Dec 22, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-375



હે,રામ,બીજા કોઈ પ્રકાર (ગુરૂ કે શાસ્ત્ર નું સેવન -વગેરે) થી નહિ.
પણ, માત્ર,પોતાના "વિચાર" ને લીધે જ -તે જનકરાજાને  બ્રહ્મવિદ્યા સંપૂર્ણ રીતે પ્રાપ્ત થઇ છે,

માટે જ્યાં સુધી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ના થાય -
ત્યાં સુધી પોતાના મનથી જ (તે બ્રહ્મવિદ્યા સંબંધી)  "વિચાર" કર્યા કરવો જોઈએ.
કારણકે સજ્જનના સમાગમથી -ઉદય પામેલા "વિચાર" -વડે સ્વચ્છ થયેલા હૃદયથી
-જેવું બ્રહ્મવિદ્યાનું ફળ તરત મળે છે -તેવું (તરત) ફળ શાસ્ત્રાર્થથી કે ગુરુથી પણ મળતું નથી.


(નોંધ-આગળ ૭-મા પ્રકરણમાં નીચે મુજબ જે આવી ગયું હતું-તેમાંના બીજા ક્રમનો જવાબ અહીં પૂરો થાય છે.
આ સંસારની મોટી ગરબડમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓને (જ્ઞાનથી) મોક્ષ આપે તેવા -બે -જ ઉત્તમ ક્રમ છે.
પહેલો ક્રમ એ છે કે-
ગુરુના કહ્યા પ્રમાણે ચાલવાથી (કરવાથી) ધીરે ધીરે -એક જન્મમાં કે ઘણા જન્મોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
બીજો ક્રમ  એ છે કે-
પોતાના "વિચાર" થી જ કંઈક વ્યુત્પન્ન (નિષ્ણાત કે પ્રવીણ) થયેલા ચિત્ત-વાળાઓને -
અમુક કાળે -આકાશમાંથી પડેલા ફળ ની પ્રાપ્તિ ની જેમ અચાનક જ જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય છે)


હે રામ,આમ 'વિચાર'થી તીક્ષ્ણ થયેલી 'સુબુદ્ધિ'થી જ -બ્રહ્મ-પદ મળે છે.બીજી કોઈ ક્રિયાથી નહિ.
જે,પુરુષની પાસે,તીક્ષ્ણ અને પૂર્વાપરનો વિચાર કરવામાં સમર્થતાવાળી,
"સુબુદ્ધિ-રુપી-દીવાની જ્યોત" હોય છે તેને 'અજ્ઞાન-રૂપી અંધકાર' નડતો જ નથી.


આપદાઓ-રૂપી અને પાર કરવામાં અશક્ય હોય તેવા સમુદ્રમાં પણ -
બુદ્ધિમાન પુરુષ "સુબુદ્ધિ-રૂપી-નૌકા" થી તેને પાર કરવામાં સમર્થ બને છે,
જયારે-બુદ્ધિ વિનાના મૂઢ મનુષ્યને -નાની આપદાઓ પણ કંપાયમાન કરી નાખે છે.

બુદ્ધિમાન પુરુષ -સહાય વિનાનો,શસ્ત્ર વિનાનો-હોય તો પણ કાર્યના છેડાને પહોંચે છે,જ્યાંરે,
મૂર્ખ મનુષ્ય- સહાય આદિની સંપત્તિથી છેડાને પહોંચીને પણ પાછો ભ્રષ્ટ થાય છે.

આમ,બ્રહ્મવિદ્યા ના ફળની પ્રાપ્તિ માટે,પ્રથમ શાસ્ત્રોના-સજ્જનોના સંગથી 'બુદ્ધિ'ને વધારવી જોઈએ.

બાહ્ય (ધન વગેરે ભોગોના) પદાર્થો ને મેળવવામાં જેવો પ્રયત્ન કરવામાં આવે છે -
તેવો જ પ્રયત્ન પ્રથમ બુદ્ધિને  વધારવામાં કરવો જોઈએ.
બુદ્ધિ નું મંદ-પણું,એ સઘળા દુઃખો ની પરાકાષ્ઠારૂપ છે,આપદાઓ ના મોટા ખજાના-રૂપ છે,અને
સંસારો-રૂપી વૃક્ષોના બીજ-રૂપ છે-માટે,તેનો વિનાશ કરવો જ જોઈએ.

પૃથ્વી,પાતાળ કે સ્વર્ગના રાજ્ય થી જે સુખ મળે છે તેવું સુખ મહાત્મા-પુરુષને બુદ્ધિ-રૂપી ખજાના માંથી મળે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE