Jan 16, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-391

જીવનમુક્ત પુરુષ "પ્રાપ્ત થયેલાં સર્વ ઉચિત કાર્યો" કરતો હોય છે,શત્રુ-મિત્ર માં સમતા-વાળો હોય છે,અને "ધ્યેય" (આગળ બતાવી છે તે) નામની વાસનાનો ત્યાગ કરીને રહેલો હોય છે.તે સઘળી ચિંતાઓથી રહિત હોય છે,કોઈનું પણ અપ્રિય કરતો નથી. વિવેક-રૂપી 
આત્મપ્રકાશથી આત્મ-સ્વ-રૂપ ને જોયા કરતો હોય છે અને પ્રબોધ (જ્ઞાન) રૂપી ઉપવનમાં રહે છે.

તે સર્વથી ન્યારા પરબ્રહ્મ-રૂપી પદને અવલંબે છે.(આધાર રાખે છે) શીતળ અંતઃકરણ વાળો હોય છે,
દુઃખથી ખેદ પામતો નથી અને સુખથી પ્રસન્ન થતો નથી.તેથી તે સંસારમાં તે પીડાતો (કે દુઃખી) થતો નથી.
સઘળા શત્રુઓ માં મધ્યસ્થ રહેનારો,દયાવાળો,ચાતુરીવાળો,અને પૂજ્ય-લોકોનાં સારાં કાર્યો કરી આપનારો,
જીવનમુક્ત પુરુષ સંસારમાં પીડાતો (કે દુઃખ) પામતો નથી.

જીવનમુક્ત પુરુષ કોઈની પ્રશંસા કરતો નથી,કોઈનો દ્વેષ કરતો નથી,કોઈનો શોક કરતો નથી,કશું ઈચ્છતો નથી,થોડું બોલે છે,આવશ્યક કાર્યમાં આળસુ રહેતો નથી અને તેથી તે સંસારમાં પીડાતો (કે દુઃખ) પામતો નથી.
જીવનમુક્ત પુરુષ કોઈ પૂછે તો જ ચાલતા પ્રકરણ (તે સમયે ચાલતી વાત) વિષે યોગ્ય વાત કરે છે,
અને જો કોઈ ના પૂછે તો ઠૂંઠા ની માફક (મૂંગો) બેસી રહે છે.
તે ઉદ્યમ કરતો નથી અને ઉદ્યમ ત્યજી પણ દેતો નથી,અને તેથી તે સંસારમાં પીડાતો (કે દુઃખ) પામતો નથી.

જીવનમુક્ત પુરુષ સર્વ ને પ્રિય લાગે તેવું બોલે છે,કોઈ પણ આક્ષેપ કરે તો-તેનું ચાતુરીથી સમાધાન કરે છે.
તે સર્વ લોકો ના અભિપ્રાય ને સમજી જાય છે અને તેથી તે સંસારમાં પીડાતો નથી.
જેમ મનુષ્ય પોતાના હાથમાં રહેલા બીલાંને સ્પષ્ટ રીતે જાણે છે તેમ,જીવનમુક્ત પુરુષ -
જગત ને -"આ યોગ્ય છે અને આ યોગ્ય છે એવી  વિષમ-દ્રષ્ટિથી ઘેરાયેલું" અને
"આશાઓને લીધે દીનતા-ભરેલી ચેષ્ટાઓવાળું"  (એવું) સ્પષ્ટ રીતે જાણે છે.

પરમ-પદમાં આરૂઢ થયેલો જીવનમુક્ત પુરુષ જગતની ક્ષણ-ભંગુર સ્થિતિને -અંદર શીતળતા-વાળી બુદ્ધિથી,જાણે હસતો હોય એમ જોયા કરે છે. હે,રામ,મન ને જીતનારા ને વ્યવહારમાં રહેવા છતાં આત્માનું અનુસંધાન કર્યા કરતા (જીવનમુક્ત) મહાત્માઓનો સ્વ-ભાવ આવો હોય છે.એ મેં તમને કહી સંભળાવ્યું.

પોતાના મન ને નહિ જીતનારા ને ભોગ-રૂપી કાદવમાં ખૂંચી રહેલા મુર્ખ લોકોના સ્વભાવો તો બહુ વિચિત્ર હોય છે-માટે તે સ્વભાવો નું અમે પૂર્ણ રીતે વર્ણન કરી શકીએ તેમ નથી.અને તે સ્વભાવો પૂર્ણ રીતે અમારા જાણમાં પણ નથી.મુર્ખ લોકો ને ઘણું કરીને સ્ત્રીઓ ઉપર અને ધન ઉપર-વધારે પ્રેમ હોય છે.
માટે સ્ત્રીઓની અને ધન ની દુષ્ટતા વિષે હું તમને કહું છું તે તમે સાંભળો.

વિવેકના અભાવને લીધે,પૂર્વજન્મનાં પુણ્યો નો નાશ થવાને લીધે,અને ભવિષ્યનાં પુણ્યોમાં પ્રતિબંધ
આવવાને લીધે જ -મનુષ્યને -સ્ત્રીઓ રૂપાળી અને શણગારેલી લાગે છે.
ધન પણ પોતાના સંપાદનમાં,રક્ષણમાં,ખર્ચમાં,તથા નાશમાં-"અપાર પરિશ્રમ" (પરિશ્રમ નું દુઃખ) આપે છે,
તે અધર્મો ના સમૂહોને ઉત્પન્ન  કરાવે છે,કજિયા આદિ અનેક અનર્થોથી ખરાબી કરે છે,દુઃખ આપે છે અને
ચારે બાજુથી વિપત્તિઓ જ મોકલ્યા કરે છે.

મુર્ખ લોકો જે યજ્ઞ આદિ કર્મો કરે છે-તે તે કર્મો પણ સકામ જ હોય છે-તે કર્મો દંભ આદિથી તથા અનેક દુરાચારોથી ભરેલાં હોય છે-અને તેથી વારંવાર પુનર્જન્મ-વગેરેનાં સુખ-દુઃખો ભોગવ્યા કરે છે.
આ પ્રમાણે મુર્ખ લોકોના સ્વભાવો બહુ વિચિત્ર હોય છે.એટલા માટે અમે તેમનું સંપૂર્ણ વર્ણન આપી શકતા નથી.

હે,રામ,તમે "ધ્યેય" નામની વાસનાના ત્યાગથી "વિલાસ પામનારી પૂર્ણ-દ્રષ્ટિ" નો આશ્રય લો.અને
જીવનમુક્તપણાથી સ્વસ્થ રહીને લોકમાં વિહાર કરો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE