Jan 10, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-385

પૃથ્વી માં પશુ-પક્ષીઓ જેવા મૂઢ મનુષ્યો ને ઉપદેશ દેવો જ નહિ.વનમાં ઠૂંઠાની પાસે કથા વાંચવાથી શું વળે? વિષયોમાં લંપટ રહેનાર  માણસો અને પશુઓ એ બેમાં શું અંતર છે? (તે જડ જેવા છે)
પશુઓ દોરડાથી ખેંચાય છે અને વિષયી-લંપટ મનુષ્યો મન થી ખેંચાય છે.પોતાના મન-રૂપી કાદવમાં ખૂંચી ગયેલા મૂર્ખમનુષ્યો ની વિપત્તિ જોઇને તો પથ્થર ને પણ રડવું આવે.
જેમણે પોતાના મન ને જીત્યું જ ના હોય તે લોકોને ચારે બાજુથી દુઃખદાયી દશાઓ જ પ્રાપ્ત થાય છે,
માટે સમજુ માણસ તે દુઃખદાયી દશાઓને ટાળી નાખવાનું માથે લે જ નહિ.

હે,રામ,જેમણે મન ને જીત્યું હોય,તે લોકો નાં દુઃખો સહેજે ટાળી શકાય તેવાં હોય છે.
માટે તત્વવેત્તા પુરુષ તેમનાં દુઃખો ને જ ટાળવાની વૃત્તિ કરે છે.
હે,રામ મન-એ મુદ્દલે છે જ નહિ,એટલે તેને અમસ્થું અમસ્થું કલ્પો નહિ અને મન થી દુઃખી થાઓ નહિ.
જ્યાં સુધી તમે આત્મ-તત્વ ના વિસ્મરણ ને લીધે મૂઢ હતા ત્યાં સુધી તમારો મન-રૂપી સર્પ જોર કર્યા કરતો હતો,પણ હવે તો તમે સત્ય વસ્તુ ને જાણી ચુક્યા છો માટે તમે સંકલ્પ નો નાશ કરો કે જેથી મન નો નાશ થઇ જાય.

તમે જો આ દ્રશ્ય (જગત) નો આશ્રય કરતા હો તો-તમે બંધાયેલા અને મનવાળા છો,અને
જો આ દ્રશ્ય ને છોડી દેતા હો -તો-તમે મન થી રહિત છો અને મુક્ત છો.
આ માયામય સંસાર ને જો ગ્રહણ કરવામાં આવ્યો-તો તે બંધન  ને માટે જ છે અને તેને (સંસારને)  છોડી દેવામાં આવ્યો હોય તો તે મોક્ષ ને માટે જ છે.માટે હવે તમે તમારી ઈચ્છા હોય તેમ કરો.
"આ મન -આદિ કે દેહ-આદિ -વગરે કંઈ છે જ નહિ"એવો વિચાર કર્યા કરો,અને તેથી પર્વતની પેઠે સ્થિર રહો.

તમે પરમાત્મા જ છો કે જેની અંદર અનંત બ્રહ્માંડો સમાઈ જાય છે.
હે,રામ,"આ હું છું અને આ જગત છે" એવી બે-પણા-વાળી કલ્પનાઓ છોડી ડો અને
અખંડ-પણા-રૂપ -પોતાના સ્વ-ભાવમાં રહીને જ તમે અત્યંત સ્થિર થાઓ.

"તમારી દ્રષ્ટા-પણા ની સ્થિતિ" અને "જગતની દ્રષ્ટા-પણાની સ્થિતિ"
એ બંને ની મધ્યમાં-એ બંને સ્થિતિઓમાં "અનુસ્યુત" (એક) જે "અનુભવ-રૂપ સાક્ષી નો સ્વ-ભાવ" છે,
તે "સ્વ-ભાવ" માં જ તમારા આત્માની સર્વદા  સ્થિતિ છે-એમ તમે ભાવના કર્યા કરો.
એટલે કે-
"સ્વાદ લેનાર" અને "સ્વાદ લેવાના પદાર્થો" થી રહિત થઇ-પણ એ બંને માં "અનુસ્યુત" (એક) થઈને રહેલો-
જે કેવળ "અનુભવ" (સાક્ષી નો સ્વ-ભાવ) છે-તેની જ તમે ભાવના કર્યા કરો.અને નિરંતર તેમાં જ રહો.
એ અનુભવ (સાક્ષી નો સ્વ-ભાવ) જ તમારું સાચું "સ્વ-રૂપ" છે.

હે,રામ,'અનુભવ કરનાર' અને 'અનુભવ કરવાનો પદાર્થ'-એ બંને થી રહિત થઈને તે બંને માં અનુસ્યુત થઈને
રહેલો જે કેવળ નિરુપાધિક (ઉપાધિ-માયા વગરનો) અનુભવ છે-તેનો જ હૃદયમાં આશ્રય કરીને સ્થિર થાઓ.

"હું સંસારની ભાવનાથી રહિત છું,અને ત્રણે અવસ્થાઓ (જાગ્રત-વગેરે) થી રહિત છું"
એ રીતે તમે તમારા "સ્વ-રૂપ" ની ભાવના કર્યા કરો અને સદા "સ્વ-ભાવ" માં જ રહો.
હે,રામ, તમે જયારે પ્રમાદ ને લીધે,તમારા શુદ્ધ ચૈતન્ય-પણાને છોડી દો છો,અને ખુદ થી જ જુદા જુદા
દ્રશ્ય (જગત) નો સંકલ્પ કરો છો-ત્યારે તમે અત્યંત દુઃખ દેનારા 'મન-પણા'ને પ્રાપ્ત થાઓ છો.
આ 'મન-પણા-રૂપી' સાંકળ ને તમે 'સ્વ-રૂપ ના જ્ઞાન-રૂપી-યુક્તિ' થી તોડી નાખો,અને
તમારા 'આત્મા-રૂપી-સિંહ' ને 'મન-રૂપી-સાંકળ' થી છોડાવો.

તમે જયારે શુદ્ધ ચૈતન્ય-પણાને ત્યજી દો છો અને વિષયો પર અત્યંત ધસી પડીને સંકલ્પ કરવા લાગો છો,
ત્યારે જ તમે વિષયો ને દેખાવા લાગો છો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE