Jan 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-713

જે કંઈ સ્વપ્નમાં જોવામાં આવે છે અને જે કંઈ સંકલ્પથી જોવામાં આવે છે,
તે દેશ-કાળમાં અધિષ્ઠાન-રૂપે સત્ય છે.
જેમ આ નગરીથી અન્ય નગરીઓ પોતપોતાના પ્રદેશમાં હોવા છતાં,
ત્યાં ગયા વગર અને ઇન્દ્રિય આદિના સામર્થ્ય વિના તે નગરીઓ મળતી નથી,
તેમ,સ્વપ્ન-સંબંધી પદાર્થ પણ જાગ્રતમાં,સુષુપ્તિમાં,અને અન્ય સ્વપ્નમાં પ્રાપ્ત થતો નથી.
સર્વાત્મા આત્મ-ચૈતન્ય,સઘળી વાસનાઓના ભંડાર-રૂપ-અજ્ઞાનમાં,ભોગ આપનારા અદ્રશ્ટે જાગ્રત કરેલી વાસનાઓથી -જેવા જેવા વિષયોના રૂપને ધારણ કરે છે-તેવાતેવા રૂપને તે -ખડું થયેલું જુએ છે.

સઘળા સ્વપ્નોને તથા સઘળા સંકલ્પો-વગેરેને એકી સમયે દેખવાનો ઉપાય તો-
અભ્યાસના તથા યોગના પરિપાકની દશા જ છે.
શંકર-આદિ-ઈશ્વરકોટિના લોકો-કે જેમને યોગ-સિદ્ધિનું ફળ સ્વાભાવિક જ છે-
તેઓ તે-અભ્યાસ (અને યોગ) વિના પણ સર્વત્ર-સર્વને જુએ છે.
અભ્યાસ અને યોગ,સંકલ્પ-વાળા પદાર્થમાં ચિત્તનું એકાગ્ર-પણું મેળવી આપે છે-
એટલોજ "સંકલ્પના પદાર્થના લાભ"માં તેનો (અભ્યાસ અને યોગનો) ઉપયોગ છે.

એકાગ્રતા ના હોય-તો ચિત્ત અનેક પદાર્થમાં ભટકાવાથી,એક પણ સંકલ્પના પદાર્થને પ્રાપ્ત થતું નથી,
પણ બંને થી ભ્રષ્ટ થાય છે.જેની "એક"માં જ નિષ્ઠા હોય-તેનું જ સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે.
મનુષ્ય જો દક્ષિણ-દિશામાં જતો હોય-તો ઉત્તર દિશા કેવી રીતે મળે?
જેઓ સંકલ્પના કરેલા પદાર્થમાં એકાગ્ર હોય-તેમને જ તે સંકલ્પના કરેલ પદાર્થ પ્રાપ્ત થાય છે.
એક પદાર્થ બુદ્ધિમા હોવા છતાં જે મનુષ્ય,બીજા કલ્પેલા પદાર્થને પામવા ઈચ્છે છે-તે બંને પદાર્થ ગુમાવે છે.

તે સન્યાસીનો જીવ,એક પદાર્થમાં જ નિષ્ઠા-વાળો હતો,તેથી તે રુદ્ર-પણાને પ્રાપ્ત થઇ,
સર્વજ્ઞ બનીને સર્વને પ્રાપ્ત થયો.પ્રસિદ્ધ રુદ્ર પણ એવી જ રીતે સર્વને પ્રાપ્ત થયેલા છે.
સન્યાસીના જીવટ-આદિ-સંકલ્પના જીવો જુદાજુદા રહ્યા હતાં અને તેમનાં બ્રહ્માંડો જુદાજુદા હતાં,તેથી,
તેઓ અન્યોન્ય ને દેખતા ન હતા.રુદ્રના જ્ઞાન વિના તેઓ પરસ્પરને દેખી શક્યા જ નહિ.
એ અજ્ઞાની જીવો,રુદ્રની ઇચ્છાથી જ -પરપરના સંસારોને જાણનારા અને પોતે રુદ્ર-રૂપ થયા.

"હું આ સ્થળમાં અમુક થાઉં કે અમુક સ્થળમાં પંડિત થાઉં"
એવું એકાગ્ર-પણાથી જે ધ્યાન કરવમાં આવે,તો તે ધ્યાન સફળ જ થાય છે.
જીવોની આવા વ્યવહારની વ્યવસ્થામાં-તે સન્યાસીના સંકલ્પની દુનિયા -અહી તે દૃષ્ટાંત-રૂપ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE