Dec 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-704

(૬૧) જગતની સ્વપ્ન-તુલ્યતા
રામ કહે છે કે-હે મહારાજ,જેમ આપણને સ્વપ્નમાં શહેરો-ગામો-વગેરે પ્રતિત થાય છે,
તેવી રીતે,જો બ્રહ્મા-આદિને પણ પોતપોતાના દેહનો પરિગ્રહ પ્રતિત થયો હોય
તથા તેવી જ રીતે -તે બ્રહ્મા-આદિને-જો આ સઘળું જગત પ્રતિત થયું હોય,
તો તેમાં (તે જગતમાં) આપણને અત્યંત દ્રઢ સાચા-પણું કેમ પ્રતિત થાય છે?
અને તે બ્રહ્મા-આદિને કેમ થતું નથી?

જો આપ "આપણને લાંબા કાળના (જગતના) પરિચયને લીધે,ખોટામાં સાચા-પણું પ્રતિત થાય છે"
એમ કહેશો,તો,બ્રહ્મા-આદિને તો આપણા કરતાં પણ વધુ લાંબા કાળના પરિચયને લીધે,
તેમને પણ,ખોટામાં (ખોટા જગતમાં) સાચા-પણું પ્રતિત થવું જોઈએ.

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્મા-આદિ જયારે પૂર્વ-કલ્પમાં "ઉપાસક-સ્થિતિ"માં હતા,ત્યારે તેમને તત્વજ્ઞાન નહિ હોવાથી,
(તેમને) તે સમયની સૃષ્ટિ (હમણાં આપણા અનુભવમાં આવતી સૃષ્ટિની જેમ)
સઘળા જીવ-આદિ અને પદાર્થોની સહિત સત્ય જ લાગતી હતી,
પણ હવે (આ કલ્પમાં-આ સૃષ્ટિ) તત્વજ્ઞાન (થી બાધિત) થવાને લીધે મિથ્યા જ લાગે છે.

સૃષ્ટિનો,તત્વજ્ઞાનથી બાધ થયા વગરનો, લાંબા જગતનો પરિચય, જ
સૃષ્ટિ ની સત્યતાની ભ્રાંતિની દ્રઢતાનું કારણ થાય છે.
જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ -ચૈતન્યના સર્વ-વ્યાપક-પણાને લીધે,જીવ સર્વ-રૂપ થાય છે,
અને તે સંસાર સાચો લાગે છે.
બ્રહ્માને તત્વ-જ્ઞાનથી બાધિત થયેલો સ્વપ્ન જેવો આ પ્રપંચનો પ્રતિભાસ ઉઠેલો છે,
તે પ્રતિભાસ આપણા જેવા અજ્ઞાની લોકોની "અહંતા-પ્રતિતી "ની સાથે "એકીભૂત" થવાથી (એક થવાથી)
આપણને અત્યંત દૃઢ થઈને રહ્યો છે.

જેમ,  સૂતેલો પુરુષ,પોતાના સ્વપ્નના શીઘ્ર વિનાશપણાને,કર્મોના પ્રતિબંધને લીધે જાણતો નથી,
તેમ બ્રહ્મા-આદિ પણ પોતાની દ્રષ્ટિથી બાધિત થયેલા આ જગત-રૂપી-સ્વપ્નને,
કર્મોના પ્રતિબંધને લીધે,શીઘ્ર વિનાશી જાણતા નથી,

હે રામચંદ્રજી,સુતેલા પુરુષને જેમ -સઘળા જીવો તથા જગતનું પ્રતિભાસ-રૂપ-સ્વપ્ન-"પ્રવાહ-રૂપ" લાગે છે,
તેમ,બ્રહ્માને પણ આ સમષ્ટિ-જગત-રૂપ-સ્વપ્ન,બાધિત હોવા છતાં પણ "પ્રવાહ-રૂપ" લાગે છે.
જેમ,આંબાથી ઉત્પન્ન થયેલી ગોટલી,પાછી આંબા-રૂપ જ પરિણામ પામવાને લીધે,આંબા-રૂપ જ છે,
તેમ,મન-રૂપ-સ્વપ્ન-પુરુષથી ઉત્પન્ન થયેલું આ જગત પણ-સ્વપ્ન-પુરુષ-રૂપ જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE