Feb 26, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-432

વિષ્ણુ ચિંતવન કરે છે-કે-હું ઉપેક્ષા ના કરતાં,જગતની સ્થિતિ ને યોગ્ય રીતે ચલાવું,તો સત્કર્મોની મર્યાદાનો ભંગ ન થતાં,કર્મોથી ચિત્ત ની શાંતિ થવાને લીધે,અનુક્રમે સઘળા જીવો ને મુક્તિ નો લાભ મળે,એટલે માટે હું ધારું છું કે-હમણાં દૈત્યો ને ઉત્તેજન આપવું,તે સારું છે.દૈત્યો ઉદ્યોગી થાય -તો દેવતાઓને રાગ-દ્વેષ-પૂર્વક સ્વર્ગ-લોકનાં સુખો જાળવવાની કાળજી રહે.
અને જો દેવતાઓને -એવી-કાળજી રહે તો-દેવતાઓનાં સુખો મેળવવાની ઇચ્છાથી મનુષ્યો યજ્ઞ સંબંધી ક્રિયાઓ કરે,અને એ ક્રિયાઓ ચાલતી રહે,તો આ સંસારની સ્થિતિ બરાબર ચાલ્યા કરે.અને કદી એ સ્થિતિ નો ક્રમ ફરે નહિ.

જેમ,વસંત-ઋતુ,બીજી ઋતુમાં બગડી ગયેલા ઝાડને પાછું,તેના પોતાના ક્રમ માં સ્થાપે છે,તેમ,પ્રહલાદને,પાછો હું તેના ક્રમમાં સ્થાપું.પ્રહલાદ સિવાય હું બીજા કોઈ દૈત્ય ને રાજા કરીશ,તો હું ધારું છું કે-એ રાજા દેવોને મારી નાખ્યા વગર રહેશે નહિ,પણ પ્રહલાદ નો આ જે દેહ છે-તે પવિત્ર છે-મહાત્મા નો છે-માટે તેને હાથે દેવો માર્યા જવાનો સંભવ નથી.માટે,પ્રહલાદનો આ દેહ,આ કલ્પ પૂરો થતાં સુધી જીવતો રહે તે જ યોગ્ય છે.

"પ્રહલાદે આ કલ્પ પૂરો થતાં સુધી દેહ-ધારી-પણાથી જ રહેવું" એવો દૈવ-સંબંધી નિયમ પણ થઇ ચૂક્યો છે,
એમ મારા ધારવામાં છે,માટે હું પાતાળમાં જઈને પ્રહલાદને જગાડું,અને તેને કહીશ કે-
જેમ,મણિ મનમાં ભાવના રાખ્યા વિના જ વસ્તુઓ નાં પ્રતિબિંબોને ધારણ કરે છે,
તેમ,જીવનમુક્ત લોકોની પદ્ધતિ પ્રમાણે-મનમાં રાજ્યની આસક્તિ નહિ રાખતાં,જ દૈત્યો નું રાજ્ય કરો.
કારણકે "આસક્તિ નહિ રાખતાં,સઘળો વ્યવહાર કરવો" એ જ જીવનમુક્ત લોકોની સમાધિ છે,

હું આ પ્રમાણે ગોઠવણ કરીશ,તો આ સૃષ્ટિ નો નાશ થશે નહિ,
અને દેવતાઓ-દૈત્યોનાં નાનાં-નાનાં યુધ્ધો થયા કરશે,તેથી મને પણ વિનોદ મળ્યા કરશે!!
જો કે મારે માટે તો આ સૃષ્ટિ નો ઉદય અને અસ્ત-એ બંને સમાન જ છે.તો પણ -
આ જગત જૂની પદ્ધતિ મુજબ જ ભલે ચાલ્યા કરે.મારે તે પદ્ધતિ માં ફેરફાર કરવાનું પણ શું પ્રયોજન છે?

કર્તા-ભોક્તા-પણાનો આગ્રહ નહિ હોવાને લીધે,કોઈ પણ વસ્તુના નાશથી સુખ નહિ ધરતાં,અને તે વસ્તુની સ્થિતિથી સુખ નહિ માનતાં,વ્યવહારને અનુસરતી-તે વસ્તુની ગોઠવણ કરવી-તે એક જાતની યોગ-પધ્ધતિ જ છે.હું પાતાળ માં જઈશ,અને પ્રહલાદ ને જગાડીશ,તો પણ આગ્રહથી રહિત હોવાને લીધે-હું તો સ્થિર જ રહીશ.કારણકે-હું કોઈ પામર મનુષ્યો ની માફક,આ સંસારની આવી લીલા કરતો નથી.

(૩૯) વિષ્ણુભગવાને પ્રહલાદને ઉપદેશ દીધો

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,સર્વના આત્મા,વિષ્ણુ ભગવાન,એ પ્રમાણે વિચાર કરીને,
ક્ષીર-સાગરના પોતાના સ્થાનકમાંથી પોતાના પાર્ષદો સહિત ચાલ્યા.
ક્ષીર-સાગરના તળિયામાં રહેલો,માર્ગ,કે જેમાં મોટું છિદ્ર હોવા છતાં,પણ ઈશ્વરના સંકલ્પને લીધે,
ક્ષીર-સાગરનું જળ પાતાળમાં પેસી શકતું નથી-
તે માર્ગમાં થી વિષ્ણુ ભગવન,જાણે સ્વર્ગ-લોક હોય એવા પ્રહલાદના નગરમાં પધાર્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE