Nov 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-656

(૪૩) રામની કૃતાર્થતા
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મહાદેવજીએ એ રીતે મને તત્વનો ઉપદેશ આપ્યો અને તે પ્રમાણે હું સમજ્યો.આ જગત જે રીતે રહ્યું છે તે તમે પણ સમજી ચુક્યા છો.
આ જેને આધારે જે (જગત) દેખાય છે અને જેને આધારે -તેને જોનાર જે જીવ છે-તે સઘળું મિથ્યા છે,તો-તેમાં સાચું કોને કહેવું અને ખોટું કોને કહેવું? સઘળું ખોટું જ છે.

જેમ,કોઈ પ્રબળ કલ્પના શક્તિ-વાળો કવિ (ચારણ) -એ રાજાને કલ્પ-વૃક્ષ તરીકે ઠરાવે-
તો તે રાજા,કવિના વર્ણનના ચમત્કારથી,તે વખતે પોતમાં કલ્પ-વૃક્ષનો પણ અનુભવ કરે છે-
આ દ્રષ્ટાંત થી સંસારના અનુભવનું બીજ -તે "કલ્પના" જ છે,એમ સિદ્ધ થાય છે.
જેમ,જળમાં પ્રવાહ છે,પવનમાં ગતિ છે અને આકાશ માં શૂન્ય છે-તેમ,આત્મામાં જ જગત-પણું છે.

હે રામચંદ્રજી,મહાદેવજીએ ઉપદેશ આપ્યો-તે દિવસથી માંડીને આજ દિવસ સુધી-
હું એકાગ્ર-પણે તે જ ક્રમથી આત્માનું જપૂજન કર્યા કરું છું.હું વ્યવહાર કરતો હોવા છતાં,કશો ખેદ નહિ ધરતાં,પૂજન ની એ પદ્ધતિને જ અનુસર્યો છું.વ્યવહારની પદ્ધતિ પ્રમાણે,જે જે ક્રિયાઓ તથા જે જે આચરણો આવી પડે છે-તે સર્વને પુષ્પો માનીને -તે પુષ્પોથી આત્માનું પૂજન સતત કર્યા કરું છું.
જો કે સુષુપ્તિમાં તે પૂજન દૂર થાય છે-તો પણ-સુષુપ્તિમાં રહેતી અવિદ્યાની વૃત્તિ-રૂપ પુષ્પથી પૂજન થાય છે.
તેથી મારું પૂજન કદી તૂટતું નથી.રાત-દિન ચાલ્યા જ કરે છે.

જો કે-આવી રીતનું પૂજન સઘળાં પ્રાણીઓ સતત કર્યા કરે છે-તો પણ તેઓને ફળ મળતું નથી-
તેનું કારણ એ છે કે-તેઓને તેવી (તે પ્રકારની) સમઝણ નથી.
હે રામચંદ્રજી,તમે આવી દૃષ્ટિ રાખી,આસક્તિ વગરના ચિત્તથી,આ સંસાર-રૂપ-અરણ્યમાં વિહાર કરો,
એટલે તમને કોઈ જાતની મૂંઝવણ નહિ આવે.

ધનના કે બંધુના વિયોગથી,મોટું દુઃખ આવી પડે-ત્યારે પણ આ દ્રષ્ટિનો આશ્રય કરીને વિચાર કરજો.
ધન કે બંધુઓનો ઉદય કે ક્ષય થાય-તો તેમાં-ચિત્તમાં  સુખ-દુઃખ ધરવાં નહિ-કેમકે-
સંસારના સઘળા દેખાવો નાશ પામનારા જ છે.
વિષયોની ગતિ મનને વ્યાકુળ કરનારી છે-એ તમે જાણો જ છો.વિષયો પ્રથમ આવે છે-પછી જાય છે
અને ગયા પછી -પોતાની વાસનાથી પુરુષને દુઃખી કરે છે.
પ્રેમ અને ધન-પણ એ વિષયોની જેમ અકસ્માત થયેલાં નિમિત્તથી પ્રાપ્ત થાય છે અને તેવી જ રીતે જતાં રહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE