Sep 6, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-273


જો કે જાગ્રત અને સ્વપ્નની-એ બંને અવસ્થાઓના અનુભવમાં અપરોક્ષ-પણું સરખું જ છે,
તો પણ જેના અનુભવમાં સ્થિરપણાની કલ્પના કરી લેવામાં આવે છે તેને જાગ્રત -માની લેવામાં આવે છે.

હવે સુષુપ્તિ આદિ ની પધ્ધતિ કહું છું તે સાંભળો.
કાયિક,માનસિક અને વાચિક -એ ત્રણે જાતના વિક્ષેપો -હોય ત્યારે તે "જાગ્રત" કહેવાય છે,અને જયારે,
કાયિક-વાચિક વિક્ષેપ મટી જઈ -કેવળ-માનસિક-વિક્ષેપ પ્રવર્તે ત્યારે તે -"સ્વપ્ન" કહેવાય છે.
"માનસિક-વિક્ષેપ" પણ મટી જતાં -"જીવન-તત્વ" શાંત અને સ્વસ્થ-પણાથી રહે -તે "સુષુપ્તિ" કહેવાય છે.

જેમ વાયુ-વિહીન ઘરમાં રહેલો દીવો,ચલન રહિત થઇ ,માત્ર પ્રકાશ આપવાનું જ કામ કરે છે તેમ,
સુષુપ્તિમાં હૃદયાકાશ માં રહેલું "જીવન-તત્વ"
એ "સમતાને પ્રાપ્ત થયેલ-પ્રાણવાયુથી" ક્ષોભ ના-પામતાં-
વિક્ષેપ-રહિત થઈને માત્ર "પ્રકાશ" જ કરે છે.

આ સ્થિતિમાં રહેલું "જીવન-તત્વ" નાડીઓમાં પ્રસરતું નથી-તેથી તે સમયે "સ્વપ્ન" થતું નથી-
એજ રીતે તે નેત્ર-વગેરે છિદ્રોમાં પણ પ્રસરતું નથી તેથી "જાગ્રત-અવસ્થા" પણ થતી નથી.

તલમાં રહેલ તેલ ની પેઠે,તે "જીવન-તત્વ" સુષુપ્તિ-દશામાં અંદર જ સ્ફૂરે છે,
જો કે-એ "સુષુપ્તિ-દશામાં" જીવન-તત્વ અને બ્રહ્મ નો "અભેદ" થઇ જતો નથી,પણ,
એ "જીવન-તત્વ" નામનો "બ્રહ્મ નો અંશ" ઘણી ખરી "ઉપાધિ નો લય" થવાને લીધે-
માત્ર "પ્રકાશ" કરવા-રૂપ સ્થિતિ ને પ્રાપ્ત થાય છે (વાયુ વગરના પ્રદેશમાં રહેલ દીવાની જેમ)

ચિત્તમાંથી સઘળા વ્યવહારો નો અંત થાય -અને-
જયારે- શાસ્ત્ર દ્વારા "સર્વમાં ચૈતન્ય ની એકતા" જાણી લે (સર્વ બ્રહ્મ-મય છે-સર્વ માં બ્રહ્મ નો વાસ છે)
તથા -વિચાર તથા એકાગ્રતા-આદિ પ્રયત્નો થી,"સ્વ-રૂપ નો સાક્ષાત્કાર" થાય-ત્યારે-
જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિમાં -વ્યવહાર કરવા છતાં,પણ "તુરીય અવસ્થા" પ્રાપ્ત થઇ કહેવાય છે.

પ્રાણવાયુઓ -"સુષુપ્તિ" માં "સામ્ય-પણું" પામે છે.
પણ તેઓ (પ્રાણવાયુઓ) જયારે "વિષમ-પણું" પામીને " જીવન-તત્વ" ને ચલાયમાન કરે છે,
ત્યારે-તે "જીવન-તત્વ" તે "તે ભોગો ને આપનારા પૂર્વ સંસ્કારો ના જાગ્રત થવાથી" -
"ચિત્ત-રૂપે" ઉદય પામે છે.
અને આમ તે ચિત્ત -ઉદય પામીને-તે "પોતાની અંદર રહેલા -વિસ્તીર્ણ જગત ની ખટપટ ને"
--"જાગ્રત અવસ્થાના ના જેવા-ઉત્પત્તિ,નાશ ના ભ્રમો -સહિત" પણ -
અન્ય-રૂપે (જુદા રૂપે) તેને (જગત ની ખટપટને) જુએ છે-કે જેને "સ્વપ્ન" કહેવાય છે.

જેમ,યોગી,બીજ માં રહેલા ઝાડને -યોગ શક્તિથી સંપૂર્ણ વિસ્તાર-વાળું જુએ છે-
તેમ,સ્વપ્ન-અવસ્થામાં  તે "જીવન-તત્વ" પોતાનામાં જ રહેલા,જગતને
જાગ્રત-અવસ્થા જેવા -સંપૂર્ણ વિસ્તાર-વાળું જુએ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE