Sep 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-625

સદાશિવ કહે છે કે-બ્રહ્મ-એ-વ્યવહારની દૃષ્ટિથી સર્વ-શક્તિઓ-વાળું છે અને પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી "એક-સત્તા-રૂપ" જ છે.
આવી કરવામાં આવેલી, વ્યવસ્થાથી- જ -જો-બે દૃષ્ટિ- નો સ્વીકાર કરીએ-
તો-પછી,દ્વિત્વ (બે) અને એકત્વ (એક) કે જે એક સર્વ-શક્તિ છે-તેમાં ઉઠેલી તમારી શંકા નિર્મૂળ જ છે.

સંસારના બે-પણાનો (ભેદનો) આરોપ-એ વ્યવહાર-દૃષ્ટિથી (સર્વ-શક્તિને સ્વીકારીને કે કલ્પી ને) જ
કરવામાં (કલ્પવામાં) આવે છે.અને  આ ભેદ નો નિષેધ -એ-પરમાર્થ-દૃષ્ટિ થી કરવામાં આવે હે.
તે -એક નો પણ-અભાવ છે તેથી એક-પણા તથા બે-પણાનો અભાવ છે.

"એક"-વિના (એટલે કે જો તે એક ના હોય તો) "બીજું" એ કંઈ પણ નથી,
અને તે "એક" ની વાત કરવી હોય તો "બીજું" હોય શકે નહિ
(એટલે કે બીજું ના હોય કે બીજું કલ્પવામાં ના આવે તો) તો થઇ શકતી નથી.

આ બંને (એક એટલે એકત્વ અને બીજું-એટલે કે દ્વિત્વ) પરસપરની અપેક્ષા-વાળાં હોવાથી સરખાં જ છે.
જેમ દ્વિત્વ (બે) મિથ્યા છે,તેમ એકત્વ-રૂપ-ધર્મ,પણ જો ચૈતન્ય-તત્વથી જુદો માનવામાં આવે-તો-
ચૈતન્ય ના એક-રસ-પણાનો વિરોધ થાય છે-માટે એકત્વ-પણ મિથ્યા જ છે.

આમ,જો "એક " નો જ મુદ્દલે અભાવ હોય (એટલે કે એક પણ ના હોય) તો બંને નો અભાવ છે.
"એકત્વ" વિના દ્વિત્વ" ઘટતું નથી,અને દ્વિત્વ વિના એકત્વ ઘટતું નથી.

"ઉપદેશ" આદિ વ્યવહારને માટે વ્યવહાર અને પરમાર્થ-દૃષ્ટિ નું મિશ્રણ કરવામાં આવે છે.
તો પણ (આ રીત થી) બે પ્રકારની સત્તા માનવામાં આવવાથી -
પારમાર્થિક સત્તા-વાળા-બ્રહ્મમાં,વ્યાવહારિક સત્તા-વાળા જીવ (તથા જગત-રૂપ) દ્વૈતનો કશો વિરોધ નથી.

જેમ, બીજથી માંડીને ફળ-સુધીના પદાર્થો-પોતામાં સરખી રીતે રહેલા એક દ્રવ્ય-મય જ છે,
કે જેથી તે એક દ્રવ્યમાં જ બીજ-વગેરે ની જુદા-પણાની કલ્પના થયેલી છે,
તેમ,સઘળાં કાર્ય-કારણો પોતામાં સરખી રીતે બ્રહ્મ-મય જ છે,
તેથી તે બ્રહ્મમાં જ કાર્ય-કારણ-વગેરે-રૂપ જુદા-પણાની "કલ્પના" થયેલી છે.માટે બ્રહ્મમાં કશો ભેદ છે જ નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE