Nov 16, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-344

આ લોકમાં વાસનાઓથી ઘેરાયેલું જીવનું મન અનેક "શક્તિ"ઓથી ચળક્યા કરે છે,પણ વાસનાવાળો  જીવ મલિન (ગંદુ) અને ચંચળ થઈને કામના ને લીધે જાત જાતની વ્યવહારની વ્યવસ્થા (પ્રવૃત્તિ) કર્યા કરે છે.
સંકલ્પ-રૂપી જળના તરંગો કોઈ પણ રીતે નિયમિત કરી શકાતા નથી,જરાક વિષયનું સ્મરણ કરવામાં આવતાં,તે (સંકલ્પો) વધી જાય છે.અને વિષયના સ્મરણનો ત્યાગ કરવામાં આવતા તે ટૂંકા થઇ જાય છે.

હે,પુત્ર,સંકલ્પો -એ-આ જગતમાં અપ્રગટ આકારવાળા છે,તે પ્રદીપ્ત,ક્ષણભંગુર,ભ્રાંતિ આપનારા અને
જડ ની જ સ્થિતિ પામનારા છે.
જે પદાર્થ ખોટો હોય તેને ટાળવાનો ઉપાય તરત થઇ શકે છે અને તે ઉપાયથી તે ટળી પણ જાય છે,
એમાં કોઈ સંદેહ નથી,કેમકે ખોટો પદાર્થ કદી સાચો હોતો જ નથી.
જો સંકલ્પ -એ-સાચો પદાર્થ હોય તો તેને ટાળવો અશકય થઇ પડે-પણ તે સાચો નથી.અત્યંત ખોટો જ છે.
અને તેથી જ તે (સંકલ્પ) સહેલાઈ થી ટાળી શકાય  છે.

હે,પુત્ર,જો કોલસાની કાળાશ ની પેઠે-સંસાર-રૂપી મેલ સ્વાભાવિક હોય-તો તેને ધોઈ નાખવાની કોઈ મૂર્ખ જ
પ્રવૃત્તિ  કરે.(કોલસા ને ગમે તેટલો ધોવામાં આવે તો તેની કાળાશ નીકળી શકે નહિ!!)
પણ સંસાર-રૂપી મેલ -એ (કોલસા જેવો) સ્વાભાવિક નથી-પણ એતો ચોખામાં રહેલ ફોતરા જેવો છે,
આથી પુરુષ પ્રયત્ન થી તે ટળી જાય છે.પછી-ભલે ને તે મેલ અનાદિ કાળ નો જ ના હોય.
જેમ ચોખાનું ફોતરું અને ત્રાંબાની કાળાશ-એ ક્રિયા (પ્રયત્ન) થી નષ્ટ થાય છે,
તેમ,જીવનો સંસાર-રૂપી મેલ,જ્ઞાનથી નષ્ટ થઇ જાય છે.એમાં કોઈ જ જાતનો સંદેહ નથી.

એટલા માટે તું,જ્ઞાન ના અભ્યાસમાં ઉદ્યમ-વાળો થા.
ખોટા વિકલ્પોથી ઉઠેલા આ સંસારને અત્યાર સુધી જીત્યો નથી -એ બહુ મોટી ભૂલ કરી છે.
જેમ,અંધારાથી થયેલી આંધળા-પણાની ભ્રાંતિ,દીવાના પ્રકાશથી ખોટી પડી જાય છે-
તેમ,આ સંસાર-એ-"વિચાર" થી ખોટો પડી જાય છે.
હે,પુત્ર,આ સંસાર તારો નથી અને તું સંસારનો નથી.ખોટી ભ્રાંતિને તજી દે,અને ખોટા સંસારનું સ્મરણ કરવું
છોડી દે.મોટી સંપત્તિ થી ચમકતા "મારા આ ભોગ-વિલાસો સાચાં છે અને તે વિનાશ નહિ પામે"
એવો તારે મનમાં વિભ્રમ રાખવો જ નહિ.
તું,તારા વિસ્તાર પામેલા વિલાસો અને બીજું જે કંઈ પણ આ દૃશ્ય છે તે સઘળું આત્મ-તત્વ જ છે.

(૫૫) દાશૂર અને વસિષ્ઠ નો સમાગમ-અને દાશૂર-આખ્યાન ની સમાપ્તિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે મધ્ય-રાત્રિના સમયે,તે બાપ-દીકરાનું ભાષણ સાંભળીને,હું કદંબ ના ટોચ પર ઉતર્યો.ત્યારે દાશુરે મારું અર્ધ્ય-પત્ર-પુષ્પ થી મારું સ્વાગત કર્યું.દાશૂર મુનિના પુત્રને મેં પણ અનુભવના પ્રકાશ થી રમણીયતાવળી અનેક ઉત્તમ કથાઓથી પરમ બોધ આપ્યો.અને પછી હું અને દાશૂર,બ્રહ્મ-વિદ્યા સંબંધી વાતો કરવા લાગ્યા,અને વાતો કરતાં-કરતાં આખી રાત્રિ ક્યારે વીતી ગઈ તે ખબર ના રહી.
સવારે ત્યાંથી નીકળી પાછો હું સપ્તર્ષિ ના મંડળમાં પ્રવેશ કરીને સ્વસ્થ થઈને રહ્યો.

હે,રામ,દાશૂર મુનિએ કહેલી "ખોત્થ" રાજાની આખ્યાયિકા -એ જગતના પ્રતિબિંબ જેવી છે.
અને ખોટી હોવા છતાં,સાંભળનારાઓને સાચાં પાત્રો-વાળી લાગે તેવી છે.
પણ તમને બોધ આપવા અને જગતનું સ્વરૂપ સમજાવવાના વિષયમાં હું આગળ કહી ગયો છું કે-
"આ જગત દાશૂરે કહેલી રાજાની આખ્યાયિકા જેવું છે"
તમે દાશૂરે કહેલા સિદ્ધાંત ઉપર દૃષ્ટિ રાખીને -આ દૃશ્ય-પદાર્થો-રૂપી લેપને છોડી દઈને,ધીર મહાત્મા થાઓ.
કારણકે-એ લેપ તો ખોટો હોવા છતાં સાચો હોય તેવો લાગે છે.

હે,રામ,સઘળા સંકલ્પો ખોટા છે,એટલા માટે સંકલ્પોને,સંકલ્પો કરનાર મનને,અને મન ના હેતુ-રૂપ-અજ્ઞાન ને તોડી નાખીને,તમે નિર્મળ આત્મ-તત્વ ને જ જોયા કરો.એટલે પછી તમે થોડા જ કાળમાં જીવનમુક્તિને
પ્રાપ્ત થશો અને લોકોમાં પૂજ્ય થશો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE