Oct 25, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-322



જેમ,પવન પોતાના થી જ ભરપૂર રહેલા "આકાશ" ની અંદર પોતાની 'શક્તિ' થી જ
પોતાના એક પ્રદેશ(ભાગ) માં પોતે (જાતે) જ ચલિત થાય છે.
તેમ,સર્વ-વ્યાપક-મહા-ચૈતન્ય,પોતાની "શક્તિ" થી જ પોતાના પ્રદેશમાં પોતે જ ચલિત થાય છે.
(નોંધ-આ શક્તિ ને જ માયા તરીકે ઓળખાવવામાં આવે છે!!)

જેમ,નિશ્ચલ દીવો પોતાની શિખાની ,"ક્રિયા-શક્તિ" ને લીધે ઉંચા પ્રદેશમાં આવે છે (શિખા ઉંચી થાય છે)
તેમ,સઘળી શક્તિઓ વાળું મહા ચૈતન્ય પોતાની "માયા-શક્તિ" ને લીધે,એક પ્રદેશમાં 'જીવ-રૂપ' થાય છે.
એટલે કે ,તે મહા-ચૈતન્ય એ (કલ્પિત) વાસનાના સંબંધ ને લીધે,(તે વાસના-શક્તિથી!!)
"સ્ફૂરણ પામેલા" પોતાના એક "કલ્પિત પ્રદેશ"માં,જાણે 'જીવ-રૂપ' થયું હોય તેમ જણાય છે.

જેમ,નિરાકાર આકાશમાં કોઈ સમયે,બાળકને,તે આકાશનો જ કોઈ એક પ્રદેશ,મોતી-રૂપ થયેલો જણાય છે,
તેમ નિર્વિકાર ચૈતન્યમાં,(કલ્પિત)પ્રાચીન વાસનાઓ ઉભી થવાને સમયે,
તે મહા-ચૈતન્ય નો જ એક પ્રદેશ,જીવ-રૂપ થયેલા જેવો ભાસે છે.
પણ આ રીતે મહા-ચૈતન્ય માં કંઈક ક્ષોભ પામેલો 'જીવ-રૂપ-ભાગ' (પ્રદેશ)
એ મહા-ચૈતન્ય-મય જ છે,સ્વચ્છ છે ને મહા-ચૈતન્ય માં જ સ્ફૂરે છે.

જેમ,સોય ના નાકામાં આવેલો (નાકા ની અંદર રહેલો) સૂર્ય નો પ્રકાશ,એ મોટા વ્યાપક પ્રકાશ થી અભિન્ન છે,
છતાં પણ નાકા ની "ઉપાધિ" ને લીધે,તે પ્રકાશ ભિન્ન જેવો થઈને રહે છે,
તેમ,અવિદ્યા-રૂપી-ઉપાધિમાં આવેલો "મહા-ચૈતન્ય નો એક ભાગ-રૂપ-જીવ" એ
મહા-ચૈતન્ય થી અભિન્ન હોવા છતાં,પણ "અવિદ્યા-રૂપી ઉપાધિ" (માયા) ને લીધે ભિન્ન જેવો થઈને રહે છે.

એ મહા-ચૈતન્ય 'સર્વ-શક્તિ-વાળું' હોવાથી ક્ષણ-માત્રમાં 'જીવ-શક્તિ-રૂપે'સ્ફૂરે છે.અને
જેમ,ચંદ્ર ની કળા પોતાના સ્વભાવ-રૂપ,શીતળ-પણા ને જાગ્રત કરે છે,
તેમ,મહા-ચૈતન્ય પોતાના 'સ્વ-ભાવ-રૂપ-જીવ-શક્તિ' ને જાગ્રત કરે છે.
પરમાત્મા માંથી ઉદય પામેલી એ 'જીવ-રૂપ-ચૈતન્ય-શક્તિ' એ પોતાની સખીઓ જેવી,
'દેશ-શક્તિ,ક્રિયા-શક્તિ,કાળ-શક્તિ' ને પણ પોતાની સાથે જ ખેંચે છે.
(નોંધ-અહીં 'શક્તિ' ના  'માયા-રૂપ' નો ચમત્કાર નોંધવા યોગ્ય છે!!)

એ 'જીવ-શક્તિ' (અહીં જીવ) એ જો પોતાના ખરા સ્વરૂપ ને જાણે -તો-
'હું આદિ-અંત થી રહિત મહા ચૈતન્યમાં રહેલી છું' એમ જ સમજે,
પરંતુ,તે પોતાના ખરા સ્વ-રૂપ ને ભૂલી જઈને,કલ્પિત સ્વભાવનું ગ્રહણ કરીને
'હું આટલા પરિમિત પ્રદેશમાં જ રહું છું અને તુચ્છ છું' એમ માન્યા કરે છે.(પોતાનું બંધન કરે છે)
વાસ્તવિકતા થી 'જીવ-શક્તિ' એ સાક્ષાત-મહા-ચૈતન્ય-સ્વ-રૂપ જ છે,
છતાં,તેણે જયારે,પોતાના જીવ-રૂપને,ઉપાધિ થી (પોતાનાથી જ!!) ઘેરાયેલું માન્યું,
ત્યારે જ,નામ-રૂપ-ઇષ્ટ-અનિષ્ટ-વગેરે સર્વ કલ્પનાઓ તેને લાગુ થઇ.

પણ,મહા-ચૈતન્યમાં જે કંઈ કલ્પાયેલું છે તે સઘળું મહા-ચૈતન્ય-રૂપ જ છે.
કારણકે મહા-ચૈતન્યથી કોઈ પણ ભિન્ન-પણાની કલ્પના કરવી તે ખોટી જ છે.
જેમ, મહાસાગરમાં અનંત લહરીઓ ઉઠે પણ તે લહરીઓ મહાસાગર થી ભિન્ન હોઈ શકે નહિ,
જેમ,સોનાનાં આભૂષણો સોનાથી ભિન્ન નહિ હોવા છતાં,મન-રૂપ ની કલ્પનાને લીધે ભિન્ન માની લેવામાં આવે છે,તેમ,જીવ તથા કાળ -વગેરે સર્વ પદાર્થો બ્રહ્મ થી ભિન્ન નહિ હોવા છતાં,
તે બ્રહ્મ નું સ્વ-રૂપ ભૂલાવાથી અને,નામ-રૂપ ની કલ્પનાને લીધે,
સર્વ પદાર્થો ને બ્રહ્મ થી ભિન્ન માની લેવામાં આવે છે.(તે પદાર્થો કલ્પિત છે)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE