને રાજાએ સ્વપ્ન માં જે વિભ્રમ જોયો હતો -તે જ વિભ્રમ,ગાઢ વનમાં રહેલા ચંડાળ ના ચિત્તમાં પ્રાપ્ત થયો.એટલે કે-લવણ-રાજાના મન ની કલ્પનાઓનો,તે ગાઢ વનમાં રહેલા ચંડાળના ચિત્તમાં ઉદય થયો.
જે પ્રમાણે ઘણાં માણસોનાં નામ,તેમનાં વચન,તથા તેમણે પોતાના મનથી કરેલી કલ્પના- એ બધું,
કોઈ સમયે,શબ્દ તથા અર્થ થી મળતું આવે છે,
તે,પ્રમાણે,સ્વપ્નમાં જુદાજુદા માણસોએ જોયેલાં,કાળ,દેશ તથા ક્રિયા મળતાં આવે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE