Oct 22, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-319



'બ્રહ્મ ના એક પ્રદેશમાં માયા છે અને તે માયાથી બ્રહ્મમાં આ જગત ઉત્પન્ન થયું છે'
એવાં મારા વાક્યો નો સંદર્ભ સાંભળી તમે ભ્રાંતિમાં પડી જાઓ નહિ.કારણકે-
શિષ્ય ને શાસ્ત્રાર્થની સમજણ ના માર્ગે ચડાવવા સારું,કેટલીક કલ્પિત વાતો પણ કરવી પડે છે.
આ કલ્પિત વાતો (માયા) એ 'અ-કલ્પિત સાચો પદાર્થ' (બ્રહ્મ) સમજાવવામાં ઉપાય-રૂપ થાય છે.
એટલા માટે આ પ્રક્રિયામાં (શિષ્ય ને સમજણ આપવાની પ્રક્રિયામાં) કેટલીક કલ્પિત-વાતો ની (માયાની)
'ગરબડ' ચલાવવી પડે છે.પણ જયારે તમે સત્ય તથા અત્યંત નિર્મળ પર-બ્રહ્મ ને જાણશો ત્યારે -
તમને  માયાની કે જગત ની આ કલ્પિત વાતમાં કંઈ પણ ગરબડ-સ્વ-રૂપમાં પ્રતીત થશે નહિ.

માયા તથા જગત એ અવિદ્યમાન (હકીકતમાં ના હોવા છતાં) હોવા છતાં પણ હજી તમારા મનમાં ઘૂમ્યા કરે છે-તો તે માયા અને જગત ને ટાળી નાંખી ને તમારા મનમાં સાચી સમજણ ઠસાવવા માટે
"માયા અને જગત"નું સ્વરૂપ કહેવાની જરૂર છે,
અને તેથી તે કહેવા માટે જ મારે આ પ્રપંચ કહેવો (કરવો) પડે છે.

તમને બ્રહ્મ માં 'ભેદ'  (દ્વૈત-એટલેકે બ્રહ્મ અને માયા) હોવાની શંકા થાય છે,
પણ જ્યાં સુધી 'દ્વૈત નો અધ્યારોપ' (અદ્વૈત પર દ્વૈત નું આરોપણ)
ના સમજાયો હોય ત્યાં સુધી તેનો અપવાદ સમજાતો નથી-
માટે તે અધ્યારોપ કરવાને માટે જ -
બ્રહ્મ માં માયા તથા જગત હોવા વિષેનો 'વાક્ય-રૂપ-પ્રપંચ' મેં ઉઠાવેલો (બતાવ્યો કે કહ્યો) છે.
(નોંધ-કેટલી સરળતા થી સ્વીકાર કરેલો છે!!)

ઉપદેશ ના સમયમાં કાચા શિષ્યની પાસે પ્રક્રિયા-રૂપે આવી કલ્પિત વાતો કર્યા વિના છૂટકો જ નથી.
જો કે વિદ્વાનો ની દ્રષ્ટિથી "માયા કે જગત" -એ કંઈ છે જ નહિ
આત્મામાં માયા,વાસના કર્મ કે કલ્પના કંઈ છે જ નહિ.અને અત્યંત શુદ્ધ જે પર-બ્રહ્મ છે તે જ જગત છે"
આ વિચિત્ર-રૂપ વાળી વાત,ઘણી ઘણી યુક્તિઓથી 'સિદ્ધાંત ના સમયમાં' (પછી થી) કહેવાશે,
પણ હે,રામ,એટલે તો - હમણાં તો બ્રહ્મમાં માયા હોવાનો સ્વીકાર કરીને આગળ વાત ચલાવું છું.

માયા અને માયાથી થયેલી જગત એ બંને ખોટાં છે,છતાં પણ પરસ્પરની સહાયતાથી તેઓ બહુ જામી ગયાં છે.તેમને તોડવાનું તથા તેમને તોડવાનાં સાધનોથી  યત્ન કરવાનું-
હમણાં ચલાવેલી આ પ્રક્રિયા (માયા અને જગતને હમણાં સાચું માનવાની પ્રક્રિયા)
વિના બની શકે તેમ નથી.

હે,,રામ,પિશાચ ની સ્થિતિ નું વર્ણન આપીએ ત્યારે જ પિશાચ નો અભાવ બાળક ના મનમાં ઠસાવી શકાય છે.ખોટા પદાર્થો (માયા) ને નષ્ટ કરવામાં ખોટા ઉપાય (માયાને સાચું માનવાનો ખોટો ઉપાય) ની જ જરૂર છે.જેમ, અસ્ત્ર થી અસ્ત્ર શાંત થાય છે,મેલ થી મેલ ધોવાય છે,ઝેર થી ઝેર ઉતરી જાય છે,શત્રુ થી શત્રુ હણાય છે-તેમ,ખોટાં સાધનો થી જ ખોટી માયા ટળે છે.

જો કે 'કલ્પિત-પ્રક્રિયા-રૂપ-ઉપદેશ' પણ એક જાતનું 'માયાનું જ સ્વરૂપ' છે.
તો પણ એ માયાનું સ્વરૂપ એવું ઉત્તમ છે કે- પોતાના નાશનો (માયાનો પોતાનો) ઉદ્યમ કરાવવાની ઇચ્છાથી,જ્ઞાન ની માગણી કરે છે -કે જે જ્ઞાન સઘળા દોષો ને (માયા અને માયાથી થતા દોષોને) હરે છે.
આ જગત-રૂપે અનુભવમાં આવતી માયા,પોતાના નાશથી હર્ષ પામે તેવી છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE