Apr 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-787

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,જ્ઞેય (પરમાત્મા)ને આધારે સ્ફૂરેલાં,આ દ્રશ્ય-દર્શન (જગત) નું કારણ શોધવા જતાં,દેહ-આદિ-સર્વ પદાર્થોની પોતાની સત્તા જ તેના કારણ-રૂપ જણાય છે,
કેમ કે-જો એ દેહ-આદિ પદાર્થો (હકીકતમાં નજરે દેખાય તેવાં) હોય, તો જ તેનું જાણવું બની શકે(કે જણાઈ શકે) તથા જ્ઞેય-જ્ઞાન કે દર્શન-દૃશ્ય-આદિ વિભાગ પડી શકે.

જેમ,પવનનું સ્ફૂરવું- એ જ-પવનના સમૂહ-રૂપે દેખાય છે,તેમ જ્ઞાન  જ,
તે પદાર્થોની સત્તાને લીધે-તે રૂપ બની જઈ,અસત્યના જેવા દેહ-આદિ આકારોને રૂપે ભાસે છે.
તે સર્વ દેહ-આદિ પદાર્થોની સત્તાનો અભાવ (તે દેહ-આદિ પદાર્થો છે જ નહિ-તેવું ભાન થવું)
મારા અનુભવમાં ઉતરતો નથી.માટે એ "પદાર્થ-સત્તાનો-અભાવ" આપ મને સમજાવો.

કુંભમુનિ કહે છે કે-જો કદાચિત દેહ-આદિ પદાર્થોની સત્તા હોય,તો તે જાણવાનો વિષય હોવાથી,
હજી તમારું "જાણવું" પણ ઘટી શકે,પરંતુ દેહ-આદિ પદાર્થોની સત્તા-વગેરેનો અભાવ જ હોવાથી,
એટલે કે વસ્તુતઃ એ (દેહ-આદિ) કશું પણ ના હોવાને લીધે,તમારું એ "જાણવું",તે વિષય-રૂપે કોને ગ્રહણ કરે?

શિખીધ્વજ કહે છે કે-જેમ,પ્રકાશ અંધારા-રૂપ ના કહી શકાય,તેમ જે પદાર્થનું સ્વરૂપ,પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવમાં આવતું હોય તેને મિથ્યા કેમ કહી શકાય? હે દેવપુત્ર,આ દેહ અવયવો-વાળો છે,ક્રિયા કરે છે,અને સુખદુઃખનાં ફળ ભોગવે છે,અને તે સદાકાળ આપણા જોવામાં અને અનુભવમાં આવે છે-
તો પછી "તે નથી" (દેહ મિથ્યા છે" ) તેવું ઉલટું કેમ કહી શકાય?

કુંભમુનિ કહે છે કે-હે રાજા,કાર્યનું કાંઇ પણ કારણ ના હોય,તે કાર્ય ખરું (વાસ્તવમાં) જોતાં છે જ નહિ,
તે વહેમ છે.જેમ,વૃક્ષ બીજ વિના ઉત્પન્ન  ના થાય,તેમ કારણ વિના (સ્વપ્ન-જેવું) કાર્ય-રૂપે જણાતું આ શરીર પણ વસ્તુતઃ છે જ નહિ.જે કાર્ય-એ કારણ વિના પોતાની દ્રષ્ટિ આગળ સત્યની પેઠે અનુભવમાં આવતું હોય,
તે ઝાંઝવાના જળની પેઠે માત્ર દૃષ્ટાની (જોનારની) ભ્રાંતિથી જ દેખાય છે,એમ તમે સમજો.
આ દેહ-આદિ નહિ હોવા છતાં મિથ્યા ભ્રાંતિથી જ દેખાય છે.જેમ અતિ પ્રયત્ન-વાળો મનુષ્ય હોય,અને તે ઝાંઝવાના પાણી માટે પ્રયત્ન કરે તો પણ તેને તે ઝાંઝવાનું જળ મળતું નથી,કેમ કે તે મિથ્યા છે.
એમ દેહ-આદિ (જગતનું) પણ મિથ્યા-પણું જ તમારે સમજવું.

શિખીધ્વજ કહે છે કે-જેમ,વાંઝણી સ્ત્રીને બાળક જ ના હોય,એટલે તે બાળકનાં ઘરેણાં શોભે છે કે નહિ?
એવી શંકા થતી નથી,તેમ જ આ દેહ-આદિ મિથ્યા છે ને?
કુંભમુનિ કહે છે કે-કારણ વિના,સ્વપ્નની પેઠે કાર્ય-રૂપે જણાતું આ દેહનું હાડકાંનું પિંજર,
ઉત્પન્ન થયેલું જ નહિ હોવાથી વસ્તુતઃ -તે છે જ નહિ-એમ તમે જાણો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE