Dec 23, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-376

હે,રામ,સંસાર-રૂપી ભયાનક સમુદ્રમાંથી-દાન કરવાથી,તપ કરવાથી કે તીર્થો કરવાથી પાર ઉતરાતું થી,પણ,બુદ્ધિ વડે જ પાર ઉતરાય છે.
કેટલાએક  પૃથ્વીમાં ફરનારા મનુષ્યો પણ-જો- દેવતાઓની સંપત્તિ ને પામ્યા છે-તો તે સઘળું તેમને "બુદ્ધિ-રૂપી-લતાના ફળ"થી મળ્યું  છે-એમ જ સમજવું.

જેમ,જે સિંહો,મોટામોટા મદોન્મત હાથીઓને પણ પોતાના નખથી ફાડી નાખે છે-
તેમને શિયાળવાં (શિયાળ-કે જેને ચતુર માનવામાં આવે છે-તે) પોતાની બુદ્ધિ થી જ જીતી લે છે,તેમ સામાન્ય મનુષ્યો પણ બુદ્ધિના પ્રભાવથી,રાજાઓની પદવી મેળવે છે.

બુદ્ધિમાન પુરુષને જ સ્વર્ગની તથા મોક્ષની પણ યોગ્યતા પ્રાપ્ત થયેલી જોવામાં આવે છે.
વિવેકી પુરુષને હૃદય-રૂપી-ભંડાર માં બુદ્ધિ-રૂપી-ચિંતામણિ,ઇચ્છેલું ફળ આપે છે.
જેમ,(બુદ્ધિની ચાતુરીથી) વહાણની યોજના કરી જાણનારો વહાણ વાળો મનુષ્ય સમુદ્રના પારને પામે છે પણ,
જે મનુષ્યને ની પાસે વહાણ હોવા છતાં યોજના કરી જાણતો ના હોય તે-સમુદ્ર ને પાર પામતો નથી,
તેમ,બુદ્ધિ થી યોજના કરી જાણનારો પુરુષ બુદ્ધિથી જ સંસારના પાર ને પહોંચે છે,
પણ મૂર્ખ મનુષ્ય-પોતાની પાસે બુદ્ધિ હોવા છતાં યોજના કરી જાણતો નથી,
તેથી તે સંસારના પારને પહોંચતો નથી.

જેમ સમુદ્રમાં ભમતું વહાણ યોગ્ય રસ્તે યોજવામાં આવે તો તે પાર ઉતારે છે,
અને અયોગ્ય રસ્તે યોજવામાં આવે તો-ડુબાડી દે છે,
તેમ,સંસારમાં ભમતી બુદ્ધિને  જો વિવેક અને વૈરાગ્ય આદિ-રૂપ યોગ્ય માર્ગે યોજવામાં આવે તો-
સંસારને પાર પમાડે છે -પણ જો- રાગ-દ્વેષ-વગેરે અયોગ્ય માર્ગે યોજવામાં આવે તો સંસારમાં ડૂબાડી દે છે.

જેમ,કવચ-વાળા મનુષ્યને શસ્ત્રો અડચણ કરી શકતાં નથી,
તેમ 'મોહ' વિનાના વિવેકી પુરુષને
'આશા'ઓના સમૂહોમાંથી ઉઠનારા 'રાગ-દ્વેષાદિક દોષો' અડચણ કરી શકતા નથી.
હે,રામ,જેને,પોતાની બુદ્ધિથી આ સઘળું જગત બ્રહ્મ-સ્વ-રૂપ જ જોવામાં આવે છે
તેને 'વિપત્તિઓ થી ખેદ' - કે- 'સંપત્તિઓથી આનંદ' પ્રાપ્ત થતો નથી જ.

અહંકાર-રૂપી-કાળો-પ્રચંડ-મેઘ, એ આત્મા-રૂપી-સૂર્યને ઢાંકી દેનારો છે,જડ સ્વભાવ-વાળો છે અને વિસ્તીર્ણ છે,પણ તે 'અહંકાર'ને  'બુદ્ધિ-રૂપી-વાયુ' ઉડાવી દે છે.(એટલેકે-બુદ્ધિ થી અહંકાર દૂર થાય છે)
જેમ,ફળને ઈચ્છતો ખેડૂત સૌ પ્રથમ ખેડ કરીને પૃથ્વી ને જ સારી કરે છે,
તેમ સર્વોત્તમ બ્રહ્મ-પદ ને પામવાને ઈચ્છતા પુરુષે
સૌથી પ્રથમ 'વિવેક' શીખીને -'બુદ્ધિ' ને જ નિર્મળ કરવી જોઈએ.(બુદ્ધિને સુબુદ્ધિ બનાવવી જોઈએ)

(૧૩) ચિત્તને શાંત કરવાના ઉપાયો

વસિષ્ઠ કહે છે કે- હે,રામ,જેમ જનકરાજા પોતાથી જ પોતાના આત્મા નો "વિચાર" કરીને નિર્વિઘ્ન રીતે
બ્રહ્મવેત્તા ની પદવીને પામ્યા છે,તેમ તમે પણ જો,પોતાથી જ પોતાના આત્મા નો વિચાર કરશો -
તો-તમે પણ નિર્વિઘ્ન રીતે બ્રહ્મવેત્તા ની પદવી પામશો.
જેઓ છેલ્લા જન્મ-વાળા રાજસ-સાત્વિક જાતિવાળા સમજુ (વિચારશીલ) પુરુષો હોય છે ,
તેઓ જનકરાજા ની જેમ પોતાની મેળે જ (બીજા કોઈની સહાય વિના જ) પરબ્રહ્મ ને પ્રાપ્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE